________________
છે. ગુરુ તેને સરિઝની પદવી આપે છે અને કેટલાક વખત પછી અનેક મનુષ્યને ઉપદેશ આપતાં વિહાર કરી તે ગગનવલલભ નગરમાં આવે છે. અહિં મહાવેગ તે વાત જાણી વિચારે છે કે અહી મોટું આશ્ચર્ય છે કે આવા પ્રકારના મહાપાપી પુરુષો પણ આવી સારા પ્રકારની સાધુ પદવી પામે છે, મેહને છતી ગુણનાં શિખર ઉપર ચડે છે. રાજા વિજયવેગ નગરજને સાથે સૂરિજી પાસે આવી ગુરુના ચરણમાં પડે છે. પછી સભાજને અને મહાગ કુમારના વિષે અમૃતના બિન્દુને ઝરતાં નેત્રને નાંખતાં સૂરિમહારાજ ધર્મકથા કહેવાનો આરંભ કરતા જણાવે છે:–અત્યંત દુષ્કર કદાગ્રહમાં લાગેલા ' આત્માને સન્માર્ગમાં સ્થાપન કરવા રાગ દ્વેષાદિન નિગ્રહ વિવેકવડે થઈ શકે છે. વિવેક શાસ્ત્રના હંમેશના શ્રવણથી સંભવે છે, તે શ્રવણ સરુની સેવનાવડે થાય છે. મેક્ષમાર્ગમાં ચાલેલા પ્રાણીઓને માર્ગ દેખાડનાર સુગુરુ છે. મારી જેવા અથવા નરવાહન રાજા જેવા અયોગ્ય પુરુષ પણ ગુરુપ્રાસાદથી જ. મેટી ગ્યતા પામ્યા છે. અહિં આચાર્ય મહારાજ નરવાહન રાજાની કથા કહે છે. (પ૦ ૨૫૭)
વદેશા નગરીને નરવાહન રાજા, તેની પ્રિયદર્શને રાણું અને અમેઘરથ નામને પુત્ર છે. કોઈ મોટા પાપ કરનાર મનુષ્યોને વૃદ્ધિ પામતું સુખ અને લક્ષ્મી, પુત્રપરિવાર, આરોગ્ય, અને અત્યંત ધર્મ કરનારા પુરુષોને દિવસે દિવસે સર્વ હાનિ વર્તમાનમાં થતી જેમાં અત્યંત વિપરીત ચિત્તવાળો રાજા કર્મથી નિમુખ થયો ( જુઓ, કર્મનું સ્વરૂપ ! કર્મનું સ્વરૂપ નહિ જાણનાર સમજનારને વિપરીત ચિત થતાં ધર્મ ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય છે. આ કાળમાં તેમ જોવાય છે. તે વખતે કર્મનું સ્વરૂપ જાણનાર મનુષ્ય શુભાશુભ પૂર્વકૃત ઉદય માની ધર્મથી વિમુખ થતું નથી.) તેની રાણી અનેક રીતે સમજાવે છે છતાં રાજાને થયેલ વિપરિતપણું જતું નથી. રાજા અઢાર પાપના સ્થાનોને વિષે આસક્ત થઈ વિચારવા લાગે છે. એક દિવસ રાજસભામાં બેઠેલ તે રાજા પાસે એક માણસ આવે છે અને એક હસ્તિ રાજાને બતાવે છે. પછી રાજા તેનાં લક્ષણ અને કિમત માટે તે જાણકારને પૂછતાં તે રાજાને ભદ્ર, મંદ, મૃગ અને સંકીર્ણ આ ચાર પ્રકાર છે અને ચારેના લક્ષણો જણાવે છે. પછી કઈ ઋતુમાં ક્યા પ્રકારના હાથીને મદ ઝરે છે અને અન્યને મારવામાં પિતાના કળ્યા અવયવનો ઉપયોગ કરે છે, તે પણ સાથે જણાવે છે ભદ્ર હાથીનું મૂલ્ય સવા લાખ સૂવર્ણ અને પછીના પ્રકારનું અડધું અડધું મૂલ્ય અને આ હાથી ભદ્ર જાતિને કહેતાં રાજા તેનું મૂલ્ય તે પ્રમાણે આપી તે હાથી ખરીદે છે. (પા. ૨૫૮-૨૫૯૦) - એક દિવસ રાજા અશ્વ પર સ્વાર થઈ નગર બહાર કૌશંબ ઉદ્યાનમાં અનેક લોકોને ધર્મકથા કહેતાં ધર્મસિંહ નામના સાધુને સાંભળતાં જાણે કે ૫ પામી અરે, આ કણ મેટા વડે બોલે છે? રાજસેવકો અને પરિજન અને કુમારે વાર્યા છતાં ચામડાની મઢેલી લાકડી વડે તે સાધુ મહારાજને મારવા પ્રવર્તે. રાણું તે સાંભળી રાજાને નિવારવા છતાં રાજા કહે છે કે-ધર્મ, અધર્મની પ્રરૂપણ સાધુ ન કરે તે છોડી દઉં. રાજાએ કહેલું અંગીકાર કરવાથી રાજા તેને છેડી દે છે. સાધુ ત્યાંથી વિહાર કરી જાય છે. આ જાણી અન્યધર્મી પુરુષો અને ક્ષમાશ્રમણો પણ ત્યાંથી બીજા દેશમાં જાય છે. એક દિવસ બીજાએ નિવારણ કરતાં છતાં તે હાથી ઉપર સ્વારી કરી રાજવાટિકામાં જાય છે. રાજાએ અટકાવ્યા છતાં તે હાથી વિંધ્યાચળ સન્મુખ વેગથી જતાં નહિં અટકવાથી તે હાટી અટવીમાં આવતાં રાજાને ક્ષુધા તૃષા લાગે છે અને આગળ ચાલતાં છેવટે રાજ એક વૃક્ષની ડાલને વળગી નીચે ઉતરે છે. હાથી આગળ ચાલ્યો જાય છે. દરમ્યાન ત્યાં ભિલોને તેને ભેટ થાય છે. સર્વ આભરણે તેના ઉતારી જિલ્લો તેને મારી વૃક્ષની સાથે બાંધી ચાલ્યા જાય છે. રાજા ૫ણું બંધનને છોડી દેશ તરફ આવતાં રસ્તામાં રાજપુર નગરમાં આવતાં ભૂખ અને તૃષાવડે પીડિત થયેલ તે નગરમાં ભિક્ષા માંગતાં કંઈક તુછ રસ રહિત અન્નને પામે છે.