________________
સામિલને સૂરિજીએ કહેલ તેને પૂર્વભવ
[ ૩૩૭ ]
પામ્યા છે ? અથવા તેા રસ લેવાના અથી એવા આ જનાને અવિધિએ કરીને સાક્ષાત્ રસ ગ્રહણ કરવાથી કાપ પામેલા અહીં રહેલા ભૂતાદિકે શું આવી અવસ્થાને પમાડ્યા છે ? કૂવાની પૂજાને નિમિત્તે તેઓને અહીં નાંખ્યા છે ? કેમકે આવા પ્રકારના કાર્યની સિદ્ધિ પૂજા વિના થઈ શકતી નથી. ” આ પ્રમાણે જેવામાં ભયના ભારથી કંપતા શરીરવાળા તે બન્ને ઘણા વિચાર કરતા હતા, તેવામાં જાણે મરણુને કહેતુ હાય તેમ તેમનું ડાબું નેત્ર ફરકવા લાગ્યું. આ પ્રમાણે જાણે જીવિતથી મુક્ત થયા હોય તેમ તેમણે ધીમે ધીમે બન્ને તુંબડા ભરીને તેને દારડાવડે ખાંધ્યા અને ભૂતિલને જણાવ્યું. તેણે પણ કહ્યું કે
પ્રથમ તુખડાને કાઢું, પછી તમને ખેંચી કાઢીશ. " ત્યારે યમરાજાએ જોયેલ તેમણે “ તત્તિ ” અંગીકાર કર્યું. ભૂતિલ ખુશી થયા. ખન્ને તુંબડાને ગ્રહણ કરીને કાર્યની સિદ્ધિવાળા તે બન્ને બ્રાહ્મણને રસકૂપકની પૂજાના નિમિત્તે યાજના કરીને ( અલિદાન આપીને ) પેાતાના ઇષ્ટ સ્થાને ગયા. અને બ્રાહ્મણપુત્રા શ્રુષાથી પીડા પામીને મરણુ પામ્યા. પછી તે બન્ને જઘન્ય આયુષ્યવાળા ન્યતર કિલ્મિષિક દેવ થયા. ત્યાંથી આયુષ્યના ક્ષય થયા ત્યારે જ્યવ્યા છતાં તેમાંથી એક મલય પર્વતને તટે ( તળેટીયે ) બિલેલક નામના નગરમાં હું ભદ્રે ! તુ સેામિલ નામે બ્રાહ્મણના પુત્ર ઉત્પન્ન થયા છે, અને બીજો ક્રુષ્ણાલ દેશમાં કુશસ્થલ ગામમાં સંતડ નામે કાલ્લાક નામના ગૃહપતિને પુત્ર થયા છે. હમણાં પેાતાની બહેનના કૂવામાં પડવાથી થયેલા મરણના દુ:ખવડે તેના માતાપિતા મરી જવાથી તેના અસ્થિની પાટલી ગ્રહણ કરીને તીર્થાંમાં પ્રવેશ કરવા માટે જતા તેને તસ્કરાએ લૂટ્યો. અસ્થિની પેાટલીના નાશથી મેાટા શેાકના સમૂહને ધારણ કરતા તે પેાતાના પ્રાણના ત્યાગમાં ઉદ્યમ કરવાની ઇચ્છાવાળા વતે છે, તેથી હું સામિલ ! તારા પૂર્વ ભવના ભાઈની આ ગતિ છે. હવે તું પણ હું મહાનુભાવ ! પૂર્વ ભવમાં કરેલા દુષ્કર્મના વિલાસથી મોટા તીક્ષ્ણ દુઃખના પાત્રરૂપ થઈને આવી દુ:ખી અવસ્થાને અનુભવે છે. તથા વળી. ~
કાઇક વખત ઉત્પન્ન થયેલા માટા દાહ( જવર )વડે સર્વ અંગમાં દુભાતા, કાઇક વખત ઈષ્ટ જનના વિનાશથી ઉત્પન્ન થયેલા વિરહથી આર્ત્ત થયેલા, કાઇક વખત પ્રયત્નથી નિધાનરૂપ કરેલા ધનના નાશથી મેાટા શેકવાળા થયેલા, કાઇક વખત સ્નેહવાળા પ્રેમી જને કરેલા અપમાનના દુ:ખથી ન્યાસ થયેલેા, કાઇક વખત અલાભના વશથી ઉછળતા મોટા ચિત્તના સંતાપવાળા, કાઇક વખત પેટના શૂલ વિગેરે ભયંકર વ્યાધિવડે દીન શરીરવાળા, તથા કોઇક વખત કારણ વિના આવી પડતા ગૃહુજનના કજીયાવડે વ્યાકુળ દેહવાળા, તું હૈ ભદ્ર ! કાંઇ પણ સુખને પામતા નથી. આ પ્રમાણે છતાં જે તારા હૃદયમાં હજી પણ કાંઈ સ ંશય વર્તતા હાય, તે હે મહાયશ! કહે, અને કહીને કૃતા થા. પ્રમાણે કહેવાયેલા તે સેામિલ બ્રાહ્મણને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી પૂર્વે અનુભવેલી અનર્થની પર ંપરાને વિચાર કરીને પૂર્વ કાળના દુ:ખના અનુભવથી પણુ અતિ અધિક
આ
૪૩
ܕܕ