________________
:
ભગવંતની દાનધર્મ ઉપર દેશના
[ ૩૭૫ ]
પિતાના નાચતા પીંછાના મંડળવડે રક્ષણ કરે છે. વનને હાથી સંરંભ સહિત પિતાના બાળકની જેમ અશ્વને સાફ કરે છે (રક્ષણ કરે છે), માટે હાથી પણ પિતાના દાંતના અગ્ર ભાગ વડે કેસરી સિંહને ખજવાળે છે. મૃગરાજ (સિંહ) પણ અન્ય પ્રાણીઓથી પીલાતા મૃગના બાળકને પિતાના પુત્રની જેમ પોતાના ઉલ્લંગ(ખાળા)માં બેસાડીને બાધા રહિત કરે છે. શાર્દૂલ પણ ચિત્રક, શશક અને વરાહ વિગેરે વિશેષ પ્રકારના પશુએને નેહથી ભરેલા મંદ નેત્રપુટવાળ થઈને પિતાના બંધુની જેમ જુએ છે. આ પ્રમાણે જ્યાં (સમવસરણમાં) તિર્યંચને વર્ગ પણ મત્સરને દૂર કરનાર અને જગ દૃગુરુ પાર્શ્વનાથના મોટા માહાયથી દયા ઉત્પન્ન થવાથી જાણે એક જ ઉદરમાં ઉત્પન્ન થયા હોય તેમ વર્તે છે, અને સદ્ધર્મ સાંભળવામાં તકલીન થાય છે, તે પછી ત્યાં દેવ અને મનુષ્ય લેકે વેરને ત્યાગ કરે તેમાં શું આચર્યું? પછી ત્રીજા પ્રાકારવલયની અંદર મનુષ્ય અને દેવને બહુ પ્રકારનો યાન, વિમાન અને વાહનાદિકને સમૂહ રહે છે. આ પ્રમાણે મનુષ્ય, તિર્યંચ અને દેવના સમૂહે પિતાપિતાના સ્થાને બેઠા ત્યારે સંસારના ભયને ભંગ કરવામાં સમર્થ ધર્મકથા ભગવાને આરંભી. “હે ભવ્ય જીવો! ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળના તીર્થકરાએ મોક્ષપુરના સરળ માર્ગરૂપ, સમગ્ર કલ્યાણનું કુલભવનરૂપ, દુઃખરૂપી વૃક્ષને ઉમૂલન કરવામાં પ્રલય કાળના ક્ષોભ પામેલા અતિ કઠોર વાયુરૂપ, અતિ ભયંકર દુર્ગતિરૂપ લતાના સમૂહને છેદ કરવામાં કુહાડારૂપ, દુષ્કર્મ રૂપી અંધકારને નાશ કરવામાં એક શરદ ઋતુના પ્રચંડ સૂર્યરૂપ, અને મનવાંછિત પ્રાપ્ત કરવામાં પ્રગટ ક૯પવૃક્ષના પ્રભાવરૂપ તથા વિધેય બુદ્ધિવડે કલંક ૨હિત ધર્મ જ કહ્યો છે. વળી તે ધર્મ દાન, તપ, શીલ અને ભાવના ભેદથી ચાર પ્રકારે કહ્યો છે. તેમાં પહેલું દાન ત્રણ પ્રકારનું કહ્યું છે–જ્ઞાનદાન, અભયદાન અને ત્રીજું સઠધર્મ કરનારાના વિષયમાં ઉપષ્ટભદાન. તેમાં જે જ્ઞાનદાન છે તે દીવાની જેમ પદાર્થોને પ્રકાશ કરનારું છે, અને મોક્ષ નગર તરફ ચાલેલા જીવોને સાક્ષાત્ સાર્થવાહ જેવું છે. જે જ્ઞાનદાન આપવાથી જીવ સર્વને વિષે વિચક્ષણ થાય છે–બંધને વિષે અને મોક્ષને વિષે તથા જીવ અજીવ વિગેરેના જ્ઞાનને વિષે, પુણ્ય અને પાપને વિષે આ સર્વને વિષે અવશ્ય કુશળપણું પામે છે. ત્યાર પછી શુદ્ધ સદ્ધર્મની ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે. તથા પ્રાણિવશ્વાદિકને તજે છે, અને નિરવદ્ય વૃત્તિને અનુસરે છે. આ પ્રમાણે કરવાથી મોટા દેવકને અથવા મોક્ષસુખને પામે છે. તથા નારક અને તિર્યંચના દુઃખના સમૂહને અત્યંત રૂંધે છે, અથવા તે જ્ઞાનના પ્રસાદવડે યું કલ્યાણ ન પામે ? અથવા ઘણું કહેવાથી શું? જેણે તત્વબુદ્ધિથી જીવને જ્ઞાનદાન કર્યું હોય, તેણે બને ભવનાં સુખ આપ્યાં છે. વળી તે જ્ઞાનદાન ભણવું અને ગણવું એ પ્રકારથી પુસ્તકાદિક આપવાથી અને તેના ઉપષ્ટભથી ખરેખર બીજું સર્વ આપ્યું જ છે.
જ્ઞાન આપવાના મહાઓથી જીવ અરિહંતપણાને અને ગણધરપદને પામે છે. ' અને ક્રમે કરીને શીધ્રપણે અપુનર્ભવ(મોક્ષ)ના લાભને પણ પામે છે. આ પ્રમાણે પ્રથમ