________________
ઉપરવડે રાજાને કહ્યું કે-ગગનવલ્લભ નગરના રાજાના પુત્ર મહાગ કુમારની તારી પુત્રી ભાર્યા થશે. અને જેમાં વિતની અપેક્ષા રહે છે. પછી રાજાએ મને તે કંવરીની છબી લઈ અહિં મોકલે છે, કવરની છબી માંગતા તેમજ તે સંબંધી વિશેષ વાર્તાલાપ થતાં છેવટે કંવર આ કામ વિષમ છે તેમ કહી રાજપુત્ર પોતાને પ્રતિષ્ઠદ આપી તેને વિદાય કરે છે.
પૂર્વભવના સ્નેહના પ્રભાવથી તે રાજકુમારીને કુંવરની છબી જોઈ સ્નેહ ઉદ્દભવે છે અને રાજા તે જાણી જોષીને બોલાવી પૂછતાં શુભ લગ્ન નજીક જાણી રાજા મહાગ કુમારને લાવવા પિતાના મહાબાહુ નામના સેનાપતિને ગગનવલભ નગરમાં મોકલે છે. સેનાપતિ ત્યાં આવી રાજાને હકીકત જણાવતાં એમ પરસ્પર મધુર વાર્તાલાપ થયા પછી લગ્નનું મુહુર્તા નજીક જાણી રાજકુમારને ઘણું વિદ્યાધરોના સૈન્ય વગેરે સહિત ત્યાં મોકલે છે, ત્યાં કુમાર પહેચતાં તેનું યોગ્ય સન્માન કરે છે. અહિં લગ્નની સર્વ સામગ્રી તૈયાર થાય છે. દરમ્યાન યમરાજાતા જેવો એક વિદ્યાધર પ્રતિહારીને જણાવ્યા વગર રાજા પાસે આવી કહે છે કે-વિદ્યાધરેન્દ્ર ! રથનપુરચક્રવાલપુરના અધિપતિ અનંતવીર્યના પુત્ર અનંતકેતુએ મારી સાથે કહેવરાવ્યું કે-તમારી પુત્રી પદ્મા મારા સિવાય તમારે કોઈને આપવી નહિં અને જે બીજાને આપશે તે હું તેનું હરણ કરીશ. રાજાએ તે નહિ ગણકારતાં પિતાનું સૈન્ય તૈયાર રાખ્યું. લગ્નનું મુહૂર્ત આવતાં લગ્ન વિધિ ચાલે છે. દરમ્યાન ત્યાં અનંત દાસીનું રૂપ કરી ત્યાં આવી લગ્નવિધિ પૂરી થતાં અન્યની દષ્ટિ ચુકાવી પાને હરણ કરી આકાશમાર્ગે ચાલ્યો જાય છે. કુંવરીને પિતા નારદનું વચન સ્મરણ કરે છે. રાજપુત્ર મહાવેગ હવે સૈન્ય સહિત પાછળ તે જ માર્ગને વહન કરતાં મેરુપર્વતના તળમાં રહેલા ભદ્રશાલ વનમાં આવે છે જયાં કરુણું સહિત આકંદ વ્યાપ્ત રૂદન કરવા સાથે હે આર્યપુત્ર ! તમારું દર્શન કયારે થશે ? એવા શબ્દો બોલતી રાજપુત્રી પદ્યાને જોઈ મધુર વાણીવડે આરવાસન આપી રાજપુત્રીને પૂછે છે કે તે દુરાચારી ક્યાં છે? રાજપુત્રી જણાવે છે કે મને અહિં મણિશિલા પર પડતી મૂકી ક્રોધપૂર્વક પૂર્વ દિશા સન્મુખ ગયો છે. તે સાંભળી મહાવેગ પાછળ જતાં અનંતકેતુ તેની દષ્ટિગોચર થાય છે. લડાઈ શરૂ થાય છે આ વખતે ગગનવલ્લભ અને રથનપુરચક્રવાલ નગરના પ્રધાન પુરુષે એક બીજાને પાછા વાળે છે. મહામકુમાર પલા સહિત કરીયાવર વગેરે લઈ પિતાનાં નગરમાં આવે છે. હવે અહિં રાજા અનંતવીય પિતાના પુત્ર અનંતકેતુને કરેલા અવિચારી કાર્ય માટે ઠપકે આપે છે, જેથી અનંતકેતુ પોતાના દુર્વિલાસથી લજજા પામત, પશ્ચાતાપ કરતે, પિતાના આત્માને નિંદતો, ભાવના ભાવ, વૈરાગ્ય પામતે, પંચમછિલચને કરતે. દરમ્યાન દેવતાએ આપેલ રજોહરણ વગેરે સાધુવેશને ધારણ કરતે સર્વ સંગને ત્યાગ કરે છે. તે વખતે રાજા તેના પગમાં પડી કહેવા લાગ્યા કે આવું કઠિન દુષ્કર વ્રતનું આ પ્રથમ વયમાં કેમ ગ્રહણ કર્યું ? અહીં સાધુ ધર્મ કેવો છે ? તે જણાવી તેના પિતાને કહે છે કેમેં મારા મનને સન્માર્ગે જોડેલ છે. આજે મારા ઉપર બાંધવડે જે ઉપકાર કર્યો છે તે બીજે કોઈ ઉપકાર કરી શકે તેમ નથી. (પૂર્વકાળના રાજાઓ કેવા ન્યાયી હતા.) પિતા પુત્રના કોઈપણ અવિચારી કૃત્યને સહન કરતા નહિં, જવા દેતાં નહિ અને ગ્ય ઠપકે, યચિત બાધ આપી ઠેકાણે લાવતા, ભૂલ સુધારતા અને પુત્રો પણ પોતાના દુવિલાસ માટે તે સાંભળી કટલે સુધી આત્મનિંદા પશ્ચાત્તાપ કરી છેવટે સંજમ માર્ગ સ્વીકારતા તે આ દૃષ્ટાંત પૂરું પાડે છે. (પા. ૨૫૪-૨૫૫)
- હવે તે કુમાર ગુણશીલ નામના ઉદ્યાનમાં આવતા ગુણશેખરસુરિની પાસે આવી સંજમ લઈ સુરિજી સાથે વિહાર કરવા લાગ્યો અને પૂર્વના પાપને ધોઈ નાંખતાં તે રાજર્ષિને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય