________________
સુંદરે પવનવેગ વિદ્યાધરને કહેલી આત્મકથા.
[૩ર૭ ].
પર્યત તમારી વાણીનું ઉલ્લંઘન નહીં કરું. હે ભગવાન! તમે જ મારા પિતા છે, માતા અને બંધુ પણ તમે જ છો, તેથી તમે મારું રક્ષણ કરે અથવા ઉપેક્ષા કરે, આથી વધારે બીજું શું કહું ?આ પ્રમાણે કહેતા તેને ધર્મરુચિએ રોગ રહિત અંગવાળા કર્યો, કેમકે મેલા છ ઉપર વાત્સલ્ય કરવું, એ પુરુષની પ્રકૃતિ જ છે. આ પ્રમાણે તે ચેલક (બાળ) સાધુ આરોગ્યને પામીને, સર્વ પ્રમાદના સમૂહનો ત્યાગ કરી, યથાર્થ રીતે સંયમનું પાલન કરી છેવટે મરણ પામીને સૌધર્મને વિષે દેવ થયા. ત્યાંથી આવીને વિતાવ્ય પર્વત ઉપર દક્ષિણ એણિને વિષે ભેગપુર નામના નગરમાં રામ નામના વિદ્યાધરનો. પુત્ર પવનવેગ નામે વિદ્યાધર થયો. ત્યાં પૂર્વ ભવના અભ્યાસના વશથી ફરીને પણ તેને સર્વવિરતિ ગ્રહણ કરવાનો ભાવ છે, અને લકે તેને દાર-પરિગ્રહ કરવાનું કહેવા લાગ્યા તે વખતે સંશયમાં ડોળા તે “હવે હું શું કરું? અને શું ન કરું?” એમ વિચારતે રહે છે, તેટલામાં એક માણસ મસ્તકને ધુણાવે તેની પાસે આવે, અને કહેવા લા, કે--“હે પવનવેગ! મારા વૃત્તાંતને તું જે (સાંભળ) – એક પુરુષ મરી ગયા છે, એમ ધારીને મધ્ય રાત્રિએ કઈક સ્ત્રીએ તેને ત્યાગ કર્યો, પરંતુ ભવિતવ્યતાના વશથી ચંદ્રની પ્રભાના સમૂહવડે આશ્વાસિત શરીરવાળો અને શીતળ વાયુવડે અત્યંત પ્રસન્ન થયેલ તે પ્રભાતસમયે નેત્ર ઉઘાડીને જોવા લાગ્યો. ત્યારે લોકેએ તેને પૂછયું કે-“હે ભદ્ર! જેણે તને આવી દુર્થી અવસ્થા પમાડ્યો છે?” ત્યારે તેણે કહ્યું કે “જે તમને કોસુક લાગતું હોય, તે સાંભળો
હું આ જ નગરમાં સુંદર નામનો કુલપુત્ર છું. મારી ભાર્યા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી વસુંધરી નામની છે. તે બાહ્ય વૃત્તિથી સનેહ અને અનુરાગવડે આસક્ત છે. પિતાના શીલની સંપદાએ કરીને બીજી સ્ત્રીઓને હસે છે. હું પણ તેની બાહ્યવૃત્તિના વિનયની પ્રવૃત્તિ વડે અને સારી રીતે પ્રયોગ કરેલા શીળના દંભ પ્રગટ કરવાવડે વશ કરાયેલા ચિત્તવાળો થવાથી તેણીને જ ગૃહની સ્વામિની તરીકે સ્થાપન કરીને ધન ઉપાર્જન કરવા વિગેરે કાર્યમાં વર્તવા લાગ્યો. એક દિવસે બાળચંદ્ર નામના મિત્રે મને કહ્યું કે“તારી ભાર્યા દુરશીલ છે.” તે સાંભળી રષ પામેલો હું કહેવા લાગ્યો કે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી અને વિનયવાળી પણ જે તે મારી સ્ત્રી પણ દુરશીલ હય, તે આ પૃથ્વી ઉપર સ્ત્રીઓનું શીલ દૂર નાશ પામ્યું. જગતમાં કહેવાય છે કે દુજને ન કહેવા લાયક કાંઈ પણ નથી, એ સત્ય છે, કે જેથી તે મારી ભાયોને પણ દુઃશીલતાને દોષ અત્યંત કહેવાય છે, તે જ પ્રમાણે સ્ત્રીઓ દેષ રહિત હોય તો પણ તેના દોષનું કીર્તન કરાય છે. આ પ્રમાણે મેં બાળચંદ્ર મિત્રને કહ્યું ત્યારે તે મોન રહ્યો, તે પણ તેના વચન સાંભળવાથી મનમાં શંકા પામેલે હું ગૃહિણ(ભાર્થી)ની પાસે “હું કેટલાક દિવસ બીજે ગામ જઈને આવીશ” એમ કહીને ઘરથી નીકળી ગયો અને કપટથી પાસેના ગામમાં બે ત્રણ દિવસ રહ્યો. પછી રાત્રિને વિષે વેશનું પરાવર્તન કરીને કાપડીના રૂપવડે