SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ 0 - જયદેવસૂરીએ કરેલ વિપરીત પરૂપણ ને સ્થવિર મુનિની શિખામણ. [ ૩૮૫ ] અમે શી રીતે કરી શકીએ?” ત્યારે જયદેવસૂરિએ કહ્યું કે-“હે મહાનુભાવ! તમે મુગ્ધ (ભેળા-સરળ) છે. શું તમે આ સાંભળ્યું નથી ? કે-ભગવાન જિનેશ્વરના સમૂહે દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા થઈ ત્યારે એક વર્ષ સુધી અનુકંપાદાન આપ્યું હતું, તેથી તેના અનુમાનથી જ તમારે ગુણિમાં નાંખેલા, દીન અને દુઃસ્થિતિવાળાને અશન, પાન વિગેરે આપવું એગ્ય છે. આ દાનવડે જ તમને સંસારને ઉત્તાર થશે, પરંતુ યોગ્ય ક્રિયાથી રહિત થયેલા સાધુઓને આપેલું જે દાન તે તેમના પ્રમાદની અનુમોદનાને લીધે સંસારનું કારણ જ થશે. વંદન પણ સ્થાપનાચાર્યને સ્થાપીને તેની પાસે દેવાય છે અને પ્રત્યાખ્યાન પણ કરાય છે.” આ પ્રમાણે સાંભળી તે લોકો તે જ પ્રમાણે પ્રવર્તી, પરંતુ સ્થવિર મુનિઓએ આવી પ્રરૂપણ કરતા તે સૂરિને કહ્યું, કે-“હે ભગવાન! આ પ્રમાણે ધર્મોપગ્રહ દાનને કહેતા તમેએ સિદ્ધાંતમાં અત્યંત દઢ રીતે કહેલા વચનને અત્યંત નિષેધ કર્યો. વળી તમે જે કહ્યું કે-સાધુલોક યથાક્ત ક્રિયા કરનારા નથી, તેથી ગુપ્તિમાં નાંખેલાને અનુકંપાદાન આપવું ગ્ય છે, તે પણ તમારું કહેવું યોગ્ય નથી, કેમકે પોતાના બળની તુલના કરનારા તેઓનું સંઘયણ, ધૃતિ અને બળ વિગેરેને અનુસરતું યથાત ક્રિયાનું કરવાપણું હોય છે. પહેલા અને છેલ્લા આઠ આઠ( જિનેશ્વર )ના આંતરામાં તીર્થને વિછેર નથી, એમ કહ્યું છે) તે યતિને અભાવે શી રીતે ઘટી શકે? સાધને અભાવે જ્ઞાન અને દર્શનવડે તીર્થ હોઈ શકે નહીં એમ પણ કહેવું એગ્ય છે, કેમકે સિદ્ધાંતમાં આ પ્રમાણે કહ્યું છે, કે “નિગ્રંથ (ચરિત્ર) વિના તીર્થ ન હોય અને તીર્થ વિના નિથ ન હોય જ્યાં સુધી છ કાયને સંયમ છે ત્યાં સુધી બન્નેનું અનુવર્તન છે. વળી જે ગુણિમાં નાંખેલા અનુકંપાદાનને ગ્ય કહા, તે પણ જીવહિંસામાં આસક્ત હોય છે, તેથી તે પોષણ કરવાને ગ્ય કેમ હોય? તે આ પ્રમાણે –પ્રત્યક્ષ જીવ સહિત પાણીને • ' પીએ છે, જૂ વિગેરેને હણે છે, ચોરી વિગેરેમાં આસક્ત છે, તે જ દોષવડે બંધાયા છે. જે તે પાપી ચોરાદિકને ભક્ત પાનને આપવારૂપ પરિપષણવડે ધર્મ થતો હોય, તો સિંહાદિકને પણ તે ધર્મ થાઓ. તેથી કરીને ગુણિમાં નાંખેલા અંધ અને પાંગળા વિગેરેને અનુકંપા કરવી ગ્ય છે, અને તેવા પ્રકારનું કાંઈક દાન પણ ઉપેક્ષા કરવા લાયક છે. અહીં તીર્થકરનું જે દષ્ટાંત કહ્યું તે યુક્ત નથી, કેમકે તેમને આ ક૯પ (આચાર) છે, કે સર્વ પ્રાણીઓના સમૂહના વિષયવાળું વરવરિકાપૂર્વક તે દાન છે. તથા સાધુને દાન આપવાનો નિષેધ કરવાથી દાનાંતરાય વિગેરે દેશે પ્રત્યક્ષ જ જોયા છે, તે સાધુ દાનને અભાવે સાધુની હાનિ થાય છે. તે સાધુની હાનિ થવાથી અવશ્ય તીર્થને નાશ પ્રાપ્ત થાય છે. તેથી આ ભવ્યજનને સાક્ષાત્ ભવકૂપમાં નાંખ્યા. તથા ગૃહીજને શીળ, ભાવના અને તપ કરવા સમર્થ નથી. કેવળ દાનમાત્ર વડે કરીને જ આ અપાર ભવસાગરને કાંઈક તવાને ગૃહાદિક વ્યાપારમાં નિરંતર બંધાયેલા લેકે ઈચછે છે.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy