________________
કેવળી ભગંવતે કહેલ આત્મવૃત્તાંત.
[૪૩૭ ]
તેને ખલના પમાડવા કેમ સમર્થ થાય? સુંદરતા અને લાવણ્ય સહિત મનહર અંગવાળી મૃગાક્ષી(સ્ત્રીઓ)ના કામદેવરૂપી મિલના બાણસમૂહ જેવા દષ્ટિક્ષોભને પરાભવ કરવા કેણ સમર્થ છે? સુગુરુના ઉપદેશરૂપી બખ્તરવડે મજબૂત અંગવાળા અને સગુણવડે ગોરવવાળા પણ કયા પુરુષો અર્ધ નેત્રવડે જેનારી સ્ત્રીઓ વડે ભેદાયા નથી ? હે વત્સ! મેટા મરટ્ટ ઘટ્ટના સમૂહની જેવો ઉન્માર્ગમાં પ્રવર્તે ઇન્દ્રિયોને સમૂહ પણ હમણાં ફુટ રીતે બનાવાળો નહીં થાય તેથી કરીને ઓષધની જેમ ધર્મક્રિયા પણ ઉચિત સમયે કરવી યોગ્ય છે. અન્યથા સર્વ કાર્ય વિન રહિત અનિષ્ટ ફળવાળું થાય છે, તેથી હે પુત્ર! વયના પરિણામને વિષે તારે આ પ્રમાણે આચરણ કરવું યોગ્ય છે, કેમકે શીતળ થયેલાને આ કામદેવરૂપી અગ્નિ શું કરે?” બ્રહ્મદરે કહ્યું-“હે પિતા! તમે કહે છે તે તેમ જ છે, પરંતુ ગૃહના વ્યાપારમાં રહ્યા છતાં પણ ઠેકાણે ઠેકાણે મને રથ સંપૂર્ણ નહીં થવાથી પુણ્ય રહિત મનુષ્યનું ગૃહસ્થીપણું વિડંબનાના આડંબરરૂપ જ છે.” જિનદત્તે કહ્યું-“હે વત્સ! જે એમ હેય, તે પ્રથમ કેટલાક લાંબા દિવસ કેવળીએ કહેલા ધર્મના અનુષ્ઠાનવડે આત્માની તુલના કર. અને પછી શરીરના પરિકર્મવાળો અને ઇન્દ્રિયોના વ્યાપારને અંધનાર થઈને પ્રવજ્યાને પણ અંગીકાર કરજે, તેમાં તેને કેણ નિવારે?” ત્યારે “બહુ સારું” એમ તેણે અંગીકાર કર્યું. પછી બ્રહ્મદરે કેવળીને પૂછ્યું-“હે ભગવાન! હવે હું મંદ ભાગ્યવાળો શું આચરણ કરું?” ત્યારે કેવળીએ તેને ગૃહસ્થ જનને ઉચિત, ભાવનાપ્રધાનવાળો અને પૂર્વ ભવમાં આચરેલ કાર્યવિધિ જણાવ્યું. અને આ પ્રમાણે કહ્યું-“ જેમ નાનો પણ સૂર્યકર દિશાઓમાં પ્રસરેલા મોટા અંધકારને પણ હણે છે, તેમ ભાવનાપ્રધાન થોડું પણ અનુષ્ઠાન પાપના સમૂહને હણે છે. અથવા તે જેમ કેટિવેધક નામના રસને લેશ માત્ર પણ મોટા પણું ધાતુના સમૂહને ભાવે છે, તેમ ભાવનાનો લેશ અનુષ્ઠાનને ભાવે છે. ત્યારપછી તે કેટિવેધકવડે ભેદાયેલું (વીંધાયેલું) તાંબું મનવાંછિતને સાધનાર સુવર્ણ જેવું અવશ્ય થાય છે તેથી તેને વેધ લાઘા કરાય છે. આ પ્રમાણે હે મહાયશવાળા ! તું જે દાનાદિક કરવા ઈચ્છે છે, તે ધર્મવિધિને પ્રધાન ભાવના સહિત એકદમ આરંભ કર કે જેથી સમગ્ર કલ્યાણના સમૂહને મથન કરનાર પાપને સમૂહ ક્ષય પામે, અને તત્કાળ વાંછિત અર્થ પ્રાપ્ત થાય. ભાવનારૂપ ગુણે કરીને જ અહીં રહેલા મને શ્રેષ્ઠ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે, તે શું તું પ્રત્યક્ષ દેખતે નથી?” બ્રહ્મદરે કહ્યું-“હે ભગવાન! તમે આવી દિવ્ય કેવળજ્ઞાનની લીમી શી રીતે પ્રાપ્ત કરી? તે તમારું પિતાનું વૃત્તાંત કહો.” કેવળીએ કહ્યું-“સાંભળ–
હું કુંકણ દેશમાં શ્રાવકને પુત્ર શૂરદેવ નામે ગૃહપતિ હતે. વાણિ યાદિક ઉપાયવડે કુટુંબના નિર્વાહ કરતો હું દિવસોને નિર્ગમન કરતો હતો. એક દિવસ વસુમિત્રસૂરિની પાસે પ્રવ્રજિત થયેલા બે રાજપુત્ર ભાઈઓને મેં જોયા. તેમાં મેટો બાહ અને બીજે (નાને) સુબાહુ નામના હતા. તે બન્નેએ પ્રવ્રજ્યાને દિવસે જ જાવજીવ સુધી