________________
-
| [ ૩૨૮].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ છે :
પિતાના ઘરમાં પેઠે, અને વસવાનું માગીને ઘરના એક પ્રદેશને વિષે સૂતે. તે વખતે ઘરની પાસે રહેનારા એક પુરુષની સાથે ઈચ્છા પ્રમાણે વિલાસ કરતી તે વસુંધરીને મેં પિતે જ જોઈ, તેથી મિત્રના વચનને વિષે મારે નિશ્ચય થયું કે બાળચઢે સાચું જ કહ્યું છે, પણ મોટા મોહવડે મૂઢ થયેલી મતિવાળા મેં તથા પ્રકારે તે અંગીકાર કર્યું નહીં. તે હવે શું પ્રત્યક્ષ થઈને આ પાડોશી દુરાચારીને નિગ્રહ કરું? કે આ દુષ્ટ ભાર્થીની નાસિકાના છેડાને કાપીને ઘરમાંથી કાઢી મૂકું ? અથવા તે આમ કરવાથી શું? પ્રથમ તે રાત્રિના છેડા સુધી તેઓના વિલાસને હું જોઉં” એમ વિચારીને મોન રહ્યો. પરંતુ ઉપપતિના મનમાં તર્ક ઉત્પન્ન થયો કે-“આના ભર્તાએ ચાર તરીકે મોકલેલે આ કાપડી કદાચ હશે ?” એમ વિચાર થવાથી તે મને જેવા ઊભું થયું. પછી મારી સમીપે તે આવ્યું. મેં તેને જાણ્યું. તે ઊભો રહ્યો. ફરીથી કપટવડે સૂતો, તેણે મને ઓળખે,, અને આ પિતાને અભિપ્રાય વસુંધરીને કહો. ત્યારે શંકા પામેલી તે આના નિશ્ચયને નિમિતે ધીમે ધીમે (મારી) પાસે આવવા લાગી. તે વખતે દેવના દુર્યોગને વશથી મને માટે ખાંસીને ઉપદ્રવ થયે, તેથી તે જાણવાવડે કરીને શીધ્રપણે તે પાછી વળી.. તેણીને ઉપપતિએ પૂછયું કે-“આ શું?તેણીએ કહ્યું કે “કાર્ય નાશ પામ્યું. તે આ મારો પતિ કાપડીના કપટવડે આપણા વિલાસને જોવા માટે પોતે આ પ્રમાણે રહ્યો છે.” ઉપપતિએ કહ્યું કે “ત્યારે હવે હું શું કરું?” તેણુએ કહ્યું કે-“આને મારી નાંખ.” તેણે કહ્યું કે “જે શસ્ત્રવડે આને હણું, તે તેના શરીરમાંથી ઉઠેલી (નીકળેલી) રુધિરની ધારાની શ્રેણિ લોકોના નેત્રના વિષયમાં આવવાથી અવશ્ય આપણા નાશને માટે થાય. તેથી આને પાડીને અત્યંત ગળાનું વેટક (દાબવું) આપવાવડે ઉચ્છવાસ રહિત કરીને મૂકીએ.” આ પ્રમાણે નિશ્ચય કરીને તે બન્ને દેડયા, મને એકદમ ગ્રહણ કર્યો (પકડયે), ભૂમિ ઉપર પાડે, માટીના પિંડની જેમ લાકડી અને મુષ્ટિવડે મને કૂટ, તથા મારા કંઠપ્રદેશને વિષે તેવા કોઈપણ પ્રકારે અંગૂઠા સ્થાપન કર્યો, કે જેથી હું ચેતન રહિત થઈને કાઇની જેમ પૃથ્વીપીઠ ઉપર પડે. પછી “સર્વ પ્રકારે આ મરી ગયો” એમ નિશ્ચય કરીને અહીં રાજમાર્ગમાં મને મૂક્યો. પછી આયુષ્યના નિરુપક્રમપણાએ કરીને તથા આવા પ્રકારના ભાવના અવશ્યભાવિપણાએ કરીને ચંદ્રના કિરણોના સમૂહવડે વ્યાપ્ત થયેલા દેહવાળો હું ચેતના પાપે, અને પ્રભાત સમયે જીવતે થે. આવા પ્રકારના અનર્થનું નિમિત્ત બ્રીજન છે.” આ પ્રમાણે બોલતે હું પિતાને સ્થાને ગયે. આ વૃત્તાંત રાજાએ સાંભળ્યો ત્યારે તેની ભાર્યાના નાક કાન કાપીને તેને ગામ બહાર કાઢી મૂકી. અને બીજા (જારપુરુષ)ને ગધેડા ઉપર ચડાવી નગરમાં સર્વ ઠેકાણે જમાડી મરણ પમાડો.” આ પ્રમાણે સાંભળીને મનમાં અત્યંત વૈરાગ્યને પામેલો પવનવેગ વિદ્યાધર આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે “અહા ! જુઓ. વિષયરૂપી વિષ અને માંસમાં લુબ્ધ થયેલા છે પરમાર્થને વિચાર કર્યા વિના કોઈપણ પ્રકારે તેવી રીતે વર્તે છે, કે જેથી સંસારરૂપી. સમુદ્રમાં