________________
[ ૩૮૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મા :
તે દાનને પણ નિવારણ કરનાર તું તેમાના શત્રુ થાય છે. આ અર્થ ( ધન ) ખાદ્ય, અનિત્ય, અસાર, 'અનાનુગામી કલેશને સ્થાપન કરનાર ( આપનાર ), ઘણા કષ્ટથી પામવા લાયક અને અનના સમૂહને આપનાર છે. કેટલાક ધન્ય પુરુષો તેનાથી વિપરીત રીતે તેને સારા સ્થાને સ્થાપન કરીને ધર્મ ઉપાર્જન કરે છે, અને બીજા મલિન મનવાળા મોટા મૂઢજના તેવા કોઇપણ પ્રકારનું કપટ કરીને પેાતાનુ અથવા ખીજાનું ધન અવશ્ય ગ્રહણ કરીને તે પ્રકારે કાઇ પણ રીતે તે વર્તે છે કે જે પ્રકારે ધનના ફળને પ્રાપ્ત કરતા નથી. વળી સ્થાપનાચાર્યની પાસે જે તે રસવરણનું ગ્રહણુ કહ્યું, તે પણ ગુરુના વિરહે તે સંવરના અભાવ થવાથી અતિ અયુક્ત છે, કેમકે ગુરુની સાક્ષીએ જ સંપૂર્ણ વિધિવš કરેલા વિશેષ ધર્મ કહેવાય છે, અને સાધુની સમીપે વાસરાવાથી ( તજવાથી ) સંપૂર્ણ આજ્ઞાનુ` કરવુ થાય છે. શંકા, ઉત્તર, અપૂર્વ પઠન અને અપૂર્વ અનુ ગ્રહેંણ વિગેરે કાર્ય સદ્ગુરુ વિના કાઈપણ રીતે સ્થાપનાચાર્યની પાસે સંભવતા નથી, અને તેના ( સાધુના ) ત્યાગવડે વંદનાદિક ઉપદેશમાં પ્રવતેલા તે સાધુ ઉપર પ્રદ્વેષ જ કર્યો છે. તે સિવાય બીજી ફ્ળ હું માનતા નથી.” આ પ્રમાણે પૂર્વસૂરિએ બતાવેલા માથી વિપરીત ખેલતા તે સુરિને અધર્મ થી ભય પામેલા સ્થવિર મુનિએએ નિવાર્યાં, તેા પણ અતિ મોટા ક્રોધના વશથી તે સૂરિ તેનાથી પાછે ફર્યાં નહીં. તેથી તેને અચિકિત્સત જાણીને સ્થવિર મુનિએ મોન રહ્યા.
આ પ્રમાણે વસ્ત્ર, પ્રતિગ્રહ વિગેરે યથાયાગ્ય ઉપગ્રહ દાનને નહીં કરતા તથા દાન દેવામાં પ્રવતેલા જનાને નિવારણ કરતા તે કાપ પામેલા સૂરિએ દાનાંતરાય કર્મ નિડિ ( ગાઢ ) માંધ્યું. તથા શાસ્ત્ર અને વ્યાખ્યાન વગેરેના ત્યાગ કરવાથી જ્ઞાનાવરણીય ક ઉપાર્જન કર્યું. ( માંધ્યું), તથા અનુચિત વૃત્તિવડે અનંતકાયના ભિાગ કરવાથી અભયદાનની વિરાધના કરી. આ પ્રમાણે ત્રણે પ્રકારના દાનરૂપી કલ્પવૃક્ષને મૂળથી જ ઉખેડીને, વિપરીત અભિપ્રાયની પ્રરૂપણાવર્ડ મેાહના પ્રારંાહ( અંકુરાં )ને ઉપાર્જન કરીને, પેાતાને અને બીજાને અન-કલ્પનામાં પાડીને અને તથાપ્રકારના ભાવની આલેાચના અને પ્રતિક્રમણ નહીં કરીને તે સૂરિ કાળ કરીને જંતરમાં ઉત્પન્ન થયા. અને ત્યાં જધન્ય આયુષ્યને પાળીને ત્યાંથી વીને એક હીન (નીચ ) કુળને વિષે પુત્રપણે ઉત્પન્ન થયા. ત્યાં પણ પૂર્વે નિકાચિત કરેલા અશુભ કર્મ વડે કરીને અત્યંત મૂઢ મનવાળા, દાનાંતરાયના દોષથી કાઇપણ ઠેકાણું વાટિકા( કેાડી-પૈસા ) માત્રને પણ નહીં પામતેા, ક્ષુધા અને તૃષાથી પીડા પામતા તથા મેાટા કલેશથી પરાભવ પામેàા તે કેટલાક લાંબા કાળ સુધી જીવીને મરણ પામ્યા. પછી નરક અને તિર્યંચ વિગેરે સ્થાનામાં ઘણીવાર ઉત્પન્ન થયા અને મરણ પામ્યા. લાખ અને કરાડ સંખ્યાવાળા દુ:ખેા અનુભવીને ફરીથી પશુ હીન
૧ આગળ આગળ અનુસરનારું નહીં.
૨ વંદન અને પચ્ચખ્ખાણું.