________________
[ ૪૩ર ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૫ મે ?
પ્રવચનમાં અનુરક્ત ચિત્તવાળા અને ચિંતવી ન શકાય તેવા તપ પધાનમાં તત્પર પ્રભાસ નામના સૂરિ સમવસર્યા છે. તેના ચરણના દર્શન માટે આ લેકે આ પ્રમાણે જાય છે.” આ સાંભળીને મોટા આનંદને ધારણ કરતા રાજપુત્ર, મંત્રીપુત્ર, શ્રેષ્ઠીપુત્ર પિતાના પરિજન સહિત સૂરિની સમીપે ગયા. ત્રણ પ્રદક્ષિણા પૂર્વક તેના ચરણમાં પડ્યા. ચોગ્ય સ્થાને બેઠા. સુગુરુએ પણ તેના અભિપ્રાયને અનુસરતી ધર્મકથા પ્રારંભી કે “જે બુદ્ધિને અવિષય છે, જે પુરુષાર્થને અગોચર છે અને જે સારી રીતે જોયા છતાં પણ ચક્ષુના લક્ષ્યને વિષયને પામતું નથી, તે પણ પૂર્વે આચરેલા પુણ્યવાળા પુરુષના પુણ્યના ઉદયથો પ્રાપ્ત થાય છે, કેમકે લોકને વિષે કારણ વિનાના કાર્ય દેખાતા જ નથી. વળી તે પુય દાનથી થાય છે અથવા શીલ પાળવાથી થાય છે. અથવા દુષ્કર તપ આચરવાથી અથવા શુભ ભાવનાના વશથી થાય છે. આ ચારે પુણ્યના અંગમાંથી એક એકને પણ આ જગતમાં જે મનુષ્ય આચરે છે, તેઓ ઉદીર્ણ (કહેલા) પુણ્યને ઉપાર્જન કરે છે. તે પુણ્યને અનુસરનારા પુરુષ ગુફામાં, અરયમાં, સ્મશાન મળે, સરોવરમાં, સમુદ્રમાં કે નદી વિગેરેમાં ગયા છતાં કાંઈ પણ દુઃખને પામતા નથી. દેશાંતરમાં ગયેલા તેઓ ગુરુની જેમ પૂજવા ગ્ય થાય છે અને પિતાની જેમ ગૌરવવડે જોવાય છે. તેમાં શું આશ્ચર્ય છે? હવે તેમાં વિશેષ એ છે કે-પુણ્યનું મૂળરૂપ ઉત્તમ સમ્યકત્વ કહ્યું છે, વળી તે સમ્યકત્વ યક્ત ગુરુ દેવ અને તત્વજ્ઞાનથી પ્રતિબદ્ધ છે. તેમાં પ્રમાદિક સર્વ ગુણના સમૂહને આધાર, દુર્ધર શીલના મોટા ભારને ધારણ કરવામાં ઉત્કટ કંધરાવાળા અને ધીર ગુરુ જાણવા. દેવ પણ રાગદ્વેષાદિક દોષના અવિષય, મોટા સત્વવાળા અને સુર, અસુર, બેચર અને મનુષ્યના સમૂહવડે ભકિતથી વંદાતા ચરણવાળા જાણવા, તથા જગતમાં પ્રસિદ્ધ જીવ, અજીવ વિગેરે પદાર્થો તત્વ કહેવાય છે, તેઓને યથાવસ્થિત બોધ સમ્યકત્વવડે શુદ્ધ હોય છે. તે સમ્યકત્વ કહેવાય છે. વળી તે સમ્યકત્વ મિથ્યાત્વના મુદ્દગલોનો નાશ થવાથી સુવિશુદ્ધ આત્માના પરિણામરૂપ અને મોટા સુકૃતના ભાર(સમૂહ)વડે પામી શકાય તેવું છે. તે સમ્યકત્વ પામવાથી તે કોઈપણ નથી, કે જે દુર્લભ પણ પ્રાપ્ત ન થયું હોય. વળી તે સમ્યકત્વ જિનેશ્વરને વંદન અને પૂજન વિગેરે કરવાથી વૃદ્ધિને પામે છે. હંમેશાં મુનિના ચરણની સેવાવડે, ધર્મશાસ્ત્રના શ્રવણવડે, શંકાદિક દેષને ત્યાગ કરવાવડે, દુસંગના ત્યાગવડે, ઇન્દ્રિયને નિગ્રહ કરવાવડે, સાધમિક વર્ગના સંનિધાન(સમી પપણુ-સંગ)વડે, દરેક દિવસે વૃદ્ધિ પામતા પ્રવચનના ગાઢ અનુરાગવડ, પ્રાણીવધાદિક અતિ દુષ્ટ કર્મ પ્રકૃતિના વિરસપણાની ભાવનાવડે, ઘણા પ્રકારના વિવિધ અપાય અને પ્રમાદને ત્યાગ કરવાની બુદ્ધિવડે, ઉચિત અર્થને સેવવાવડે તથા યથાશકિત તપના ઉદ્યમવડે તે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. વળી તે જળવડે સીંચેલા વટવૃક્ષના મોટા વિસ્તાર જેવું છે. આ વિષયમાં
૧ રાગાદિકથી ઉત્પન્ન થયેલ દોષ–અનર્થ.