________________
૪૩
નંદક સાથે રાત્રીના પોતાના નિવાસથી નીકળી પૂર્વે દેશ તરફ પ્રયાણ કરે છે, આગળ ચાલતાં ટાઢને સંતાપ દૂર કરવા ત્યાં ઉદ્યાનના મધ્ય ભાગમાં એક મ ંદિર હતુ ત્યાં બન્ને પ્રવેશ કરે છે અને ત્યાં એક ખૂણામાં સૂવે છે જ્યાં ઉપરથી તેના ઉપર જળતુ એક બિંદુ પડતાં તપાસ કરતાં એક પરદેશી માણસ સૂતા છે એમ જાણી ખીજા સ્થાન પર જતાં ત્યાં રહેલા એક પુરુષ પેાતાનું રક્ષ કરવા જયસુંદરને જણાવે છે. તેને પૂછતાં તે જણાવે છે કે-હુ` કુલાલ ગામને રહીશ જવલન નામને બ્રાહ્મણુ છું હું દરિદ્રી હાવાથી લેાકાના કહેવાથી કાત્યાયની દેવી મનાવતિ આપશે. તેમ જાણી તેની આરાધના કરવા આવ્યા અને જ્યારે દેવી તુષ્ટમાન થશે ત્યારે હું જળ લઈશ. એ સાંભળી રાજપુત્ર કહે છે કે—એમ દેવા સિદ્ધ થતા નથી, પરંતુ જીવિતની અપેક્ષા રાખ્યા વિના મનુષ્ય જ્યારે પોતાના આત્માને કષ્ટમાં નાખે છે પેાતાનું સત્વ બતાવે છે ત્યારે જ બને છે, પછી બ્રાહ્મણની દયા વિચારી રાજકુંવર પેાતાના હાથમાં છરી લઈ દેવી પાસે જઇ દેવીને જણાવે છે કે—આ બ્રાહ્મણુની ઇચ્છા પૂરી. કર, નહિં તેા મારા મસ્તકંરૂપી કમળની પૂજા કર. તેમ કહી ડાબા હાથે મસ્તકના કેશ પકડી જેવા છરીના બા કરે છે તેવા દેવી તેના હાથ પકડી તેમ કરતા અટકાવી તેને વરદાન આપતાં પહેલાં કહે છે કે—સત્વ રહિતના મનુષ્યાની જેમ આ બ્રાહ્મણ વાંછિત દાનને યાગ્ય છે, છતાં તેના આગ્રહને વશ થઇ બ્રાહ્મણુને કહે છે-શું આપું ? બ્રહ્મણુને દેવી કહે છે કૅલાખ લાંધણવડે અમે દેવા પ્રસન્ન નથી; પરંતુ સવવડે જ પ્રસન્ન થઇએ છીએ તે સત્વતારામાં નથી. એમ સાંભળી બ્રાહ્મણુ વિચારે છે. કે પેાતાના સુકૃત્યવર્ડ જે પ્રાપ્ત ન થયું તે સત્ત્વરહિતપણે ઉત્પન્ન થયેલું ધન ચિરકાળ રહેતું નથી; ” તા તેવા પ્રાપ્ત થયેલા ધનવડે. શું ફળ છે ? ( મનુષ્યે પણુ આ વિચારવા જેવુ છે. ) તેમ વિચારી વરદાન લીધા સિવાય ચાલવા માંડે છે. દેવી તેના આવા બુદ્ધિપૂર્વકના વિચાર જાણી તું હવે સત્વવાળા થયા છે માટે હવે તને હું આ મણિ આપુ છું તેમ કહે છે. તે દેવીના આગ્રહથી લઈ ચેડાં પગલાં ચાલી વિચારે છે કે-જો ખરી લબ્ધિ નથી તેા ા પથ્થર( મણી )વડે શું લાભ ? જો લબ્ધિ છે તે! આ પથ્થરના કકડાથી શું લાભ ? માટે જે રાજા વગેરે સુખી દેખાય છે તે સુકૃતના યાગે જ હેવાથી સુકૃત ઉપાર્જન કરવાના દરેક મનુષ્યે ઉત્તમ કરવા જોઇએ. વગેરે વિચાર આવતાં ફરી દેવી પાસે આવી મણિ તેના પગ પાસે મૂકી પેાતાને સ્થાને જાય છે. મનુષ્ય જ્યારે ખરેખર આત્મસ્વરૂપ (તત્ત્વ) સમજે ત્યારે યથાસ્થિત વસ્તુનુ તેને ભાન થાય છે ત્યારે કાંચન, મણિ વગેરેને તુચ્છ સમજે છે. પછી દેવી તે મણિ રાજપુત્રને આપી અદૃશ્ય થાય છે. પછી રાજપુત્ર પોતાના પિતાના પ્રધાન પુરુષા વગેરેની પ્રાર્થનાવર્ડ પેાતાના નિવાસ સ્થાનમાં જાય છે.
..
..
હવે જ્વલન બ્રાહ્મણુ કુણાલ ગામમાં આવી પેાતાના વૃત્તાંત પોતાની ભાર્યાંને જણાવે છે. જેવી વાસના હાય તેવું પ્રાણીઓને ફળ મળે છે તેથી જ સુખદુઃખ પરમાર્થથી સત્ય જ નથી. જેમ ગૃહસ્થી મનુષ્ય, ખેતી, વ્યાપાર તેને સુખ માને અને ભૂમિશયન વગેરેને દુઃખ માને છે ત્યારે ત્યાગી પુરુષા પરલાકના સુખમાં આસક્ત થયેલા ખેતી, વ્યાપાર વગેરેને દુઃખ માને છે. આવી ધટમાળમાં સ’સાર ચાલે છે વગેરે. આ પ્રમાણે વસ્તુસ્વરૂપને બ્રાહ્મણ નિર ંતર વિચારે છે. હવે એક રાત્રિએ છેલ્લે પહેાર સ્વપ્નમાં “ કાઇ એક મનુષ્યે ચારે દિશામાં સિદ્ધ, વરૂ, સર્પ, શાર્દુલ વગેરેવર્ડ અત્યંત ભ્રાંતિ પામેલા અને હેાટા ભયથી પીડા પામેલા પેાતાના આત્માને લાકડીવડે હણીને ભયને દૂર કરી મેટાપતના શિખર ઉપર ચડાવ્યા.” તેમ સ્વપ્નામાં જો જવલન જાગૃત થાય છે અને સ્વપ્નપાઠક પાસે જ ફળ વિષે પૂછતાં સ્વપ્નપાઠક તેને કહે છે કે-આ સ્વપ્નના મહાફળરૂપે થોડા દિવસમાં તને એક મહાપુરુષના સંગમ થશે અને તેથી તારા અનર્થ'નું નિવારણ થશે.