________________
[ ૩૨૬].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ છે ?
ચરણમાં પડે, અને કહેવા લાગે કે-“હે ભગવાન! પ્રસાદ કરીને આ બાળકને નીરોગી કરે, અને આરોગ્ય શરીરવાળો આ તમારા ચરણકમળની સેવા કરનાર થશે.” ત્યારે ભગવાને પણ મુહૂર્તના બળવડે તેને ઉપકાર જાણીને કહ્યું કે “જે આ સાધુપણું અંગીકાર કરે, તે નીરોગી થાય.” શ્રેણીએ કહ્યું-“એમ જ છે. તમે જેમ કહેશે તેમ તે અવશ્ય કરશે.” તથા તે પુત્રને પૂછયું કે-“હે પુત્ર! ભગવાન કહે, તે તું કરીશ?” તેણે કહ્યું-“અવશ્ય કરીશ.” ત્યારે તેને ત્રણ વાર સેગન ખાવાનું કહીને વેગવડે મીંચાયેલ નેત્રવાળા તે સાધુએ તેની સન્મુખ થઈને તેવા કોઈ પરમાક્ષરનું સ્મરણ કર્યું, કે જેથી કોધવાળી અને ચેષ્ટાવાળી વ્યંતરી બૂમ પાડીને નાશી ગઈ. તે જ વખતે તે બાળક સ્વસ્થ શરીરવાળો થ. ભજનની ગંધને પણ સહન કરતો ન હતો, તે તત્કાળ ભજન કરવા પ્રવર્યો. ધર્મરુચિ ભગવાન પણ તેને સર્વવિરતિ આપવા માટે ત્યાં જ એક માસક૫ રહ્યા. ત્યારપછી તે બાળકને દીક્ષા આપી. તેની સાથે સાધુએ ગામ, નગર અને આકર વિગેરે ઠેકાણે વિહાર કર્યો, પરંતુ તે ક્ષુલ્લક સાધુ શરીરના સામર્થ્યને પામ્યા છતાં પણ તથા પ્રકારે ચારિત્રની પ્રશંસા કરતું નથી, પ્રતિલેખનાદિક ક્રિયા પણ ગ્ય કાળે કરતું નથી, હાથમાં પાદપુછણુને ધારણ કરતા નથી, વાચન ગ્રહણ કરવા માટે પ્રાપ્ત થયા છતાં પણ મુખવસ્વિકાને મુખની સન્મુખ ધારણ કરતા નથી, અને શિખામણ આપ્યા છતાં પણ અવિશ્વાસને પામે છે. આ પ્રમાણે ઠેકાણે ઠેકાણે (દરેક ઠેકાણે) પ્રતિકૂળ આચારવડે વર્તતા તેને ધર્મરુચિએ કહ્યું કે-“હે મૂઢ! શું તને નથી સાંભરતું ? કે અત્યંત વ્યાધિવડે વ્યાકુળ સર્વ અંગવાળા તને પહેલાં નીરગી ક્યાં અને મરણથી બચાવ્ય, અરે બાળક! ધર્મના પ્રભાવવડે આ નીરગતા તને થઈ છે, અને ધર્મને અભાવે તારી પૂર્વની જ સ્થિતિ જ થશે, તેથી હવે પ્રમાદ કરીને મનુષ્યપણું વિગેરે સામગ્રીના લાભને નિષ્ફળ ન કર કેમકે આ સંસારરૂપી અરણ્યમાં ભમતા પ્રાણીને ફરીથી આ મનુષ્યપણું દુર્લભ છે. જો કે કડવા ઔષધની જેમ જીવ ધર્મના અનુષ્ઠાનને ઈચ્છતો નથી, તે પણ આત્માના હિતને માટે તેને તેમાં જ જોડવો જોઈએ. જો તું તારા આત્માની કુશળતા ઈચ્છતા હોય તે, બાળચેષ્ટાને ન કર, ઉત્તમ પ્રકૃતિને અનુસરતું કર, અને પ્રમાદરૂપી મદિરાને ત્યાગ કર. આ પ્રમાણે શિક્ષા આપ્યા છતાં પણ એટલામાં તે દુષ્ટ શીળપણાને ત્યાગ કરતા નથી, તેટલામાં તે મુનિએ તેને શિક્ષાને માટે જ પૂર્વની અવસ્થા પમાડ્યો. તેથી મોટી શરીરની પીડાવડે તેની ઇંદ્રિયોને વ્યાપાર પરાધીન થયે, અત્યંત કરુણાવાળું રૂદન કરવા લાગે અને તેણે આહાર ગ્રહણ કરવાની ઈચ્છાને ત્યાગ કર્યો. ફરીથી સાધુએ તેને કહ્યું કે “હે. મુગ્ધ ! ધર્મથી વિમુખ થયેલા તને ફરીથી તેવી જ વ્યાધિની વેદના થશે, એમ મેં તને શું પહેલાં કહ્યું ન હતું ?” તે સાંભળીને મોટી દેહની પીડાના વશથી ઉત્પન્ન થયેલા પશ્ચાત્તાપવાળે તે પિતાના આત્માની નિંદા કરતા સાધુના ચરણમાં પડ્યો, અને બે - કે–“હે ભગવાન! મેં તમારા વચનને જે પ્રતિકૂળ કર્યું, તેની ક્ષમા કરો. હવે હું મરણ