________________
[ ૪૩૮ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૫ મો :
વિગઈનું પચ્ચખાણ ગ્રહણ કર્યું. ગુરુએ તેમની પ્રશંસા કરી, કે-“તમે ધન્ય છે, કે જેમનું આવા પ્રકારનું ઈચ્છા રહિતપણું છે. મોક્ષલક્ષમીવડે જેવાયેલાને જ આવી શરીરની નિરપેક્ષતા સંભવે છે. તથા આ વિગઈન પરિગ અત્યંત દેષ કરનાર કહેવાય છે કે-વિકૃતિ(મવિકાર)થી ભય પામેલો જે સાધુ વિકૃતિમાં રહેલી વિગઈ( દૂધ, દહીં વિગેરે)ને વાપરે છે, તે સાધુને વિકૃતિના સ્વભાવવાળી વિગઈ બળાત્કારે વિગતિ(મુગતિ) માં લઈ જાય છે. વિકૃતિના પરિણામરૂપ બખ્તરવાળે મોહ જેને ઉદીરણા કરે છે, તે ઉદીરણા કરાયેલ સતે સારી રીતે ચિત્તને જ કરવામાં તત્પર છતાં પણ કેમ અકાર્યમાં ન પ્રવર્તે? તેથી કરીને ધન્ય પુરુષને જ સર્વથા પ્રકારે રસના ત્યાગની ઈચ્છા હોય છે. અને આ (રસ)ત્યાગ કરવાથી રસનેંદ્રિયને પણ બળ રહિત જ કરી છે. અને તે રસનેંદ્રિય નિર્બળ થવાથી પ્રાયે કરીને સર્વ ઇદ્રિયનું નિર્બળપણું જાણવું. કેમકે તે રસનેંદ્રિયને આશ્રીને જ તેમનું સામર્થ્ય હોય છે. ઘણું કહેવાથી શું ?–સર્વ ઈદ્રિયમાં રસના - ઈદ્રિય ખે કરીને છતાય તેવી છે, સર્વ કર્મમાં મોહનીય કર્મ, સર્વ ગુપ્તિમાં મન ગુપ્તિ અને સર્વ તેમાં બ્રહ્મચર્ય વ્રત દુઃસાધ્ય છે. તેથી કરીને પ્રસ્તુત સદ્ધર્મના કાર્યને વિષયમાં નિશ્ચળ થવું, કેમકે મનવાંછિત કાર્ય પ્રાયે કરીને ઘણા વિધવાળા દેખાય છે. ” આ પ્રમાણે ગુરુએ કહ્યું ત્યારે કપાળતલ ઉપર બે હાથ જોડીને “ અમે એમ કર” એમ સમ્યફપ્રકારે અંગીકાર કરીને તે બને ઉગ્ર તપકર્મ કરવા લાગ્યા અને ગુરુની સાથે જ ગામ, આકર વિગેરેને વિષે વિહાર કરવા લાગ્યાં. પછી કેટલાક લાંબા કાળ ગયે ત્યારે તે સાધુએ ગુરુની સાથે જ કંકણ દેશમાં આવ્યા, અને એક શૂન્ય(નિર્જન) ભવનમાં રહ્યા. ત્યાં એક સાધુએ શરીરના અધરપણાને (હલકાપણને ) જેઈને, અનશન અંગીકાર કરીને, સર્વ સંઘને ખમાવીને, થડો પણ આ લોકના આશંસાદિક દેષના સમૂહને ત્યાગ કરીને, એક શિલાતલને પડિલેહીને, ઇંગિની મરણને, અંગીકાર કર્યું. તે વખતે “અતિ દુષ્કર કરનાર આ સાધુ છે.” એમ જાણીને રાજા, ઈશ્વર, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહ વિગેરે લોકો તેને વાંદવા આવ્યા. આ પ્રમાણે જતા અને આવતા પ્રધાન જનેને જઈને વિભાવસુ નામના પુરોહિત, જિનશાસનને પ્રત્યેનીક હોવાથી કુંકણ દેશના રાજા અનંતદેવને કહ્યું કે-“હે દેવ! અહીં વેતાંબર સાધુઓએ ઘણું અગ્ય આરંવ્યું છે.” રાજાએ કહ્યું-“કેવું આરંભ્ય છે?” પુરોહિતે કહ્યું-“એક સાધુ અપ્રાપ્ત કાળે મરણ પામવા ઉપસ્થિત થયેલ છે.” રાજાએ કહ્યું તેમાં દેષ છે? શાસ્ત્રને વિષે આ મોટા અભ્યયનું કારણરૂપ વર્ણન કર્યું છે. તે આ પ્રમાણે આ લેકમાં બે જ પુરુષ ચંદ્રમંડળને ભેદનારા છે. એક પરિવ્રાજક અને બીજો યેગી. તેણે સન્મુખ રહેલા સૂર્યને હણ્યો છે, તેથી અમને આ કાંઈ પણ અયુક્ત જણાતું નથી. ” પુરહિતે કહ્યું-“જે મારા વચન ઉપર વિશ્વાસ ન હોય તે તમે કાંઈક ઉપઘાતને જોશો.” એમ કહીને તે મોન રહ્યો. રાજા પણ રાજ્યના કાર્યને ચિંતવવા લાગે. પરંતુ રાજાને યુવરાજ રાત્રિએ સૂતું હતું, તેને દુષ