________________
પ્રમાદની દુષ્કરતા.
[ ૩૨૯ ]
પડે છે ( ડૂબી જાય છે ). અનીતિરૂપી નટના પેટકના નાટક જેવા અને દુઃખરૂપી વૃક્ષાના ઈંગ ( ઢગલા–સમૂહ ) જેવા વિષયના વ્યાસ'ગ જેઓએ થાડા પણ નથી કર્યાં, તે ધન્ય છે. આ વિષયના વ્યાસંગ સારા જ્ઞાનરૂપી નેત્રને અંધકાર જેવા છે, વિવેકરૂપી તારાઓના અપહાર ( અદૃશ્ય ) કરવામાં મેઘપટલ જેવા છે; લજજારૂપી કમળને હિમના સમૂહની વૃષ્ટિ જેવા દુષ` છે, સુગતિરૂપી વનને ખાળવામાં મેટા અગ્નિ જેવા છે, ( સુગતિરૂપી ) માટા પર્વતના શિખરના નાશ કરવામાં વજ્ર જેવા છે, તથા દુર્વાસનારૂપી મેાટા સમુદ્રને ઉછાળવામાં મોટા ચંદ્રોદય જેવા છે. તેથી કરીને હવે ધમની બુધ્ધિવાળા મારે મેટા અનના એક કારણરૂપ અને સાક્ષાત્ રધૂમકેતુ જેવા સ્રીના પરિગ્રહે કરીને સર્યું. ” આ પ્રમાણે નિશ્ચય કરીને તે પવનવેગે તે સમયે આવેલા સિંહસ્થ નામના રાજર્ષિ પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી, અને દુષ્કર તપનું આચરણ કરવામાં તત્પર થઈને વિહાર કરવા લાગ્યા. વિશેષ એ કે કઈ પણ દુષ્કર્મના દોષવડે સૂત્રાને જાણતા તે બુધ્ધિના વિપરીતપણાએ કરીને પ્રમાદના સ્થાનેામાં વવા લાગ્યા. તેથી ગુરુએ મધુર વાણીવડે તેને કહ્યું ૩–“ હે વત્સ ! ક પાકના ફળની જેવા પ્રારંભમાં મધુર અને પરિણામે મહાદુ:ખને ઉત્પન્ન કરનાર પ્રમાદને તું કેમ અનુસરે છે (સેવે છે) ? શું આ પ્રમાદના ભયંકરપણાને તું જાણતા નથી ? તે (ભયંકરપણું') આ પ્રમાણે છે.—“ ચૌદપૂર્વી, આહારક, મનજ્ઞાની વગેરે મહાપુરુષા પણ (પ્રમાદ-પરવશ થતાં) ત્યાંથી પડ્યા છતાં તે જન્મ પછીના તરતના બીજા ભવમાં નરકમાં પડે છે”. આ નરકમાં પડવું તે પ્રમાદ વિના સંભવતું જ નથી. જો તેવા પ્રકારના સાધુઓને આ છે, તેા તારા જેવાની શી ગણતરી ? બીજા પણ જે કાઇ અત્યંત દુ:ખ કરનારા અન થાય છે, તે સર્વે આ પ્રમાદે કરેલા જ થાય છે, તેથી તેના વિજયને માટે તું યત્ન કર. પ્રમાદ કરવામાં સુખ થાડુ' છે પણ દુ:ખ તા સર્વથા અસંખ્ય છે, તેથી ઘણા સુખની ઇચ્છાવાળા કો ડાહ્યો પુરુષ આ પ્રમાદનુ ભાચરણ કરે ? મનુષ્યપણું તુલ્ય છતાં પણુ કેટલાએક મેાક્ષાદિકમાં જે જાય છે, અને બીજા કેટલાક ઘાર નરકમાં જાય છે, તે અપ્રમાદ અને પ્રમાદની સ્ફુરણા તું જાણુ. આ પ્રમાણે શિક્ષા આપેલા તે ફરીથી ભના ભય ઉત્પન્ન થવાથી કાંઈક ઘાર તપ કરીને, છેવટ મરણ પામીને સૌધર્મ દેવલાકમાં અત્યંત દેદીપ્યમાન શરીરવાળા દેવ તરીકે.ઉત્પન્ન થયા. ત્યાં આયુષ્ય પાળીને આયુષ્યના ક્ષય થયા ત્યારે ત્યાંથી ચ્યવીને અહીં વિક્રમસેન નામના તું રાજપુત્ર થયા છે. હું રાજપુત્ર ! પ્રથમ તું અત્યંત ગહિઁત( દુષ્ટ ) આચારવાળા થયા, તેનું કારણ કલંક સહિત ચારિત્રના પરિણામની પ્રાપ્તિ છે. પ્રમાદરૂપ દોષવર્ડ, સહસાવર્ડ, અથવા અનાલેાગવડે ખંડિત કરેલા અને વિરાધના કરેલા મૂલ ગુણેાવાળાની આવી જ ચેષ્ટા હોય છે. પછી ફરીને પણ માર્ગાનુસારી
,,
૧ દૂર કરી ન શકાય તેવેા. ૨ આઠમા ગ્રહ.
૪ર