________________
૫૩
તેની સામે જવાની રજા આપો. પછી તેના પિતા ચતુરંગી સેના સાથે તેને વિદાય કરે છે. ત્યાં જાય છે અને બન્નેનું અસ્ત્ર શસ્ત્રો વડે ત્યાં યુદ્ધ થાય છે. પુરૂષસિંહ પણ ત્યાં આવી પહોંચે છે. છેવટે કાર્તવીર્ય વેગથી પિતાના નગર તરફ નાસી જાય છે, પાછળ સૈન્ય જાય છે અને બીજો કોઈ ઉપાય નહિ ચાલવાથી ભય પામેલ તે રાજા તેની પુત્રી ચંપકમાલાને સન્મુખ વિદાય કરે છે. તેણીને લઈ સોમ પિતાના નગર તરફ આવે છે અને મહેસવપૂર્વક લગ્ન થાય છે. તેના પિતા તેને રાજ્યગાદી સોંપી પિતે મોક્ષ નિમિત્તે સર્વ ત્યાગ કરી વનને વિષે જવા જણાવે છે. રાજ્યને ભાર આપ સિવાય ઉપાડવા કણ સમર્થ છે વગેરે વચનેવડે પિતાના પિતાનું ગૌરવ જણાવે છે. તે સાંભળી “આ વાર્તાઓ કરીને સર્યું' એમ બેલત કુમાર પોતે ઘેર જાય છે. ચિરકાળ સુધી દેવ ગુરૂ ધર્મની ઉપાસના કરતાં ચંપકમાલાને હરિશેખર નામને પુત્ર અવતરે છે. સર્વ ખુરી થાય છે. તે પુત્ર ચાર વર્ષને થતાં તેને કોઈ વ્યાધિ થતાં તે મૃત્યુ પામે છે. તે વખતે સર્વ શેક પામે છે. દરમ્યાન ત્યાં વિનયંધર નામના મનિવર્ય પધારે છે. તેને વંદન કરે છે અને મુનિવર શોક પામેલાઓને સંસાર અનિત્ય છે. પીપળ પાન જેવું જીવિત ચંચળ છે અને તે નિરંતર સમુદ્રની વેળાની જેમ જવું આવવું થયા કરે છે જેથી તેને સ્થિર કરવા કોઈ સમર્થ નથી. હરિ, ચક્રવર્તી, ઇંદ્ર, દેવદાનવ વગેરે મરણ પામે છે તે પછી માત્ર બાળકના મરણ માટે શું વિસ્મય છે? વગેરે અનેક પ્રકારે સમજાવી ક્ષણભંગુર સંસારને જાણી ધર્મને માટે ઉત્તમ કરવા ઉપદેશ આપે છે. પછી રાજા અને રાજપુત્ર શેકને ત્યાગ કરી મુનિએ આપેલ ધર્મોપદેશ માટે સ્તુતિ કરી, મેહને ત્યાગ કરી પિતાપિતાના કાર્યોમાં ઉદ્યમી થયા. કેટલાક વખત પછી ચંપકમાળાને વિવિધ પ્રકારના રોગો થયા, અનેક ઉપચારો કર્યા છતાં આરામ ન થતાં શહેરમાં પડહ વગડાવ્યો કે જે માણસ આ દેવીને આરામ કરશે તેને રાજા મનવાંછિત આપશે. તે સાંભળી કલિંગ દેશને એક વૈદ્ય માં આવે છે. તેને ઉપાય પૂછતાં વૈદ્ય કહે છે કે–તેને સાત રાત્રિ સુધી મદિરાની સાથે પંચુંબરીના ફળ ખવરાવશે તો આરામ થશે. ચંપકમાળા સર્વાના ધર્મમાં નિશ્ચય મનવાળી હોવાથી તે જાણી કહે છે કે જળબિંદુ જેવા આ ચંચળ જીવિતને માટે મનુષ્ય આવું કાર્ય કરે ? જીવિત શાશ્વતું થતું હાય તે દીક? શ્રી વીતરાગના ધર્મને જાણ્યા પછી જીવિતનું અનિત્યપણું હોવાથી આવું પાપ કરવાની મારી ઇચ્છા નથી. વગેરે (પા. ૨૮૮-૨૮૯ ) ધર્મભાવના વાંચવા જેવી છે એ રીતે પિતાની પ્રતિજ્ઞાને ભંગ નહિં કરતાં અન્ય સર્વ છોડી પંચ નમસ્કારનું સ્મરણ કરી મૃત્યુ પામી સ્વર્ગમાં જાય છે. સેમકુમાર પિતે વૈરાગ્યવાસિત થવાથી ચારિત્રની પ્રશંસા કરતે ગૃહવાસી છોડી સંજમ લેવા જણાવતાં તેથી નિશ્ચિત મતિવાળા પિતાના પુત્રને જાણી પિતાએ સેમકુમારને અનુમતિ આપવાથી મારા કેવળજ્ઞાનની ઉત્પત્તિ જાણું પાંચસે રાજપુત્રે સહિત અહિં આવી ચરિત્ર અને ગણધરની પદવીને પામે.
છઠ્ઠા ગણધર ભગવાન શ્રીધરનું પૂર્વભવ વર્ણન.
જગદૂગુરૂ શ્રી પાર્શ્વનાથ ભગવાન દશનામાં કહે છે. આ જંબદ્વીપના ઐરાવત નામના ક્ષેત્રમાં સુવર્ણપુર નામના નગરમાં શિવધર્મ રાજાને વામદેવ નામે મંત્રી છે તેને શીવા નામની ભાર્યાને અને અસાધારણ સ્વરૂપવાન બંઘુમતી નામની પુત્રી છે. તેનું તે જ નગરના મહાઘોષ નામના સેનાપતિએ (નેગે) વામદેવની પાસે બંધુમતીનું લગ્ન પિતાના પુત્ર હેમદત્ત સાથે કરવા માંગણી કરતાં તે તેની સમાન જાણી ત્યાં હેમદત સાથે