________________
છે
.
પોપટે પિતાની પ્રિયાને કહેલ સંતાના પૂર્વભવનું વૃત્તાંત
[ ૩૩૩]
વાંછિત અર્થ પૂર્ણ થયા છતાં પણ કેટલાક ધન્ય પુરુષો મનુષ્યભવને વિષે રાગી થતા નથી અને ઉત્તરોત્તર દેવકના અનુપમ સુખની સંપત્તિ ઈ છે છે. તથા આ લેક સંબંધી અર્થના સમૂહને તૃણ જેવા માને છે, પરંતુ અમારી જેવા મૂઢજને અનેક દુઃખના સમૂહરૂપી કાદવમાં મગ્ન થયા છતાં પણ ખાઈમાં પડેલા ભુંડની જેમ અહીં જ નિવાસને
છે છે.” આ પ્રમાણે મહાનુભાવ માતાપિતાના અસ્થિની પોટલીને નાશ થવાથી મનમાં મોટા દુખને વહન કરતો મરણ પામવાના મનવાળો થઈ અત્યંત મોટા શિવલિ નામના વૃક્ષ ઉપર ચડયો. ગળામાં બાંધવા માટે વલીના સમૂહથી બનાવેલો પાશ તૈયાર કર્યો. આ અવસરે એક શુક (પોપટ) પિતાને કેટરમાં (માળામાં) આવ્યો. તેને શકીએ ફુટ વાણીવડે કહ્યું કે “હે પ્રિયતમ! કેમ આટલી બધી રાત્રિએ તું આવ્યો?” શકે કહ્યું-“હે પ્રિયા ! આજે મેં આશ્ચર્યભૂત વૃત્તાંત સાંભળ્યું. તેમાં મને ઘણી વાર લાગી.” તેણીએ કહ્યું-“જે એમ છે, તે મને પણ તે વૃત્તાંત કહે.” તેણે કહ્યું “સાંભળ-હું આજે કેઈપણ પ્રકારે મલયગિરિ ઉપર ગયો. ત્યાં શંખપુરના સ્વામી શ્રેષ્ઠ રાજર્ષિ સૂરદેવ નામના સાધુ દુષ્કર તપના માહાત્મવડે વિશેષ પ્રકારની જંઘાચારણ લબ્ધિ પામ્યા. પછી વિન રહિતપણે ધર્મધ્યાનના પ્રકર્ષ ઉપર ચડવા માટે એક નિર્જન વનનિકુંજને વિષે કાયેત્સગે રહ્યા. ત્યાં એક સેમિલ નામને બ્રાહ્મણ શંકા પૂછવાની ઈચ્છાથી તે સાધુની સમીપે આવ્યું. સાધુ પણ તે વખતે વિકળતા રહિત (દઢ) કાત્સર્ગ કરી અંગે પાંગ સહિત શરીરના નિરોધવડે તરંગ રહિત મોટા સમુદ્રના મહિમાની તુલના કરતા તેવા પ્રકારના ધ્યાનના પ્રકર્ષ ઉપર ચડયા, કે-જેમાં પ્રલય કાળના શીતળ પણ પવનની વ્યામિ તેને થઈ નહીં. કઠોર પવનથી પ્રેરાયેલે અગ્નિ પણ તેના દેહને ઉપદ્રવ કરી શકતો નહોતે. દેવ અને અસુર સહિત લેક પણ હળબળ (ઘઘાટ) કરીને તેને ચલાયમાન કરી શકો નહોતે, તે પછી ભુજંગ (સર્પ) વિગેરે દુષ્ટ પ્રાણુઓની પીડાને તે કેણુ (કેમ) ગણે? આવા પ્રકારના ધ્યાનમાં એકાગ્ર મનવાળા, શેલરાજ(મેરુ)ની જેવા સ્થિર અને સૌમ્યતાવડે કરીને જાણે ચંદ્રબિંબ પૃથ્વી પર આવ્યું હોય તેવા તેને જોઇને તેના મુખની સન્મુખ પિતાના લોચન સ્થાપન કરીને તે બ્રાહ્મણ ત્યાં સુધી રહ્યો, કે જ્યાં સુધી તે સાધુ ધ્યાનને મૂકીને શિલા ઉપર બેઠા. તે વખતે પિતાના કપાળ પટ્ટવડે ભૂમિતળનો સ્પર્શ કરી, શ્રેષ્ઠ મુનિને વાંદી તે બ્રાહ્મણે પૂછયું કે-“હે ભગવાન! ચિર કાળે મેં તમને ચિંતારત્નથી પણ અતિ દુર્લભ દર્શનવાળા કોઈ પણ પ્રકારે પ્રાપ્ત કર્યા તે હવે મને તમે કહો કેમેં અન્ય (પૂર્વ) ભવને વિષે શું કર્યું હતું કે જેથી બીજા બીજા વ્યાધિથી શરીર ની પીડાને પામેલે હું તીક્ષણ બાણની શયામાં સુતેલાની જેમ સુખને પામતે નથી.” તે સાંભળીને નિર્મળ અવલોક(વા)વાળા અવધિજ્ઞાનવડે તેના દુષ્કર્મને જાણીને કરુણાવડે પૂર્ણ હૃદયવાળા તે સાધુ કહેવા લાગ્યા કે-“હે બ્રાહ્મણ! તું અને તારે ભાઈ જે પ્રકારે દુઃખના સમૂહનું ભાજન થયા છે, તે પ્રકારે તે સર્વ હું કહું છું. તું સાવધાન ચિત્તવાળો થઈને સાંભળ.