________________
[ ૪૩૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ પ્રસ્તાવ ૫ મા ઃ
હૈ
નથી, તા પછી પુત્રને વિષે કહેવુ` કેમ ચાગ્ય હાય? પરંતુ હે પુત્ર! જો આ શંકા તારા હૃદયમાં ઢંઢ રીતે વર્તતી હાય, તેા તુ' કંચનપુરને વિષે ચાલ, કે જેથી ત્યાં રહેલા કેવળીને આપણે પૂછીએ. ” ત્યારે તેણે તે અંગીકાર કર્યું. પછી તે બ્રહ્મદત્ત અને જિનદત્ત કેટલાક મિત્રાદિક સહિત શીવ્રપણે કંચનપુર ગયા. ત્યાં કેવળીને જોયા, તેને સર્વ આદરપૂર્વક વાંઢીને ધનહાનિના વૃત્તાંત પૂછ્યા ત્યારે તેણે કહેવાના આરંભ કર્યાં, કે “ હે જિનદત્ત ! આ તારા પુત્ર બ્રહ્મદત્તે આથી પૂના ત્રીજા ભવે સુગુરુની પાસે જિનપૂજા, પૌષધ અને અતિથિસ વિભાગ વિગેરે વિશેષ અભિગ્રહે। ગ્રહણ કરીને ધનની ઈચ્છાથી મનના વિક્ષેપ થવાથી મિત્ર રાજાના વચનના ઉપરાષથી ભાવના રહિત કાંઇક અનુષ્ઠાન કર્યો છતાં પણ માત્ર એકલી કાયક્રિયાવš નિરનુબંધ સુખના લેશ આપવાથી તે અભિગ્રહ ક્લિષ્ટ આભાગવાળી સુરલક્ષ્મીને કરનારા ( આપનારા ) થઈને હાલમાં તેલ. અને વાટ રહિત દીવાની જેમ ખુઝાઈ ગયા છે. સુખની ઉપાર્જના( પ્રાપ્તિ ) રહિત થવાથી આ જ ગતિ હાય છે.
જેમ માત્ર અનુવૃત્તિથી કરેલ ઔષધ રાગના નાશ કરતા નથી, તેમ ભાવના હિત કરેલા દાનાદિક દુ:ખને હણુતા નથી. કષ્ટ ક્રિયા પણ જો ભાવનારહિત કરી હાય તા તે કાંઇક સુખ આપીને દુરત દુ:ખના વિસ્તારને અવશ્ય ઉત્પન્ન કરે છે, જેથી કરીને કહ્યું છે, કે—માત્ર કાયક્રિયાવડે ખપાવેલા ગામડૂક( દેડકા )ના ચૂર્ણ જેવા થાય છે, અને તે જ યાગ। ભાવનાવડે ખપાવ્યા હાય તા તે ખાળી નાંખેલા મંડૂકની રાખ જેવા થાય છે; માટે હું બ્રહ્મદત્ત ! તેં પૂર્વ ભવમાં જે દાનાદિક ભાવના રહિત કર્યું હતુ તે આ છેવટે કદ્રુકપણાને પામ્યું છે. ” આ પ્રમાણે કેવળીએ પૂર્વ કાળના વૃત્તાંત કહ્યો ત્યારે જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી બ્રહ્મદત્ત પિતાને કહેવા લાગ્યા કે− હૈ પિતા ! ભગવાન કેવળીએ જે આ કહ્યુ', તે સર્વ સત્ય જ છે. પાપકર્મને કરનારા મેં મહા અનુભાવવાળા સિદ્ધદેવ રાજાના ઉપરાધવડે દાન, તપ અને શીલનું અનુષ્ઠાન કર્યું, પરંતુ પેાતાની ભાવનાવડે કર્યું નથી. તે કમ અશુભ દેવના કુળપણે પરિણમીને હમણાં તેવા કોઇ પણ પ્રકારના અત્યંત નીરસપણાને પામ્યું છે, કે જેથી તમારી જેવાને પણ તે અનર્થરૂપે રિશુક્યું. તેથી કરીને વિષ વૃક્ષની જેમ મીજાના પણ અનને કરનારા મારા છતને ધિક્કાર છે, માટે હે પિતા! મને સર્વથા અનુજ્ઞા આપે, કે જેથી જળ કે અગ્નિપ્રવેશ વિગેરે કરીને મારા આત્માના હું ત્યાગ કરું. ” ત્યારે જિનદત્તે કહ્યું કે–“ વત્સ ! શ્રાવકકુળને વિષે આ મરણના અત્યંત નિષેધ કર્યાં છે.” બ્રહ્મદત્તે કહ્યુ` કે–“ જો એમ હાય તા મને છૂટા કરા, કે જેથી આ જ કેવળીના ચરણમાં શિષ્યપણુ અંગીકાર કરી ભાવના સહિત તપશ્ચર્યાદિકવર્ડ સુકૃતનું ઉપાર્જન કરું.” જિનદત્તે કહ્યું, કે-“હે વત્સ ! આ યુક્ત છે, પરંતુ હજી પણ આવા પ્રકારના કૃત્યને આ સમય નથી. કેમકે કામદેવના ખાણુના પ્રહાર હરિ, હરાદિક દેવાને પણ વ્યાકુલ કરે છે, તેા પછી તારી જેવા કામળ હૃદયવાળા