________________
પુરાહિતપુત્ર સિવાય સ* મિત્રાનુ' મીલન અને પુણ્યનુ મહત્ત્વ,
[ ૪૩૧ ]
વ્યાપારવડે ઘણા દ્રવ્યના સમૂહ તેણે ઉપાન કર્યાં. દેશ, ક્ષેત્ર અને કાળને હું અહીં નિમિત્ત માત્ર જ માનું છું. એમ ન હૈાય તેા વિત્ત રહિત પણ તે શીઘ્રપણે કેમ ઋદ્ધિને પામ્યા? જે સત્પુરુષા અતિ મેટા પુણ્યના સમૂહવડે જોવાયેલા હાય છે, તેઓના હાથના વિષયમાં જેમ તેમ પણ સમૃદ્ધિ આવે છે. અને તેનાથી (પુણ્યથી ) રહિત પુરુષા માટી સમૃદ્ધિથી યુક્ત હોવા છતાં પણ દોગત્યને પામે છે અને વ્યવસાય કરતા તેઓ મરણને અથવા અનને પામે છે. આ પ્રમાણે આ પણુ મહાત્મા મેાટી ઋદ્ધિના વિસ્તારને પામીને પોતાના દેશ તરફ પાછા વળવા માટે ઉત્સાહિત મનવાળા થયા. તેવામાં નવા પત્ર અને પલ્લવવર્ડ શાભતા વૃક્ષાના સમૂહવાળા, વિલાસ કરીને કાયલના શબ્દવર્ડ મનેાહર સુંદર વસંત સમય પ્રાપ્ત થયા. ત્યારે તેને સંભારીને તે પાતપેાતાના સ્થાનથી તે રાજપુત્રાદિક કાશલા નગરીને‘ ઉદ્દેશીને શીઘ્રપણે ચાલ્યા. હવે રાજપુત્ર પેાતાના દેશની સ્વસ્થતા ચિંતવીને ( કરીને ) મેાટા વૈભવવાળા ચતુરંગ સૈન્ય સહિત કેશલા નગરીમાં આવ્યેા. મંત્રીપુત્ર પણ રાજાને ચિરકાળની વ્યવસ્થા નિવેદન કરીને રાજાએ આપેલા વિત્ત સહિત આવ્યા. એ જ રીતે શ્રેષ્ઠીપુત્ર આવ્યા. તેઓ પાતપાતાની સામગ્રીમાંથી દીન અને દુઃ-સ્થિતિવાળાને ધન આપતા અને લેાકેાવડે સ્તુતિ કરાતા પાતપાતાના ભવનમાં પેઠા. તેમના માતાપિતા ખુશી થયા, નગરમાં તેમનુ વર્ષોપન કર્યું. તથા ત્રિક, ચતુષ્ક અને ચરને વિષે તેમની કીતિના સમૂહ વિસ્તાર પામ્યા. તથા આવી વાત થઈ કે—“ આ પુરહિતના પુત્ર યજ્ઞ કરાવતા હતા ત્યારે કાઇ પણ પ્રકારે હામના અગ્નિવર્ડ બળેલા અંગવાળા થયેા (મરી ગયા).” આ પ્રમાણે સાંભળીને સમયે નહીં આવવાથી વિનાશના નિશ્ચય કરીને રાજપુત્રાદિક મિત્રા તેના શાક કરવા લાગ્યા. ત્યાર પછી તેના મરણનું કાર્ય કરીને પાતપાતાની વાતા કહીને જિત મનવાળા તે પેાતાની ભુજાવડે ઉપાર્જન કરેલા વિત્તના વિસ્તારને કહેવા લાગ્યા. પછી રાજપુત્રે કહ્યુ કે “ હમણાં મે' મારા હૃદયમાં આ નિશ્ચય કર્યો છે કે-ઇચ્છિત અર્થની સિદ્ધિને વિષે એક પુણ્ય જ નિમિત્ત છે, તેથી કરીને કાઈ પણ પ્રકારે તે પુણ્ય જ જેવી રીતે વિસ્તારને પામે તેવી રીતે હું મંત્રીપુત્ર ! અને શ્રેણી પુત્ર ! તમારે ઉદ્યમ કરવા ચાગ્ય છે. ” ત્યારે તેઓએ કહ્યું કે–“ હૈ, રાજપુત્ર! તે એમ છે, પરંતુ તે પુણ્ય કેવી રીતે વિસ્તારને પામે ? તે જાણવા યાગ્ય છે. ” ત્યારે રાજપુત્રે કહ્યું-સામાન્ય રીતે તા દીન અને દુઃસ્થ વિગેરેને ધન આપવાથી તે પુણ્યના વિસ્તાર હું માનું છું, પરંતુ વિશેષે કરીને તેા સુગુરુના મુખકમળથી જાણવા લાયક છે. ” ત્યારે સુગુરુને કયાં જોવા ? ” એમ તે સર્વે વિચારવા લાગ્યા. આ અવસરે અજવાળામાં ( પ્રકાશમાં ) રહેલા તેઓએ નગરીમાંથી નીકળતા, વિવિધ પ્રકારના વાહન ઉપર ચડેલા અને મોટા શ્રગારવાળા પુજનાને જોયા, અને પરિવાર જનથી સાંભળ્યું કે- પુષ્પાવત`સ નામના ઉદ્યાનમાં ભૂત અને ભવિષ્યના ભાવાને જાણનારા, ભાવ શત્રુનું ખંડન કરવામાં પ્રચંડ સામ વાળા, સમગ્ર શારૂપી સમુદ્રના પારગામી, પારગતે ( તીર્થંકર ) રચેલા
66