________________
[ ૩૩૪ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રરતાવ ૪ ઃ
^^
^
^^
^^^^
^^
^^^ww
w
ગજેના કુળવડે જેને અવકાશ (પ્રદેશ) વ્યાપ્ત છે, તથા વૃક્ષના સમૂહની ગહનતાવડે સૂર્યના કિરણના પ્રસારને નિવારણ કરનાર, અને ક્રોધવાળા વનના રેરિભ(પ)વડે પરસ્પર પ્રારંભ કરેલા શીંગડાની છટાના આછોટનવડે ઉછળતા અગ્નિના કણિયાવડે ભયંકર દાવાનળવાળી વિધ્યાટવી નામની મેટી અટવી છે. ત્યાં એક પ્રદેશમાં રહેલા આશ્રમપદને વિષે બે બ્રાહ્મણના પુત્રે માતાપિતા સાથે કર્યો કરીને આવ્યા ત્યાં કુલપતિએ ધર્મ કહેવાથી પ્રતિબોધ પામી તાપસવ્રત તેમણે અંગીકાર કર્યું. પછી કંદ, મૂળ અને ફલાદિકના ભેજનવડે, ત્રણે સંધ્યાએ દેવની પૂજા કરવાવડે અને અતિથિજનનું સન્માન કરવાવડે પ્રવર્તતા તે બન્ને દિવસેને નિર્ગમન કરવા લાગ્યા. એક વખત તેવા પ્રકારના વિશેષ ફળની પ્રાપ્તિ નહીં થવાથી પરિપક્ષ થયેલા અને દેખાતી મનહર કાંતિવાળા ઉમરના ફળ વનમાંથી લઈને આવ્યા. અને દેવતા તથા અતિથિનું સ્મરણ કરીને જોજન કરવા લાગ્યા. તે વખતે તે ફળે ફેડીને જોવામાં સૂક્ષમ દૃષ્ટિવડે જુએ છે, તેવામાં તરફ કૃમિની આકૃતિવાળા ઘણું છે જેયા. તે વખતે મેટી વિચિકિત્સાને પામેલા તે પરસ્પર વિચારવા લાગ્યા કે –“આ કો ધર્મ કહેવાય ? કે જેમાં જીવેનો વધ થાય ? પહેલાં ગુરૂએ કંદ, મૂળ અને ફળના ભેદ નિજીવ છે એમ ગુરુએ કહ્યા હતા, તે આવા પ્રકારના દેખાય છે તે તેને સાધુ કેમ ખાય ? તેથી હવે અહીંથી દૂર પ્રદેશમાં રહેલા હસ્તિ તાપસ પાસે જઈને પોતાના એકને જ માટે અનેક જીવ હણવા, તે શું યોગ્ય છે ?” એમ આપણે પૂછીએ. નહીં પરીક્ષા કરેલા સુવર્ણની જેમ નહીં વિચારેલા ધર્મને વ્યાપાર અવશ્ય સારો નથી.” આ પ્રમાણે નિશ્ચય કરીને તે બને હસ્તિ તાપસની પાસે ગયા. ત્યાં આદરપૂર્વક તેને પ્રણામ કરીને પૃથ્વી પીઠ ઉપર બેઠા અને વિનયથી મસ્તક નમાવીને પૂર્વે કહેલા સંશયના અર્થને પૂછવા લાગ્યા. ત્યારે તે તાપસે વિચાર કરીને કહ્યું કે-સર્વ પ્રાણીએના સમૂહને સુખ આપનારાં તાપસોને આ કંદાદિકનું ભેજન સર્વથા અગ્ય છે, તેથી કરીને જ અમારા ગુરુએ હાથીના માંસની અનુજ્ઞા આપી છે. એક જ વંધવડે કરીને હાથીનું માંસ ઘણા દિવસ સુધી શરીરની સ્થિતિ કરે છે, તેથી તે બહુ ગુણવાળું છે. જેથી કરીને એક જીવના વધવડે અનેક પ્રાણુઓનું રક્ષણ થાય તે માટે ધર્મ છે, તેથી કરીને તે હાથીને વધ પણ દેષ કરનાર નથી. ઘણા ગુણેની સિદ્ધિને માટે દેષના લેશનું હવાપણું ઈષ્ટ જ છે. જેમ સેપે ડસેલી આંગળીનો છેદ કરે તે બાકીના શરીરની રક્ષાને માટે
ગ્ય જ છે. ” આ પ્રમાણે પિતાની બુદ્ધિથી હેતુ અને ઉદાહરણને સમૂહ કહેવાવડે તે તાપસે તે બન્ને મુગ્ધના ચિત્તનું આકર્ષણ કર્યું. ત્યારે તે બન્નેએ હસ્તિ તાપસના વ્રતને અંગીકાર કર્યું. ત્યાર પછી તેની વિધિ પ્રમાણે વર્તતા અને અજ્ઞાનથી હણાયેલી બુદ્ધિવાળા તે બને ધર્મના મિષવડે ઘણું પાપ બાંધીને મરણ પામીને વ્યંતરને વિષે ઉત્પન્ન થયા. ત્યાં દશ હજાર વર્ષનું આયુષ્ય વાળીને આવીને કેશાબી નગરીમાં તે બને એક - ગરીબ બ્રાહ્મણના પુત્ર થયા. ત્યાં અભ્યાસ કરીને વેદ અને શાસ્ત્રમાં કુશળ થયા. યજ્ઞની