SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૫૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થા : જીવ કાળના ક્રમવડે આયુષ્યના ક્ષય થયા ત્યારે ત્યાંથી ચન્યા સતા વૈતાઢય પર્યંત ઉપર ભાગપુર નામના નગરમાં વિદ્યાધર રાજાના અમાત્ય સમરને સાગર નામે તું પુત્ર ઉત્પન્ન થયા છે. કેશવના જીવ પણ અસુરનિકાયથી ચવીને તારા નાના ભાઇ રૂદ્રદેવ નામે ઉત્પન્ન થયા છે. પૂર્વભવની ઇર્ષ્યાના વશથી હૈ સાગર વિદ્યાધર ! તે તને ક્ષુદ્ધ ઉપદ્રવ કરવા આ પ્રમાણે ઉદ્યમી થયા છે. ” આ સર્વ સાંભળીને જાતિસ્મરણને પામેલા તે ભદ્ર યશ રાજપુત્રને માટે સંવેગ ઊત્પન્ન થયા. તેથી “ હવે મિત્ર, સ્વજન, ધન અને પરિવારના પ્રતિબંધવડે સર્યું ” એમ નિશ્ચય થવાથી વિશેષે કરીને સર્વિતિના પરિણામ તેને ઉલ્લાસ પામ્યા, પછી તે વળીને વાંદીને પોતાને ઘેર ગયા. માતાપિતાથકી પેાતાને મુક્ત કરીને વિદ્યાધરના પુત્રા સહિત તથા બીજા રાજપુત્રા સહિત અહીં આશ્રમ પ્રદેશમાં આવ્યા, અને મારી પાસે તેણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. સર્વ સુર, અસુર અને રાજાને પૂજવા લાયક તથા માક્ષ આપવામાં દક્ષ એવી માટી ગણધર પદવીને તે આ બુદ્ધિમાન પામ્યા છે. આ પ્રમાણે આઠમા ગણધરનું પૂર્વ વૃત્તાંત કાંઇક મેં કહ્યું. હુવે નવમાં અને દશમા ગણધરનું તે વૃત્તાંત કાંઇક કહું છું તે તમે સાંભળે.— નવમા અને દશમા ગણધરનું પૂર્વ વૃત્તાંત સત્ર વિસ્તાર પામેલા યશના પ્રવાદવાળું, જખદ્વીપના મુગટ સમાન દક્ષિણ દિશાના અલંકારરૂપ અને ગુરુદેશની મધ્યે પ્રતિષ્ઠાને પામેલું હસ્તિનાપુર નામે નગર છે. તેમાં અસમાન સાહસ( પરાક્રમ )વડે શત્રુવને વશ કરનાર, મનેાહર ગુણુના સમૂહના અધિક પણાથી માગણુ મનુષ્યના સમૂહવš ઘણા યુધ્ધમાં પ્રાપ્ત કરેલા શત્રુના વિજયને કીન કરાતા વિજયપાલ નામે રાજા છે. તેને સર્વ અંત:પુરમાં મનેાહર રૂપ અને લાવણ્યવડે સુંદર અંગવાળી તિલકસુંદરી અને સોભાગ્યસુંદરી નામની એ ભાર્યા ( પટ્ટરાણી) છે. તેમાં પહેલીને સર્વગુણુવાળા વિજયચંદ્ર નામના પુત્ર છે, અને બીજીને પદ્મદેવ નામે પુત્ર છે. તે ખન્ને પુત્રા ખાળકને ચેાગ્ય ક્રીડા વિશેષે કરીને ચાતરમ્ રમતા રહે છે.—તે ખાળકા રૂપની લક્ષ્મી( શાભા )વડે વૃદ્ધિ પામ્યાં, રાજાના મનના મનેરથ પૂર્ણ થયા. તેમના દર્શનથી વેરીવ ખેદ પામવા લાગ્યા અને રાજા સંતાન( પુત્ર )ના વિચ્છેદનુ દુ:ખ પામતા હતા. તે પુત્ર જેમની દ્રષ્ટિપથમાં આવે છે, તેમને દેવાંગના પણ રુચતી નથી (અથવા દેવે પણ રુચતા નથી). તથા તેઓ જે ઠેકાણે ફરે છે, તે ઠેકાણે ત્યાંના લેાકેા ખીજા કેાઈની લાઘા કરતા નથી. આ પ્રમાણે તેએ પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા મેાટા પુણ્યના ઉદયવડે શાભતા હતા, કૌતુકના શથી માણેકની જેમ લેાકેાના એક હાથથી ખીજા હાથમાં જતા હતા, જાણે સાક્ષાત્ ચંદ્ર આવ્યા હોય તેમ તે લેાકેાને માટ આનંદ ઉત્પન્ન કરતા હતા, અને પ્રથમ ઉગવાવડે કરીને જાણે ખાલ ( નાના ) કલ્પવૃક્ષ
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy