________________
[ ૩૯૪ ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ? પ્રસ્તાવ ૫ મે ?
ઉછળતા, મોટા અને ચંચળ કલોલરૂપી આગાહુલના વડે પ્રિયતમાની જેવી યમુના નદીએ આલિંગન કરેલ જે નગરીને પ્રાકાર શોભે છે. હિમવાન નામના મોટા પર્વતની સ્થળીની જેમ નીહાર (બરફ) અને હારમણિની જેવી વેત (ઉજ્વળ) જેની પ્રાસાદની પરંપરા એક સરખી છે. જે નગરીમાં અત્યારે પણ સુપાર્શ્વ તીર્થની પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ મનહર ભાવાળું સાક્ષાત્ દેએ બનાવેલું થુભ દેખાય છે. જે નગરીની પાસે અત્યારે પણ યાદવના શકવડે નીકળેલા કાજળ સહિત નેત્રના જળ(અશ્ર)થી જાણે પૂર્ણ થઈ હોય તેવી શ્યામ જળવાળી યમુના નદી વહે છે. જે નગરીમાં અત્યારે પણ હર્ષથી ઉછળતા રોમાંચવાળા વૃદ્ધ જનો ચાણુર, કેશી અને કંસ વિગેરેને હણ વામાં હરિના સામર્થ્યને કહે છે (વખાણે છે). આવા પ્રકારના ગુણવડે મનહર તે મથુરા નગરીની સીમા( નજીક)ને પામેલા જગદગુરુને માટે દેના સમૂહે તે નગરીની પૂર્વ દિશામાં મણિ, સુવર્ણ અને રૂખમય, સેંકડો કપિશીર્ષ(કાંગરા)વડે સુંદર તથા ચાર મોટા દરવાજા અને વાવડીવડે શોભતા ત્રણ ગઢના વલય બનાવ્યાં. અને તેની મધ્યે જિનેશ્વરના ત્રણ પ્રતિ રૂપવડે શોભતું, મોટું, ચેતરફ મુખવાળું સિંહાસન મ્યું, તે સિંહાસન વાયુવડે કંપતા મોટા પલવડે શોભતા મોટા પ્રમાણવાળા કંકેલી વૃક્ષવડે શોભતું હતું, ચોતરફ બળતા અગરૂ અને કપૂરના ધૂપની ધૂમઘટિકાઓ સ્થાપન કરી, તથા પૃથ્વીમંડળ ઉપર જાનુ પ્રમાણવાળે પાંચ વર્ણના પુષ્પને સમૂહ નાંખે. આ અવસરે પ્રાણીઓના મિથ્યાત્વરૂપી દાહને શાંત કરનારા, દયામય પ્રવાહને પ્રવર્તાવનારા તથા જાણે સાક્ષાત દશ પ્રકારના શ્રમણધર્મ વડે પરિવરેલા હોય તેમ દશ ગણધરના સમૂહવડે પરિવરેલા તીર્થનાથ સંયમલકમી સહિત પૂર્વ દિશાના દ્વાર વડે સમવસરણમાં પ્રવેશ કરીને પ્રદક્ષિણા દેવાપૂર્વક “તીર્થને નમસ્કાર હો” એમ બોલતા સિંહાસન ઉપર પૂર્વ દિશાની સન્મુખ બેઠા. (હવે બાર પર્ષદ કહે છે)–ત્યાર પછી અગ્નિ ખૂણામાં ગણધર મુનિઓ, દેવાંગનાઓ અને સાધ્વીઓ બેઠી, અને જિનેશ્વરની પર્યું પાસના કરવા લાગી, પછી દક્ષિણના દ્વારવડે પ્રવેશ કરીને વાણવંતર, ભવનપતિ અને તિષી દેવીઓ સ્વામીને નમસ્કાર કરીને નૈઋત્ય ખૂણામાં બેઠી ત્યાર પછી પશ્ચિમ દ્વારવડે પ્રવેશ કરીને વાણવંતર, ભવનપતિ અને તિષ દે પ્રભુને પ્રદક્ષિણા દઈને વાયવ્ય ખૂણામાં બેઠા. ત્યારપછી ઉત્તર દ્વારવડે પ્રવેશ કરીને વૈમાનિક દેવ, મનુષ્ય અને નારીને સમૂહ જિનેશ્વરની સ્તુતિ કરીને સંતુષ્ટ થઈને ઈશાન ખૂણામાં બેઠા. ત્યારપછી હરિ (સિંહ), હરણ, સર્પ, મૂષક (ઉંદર), અશ્વ અને પાડા વિગેરે મહા ક્રર સદા વરવાળા ચિત્રક, બિરલા, ગજ, શરભ અને ગવયના સમૂહ બીજા પ્રકાર(ગઢ)ની મધ્યે સર્વજ્ઞના વચન સાંભળવા માટે જાણે એક જ માતાથી ઉત્પન્ન થયા હોય તેમ પરસ્પર પ્રેમવડે બેઠાં. તે (પ્રેમ) આ પ્રમાણે–જગદ્દગુરુ જિનેશ્વરના પ્રભાવવડે સર્પ સૂર્યના તાપથી તપેલા અંગવાળા મૂષક (ઉંદર)ને ઊંચે કરીને પિતાના ફણામંડળની ઉપર ધારણ . કરે છે. સૂર્યના કિરણના સમૂહથી વ્યાકુળ થયેલા સર્પને પણ કરુણાને પામેલ માર પણ