________________
છે .
સમતભદ્રસૂરિએ કહેલ વિક્રમસેનને પૂર્વભવ.
[ ૩રપ ]
યુવરાજે બળવર્ધન રાજાને બંધનથી મુક્ત કરાવે, અને કહ્યું કે-“હે મહારાજા ! હવે શંકાને ત્યાગ કરી, કોપના સંરંભને પરિહાર (નાશ) કરી ઉપશમને ભજે, મૈત્રીભાવને અનુસરો અને કલિંગ દેશના અધિપતિપણને અંગીકાર કરે.” ત્યારે બળવર્ધન રાજાએ કહ્યું કે “હે યુવરાજ! હવે રાજ્ય અને ગૃહવાસના સંગવડે સર્યું–આ સંસારમાં ન્યાય માર્ગનું ઉલંઘન કરીને જે કાર્યો કરાય છે, તે કાર્યો અહીં જ અવશ્ય આવા પ્રકારના દુખ વિપાકવાળા થાય છે તેથી તેમની વિશુદ્ધિને માટે વનવાસના સેવનવડે અને કંદફળના ખાવાવડે હું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરીશ.” આ પ્રમાણે નિવેદન કરીને (કહીને) તાપસના તપ વતને અંગીકાર કરી વિરક્ત બુદ્ધિવાળે તે બળવર્ધન રાજા તત્કાળ વનવાસમાં લીન થયે. પછી યુવરાજ પણ અત્યંત સેવકપણાને પામેલા દેવરાજને તેના ભેગવટામાં (રાજ્યમાં) મકલીને પિતાના નગર તરફ પાછો વળે. માર્ગમાં જતા તેને કે સંબપુરની પાસે શરવન નામના આશ્રમમાં નિર્જન પ્રદેશને વિષે રહેલા પૂર્વ જોયેલા સમતભદ્રસૂરિ દ્રષ્ટિના વિષયમાં આવ્યા (જયા). તેથી અત્યંત પરિતેષના વશથી પ્રસરતા રોમાંચવાળે, તથા જાણે રનનું નિધાન પ્રાપ્ત કર્યું હોય અને જાણે સર્વ પૃથ્વીનું અધિપતિપણું પ્રાપ્ત કર્યું હોય તેમ મોટા ઉત્સાહથી કાંતિવાળા મુખની શોભાવાળો તે ત્રણ પ્રદક્ષિણાપૂર્વક સમ્યક પ્રકારે ગુરુના ચરણને પ્રણામ કરીને તથા બીજા સાધુઓને પ્રણામ કરીને ઉચિત સ્થાને બેઠો. ધર્મદેશના સાંભળ્યા પછી વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેણે કેવળીને પૂછયું કે-“હે ભગવાન! કયા કર્મના ઉદયવડે હું પહેલાં ક્રર પ્રકૃતિપણાને પામ્યા હતા?” ત્યારે કેવળીએ કહ્યું કે-“હે રાજપુત્ર! સાંભળ–
પૂર્વકાળે કલિકાળે કદાપિ પૂર્વે નહીં દેખેલું, પૂર્વ દિશારૂપી સ્ત્રીના કપાળનું તિલકરૂપ તથા ભુજંગવર્ગના સંગમવાળું છતાં પણ પ્રસિદ્ધ વિનય અને આનંદે કરીને શોભતું કસુમખંડ નામનું નગર હતું. તેમાં મોટી અદ્ધિવડે સમૃદ્ધિવાળે કુળચંદ્ર નામે શ્રેણી હતું. તેને ગુણશેખર નામે પુત્ર હતા, તે અત્યંત વ્યાધિથી પીડા પામવા લાગ્યા, ઔષધ, દેવપૂજન, મંત્ર અને તંત્ર વિગેરે ઉપચાર કરવાવડે પણ કોઈપણ પ્રકારે સારો થયે નહીં. જાણનારા ઘણા માણસને તે દેખાડે. ચત્વરપૂજા વિગેરે વિવિધ ઉપાયે કર્યા, તેના વડે પણ તેને જરા પણ પ્રતિકાર પ્રાપ્ત થયું નહીં. છેવટ માત્ર નાસિકામાં જ શ્વાસ રહ્યો, તેથી અલ્પ જીવિતવાળે થયે. તેની પાસે દુઃખથી પીડા પામેલા માતાપિતા વિગેરે વજનવર્ગ રહ્યા હતા. તે વખતે મંત્રતંત્રના પરમાર્થને વિષે કુશળ ધર્મરુચિ નામના સાધુ ગોચરચર્યાવડ ઊંચાનીચા ઘરોને વિષે ભિક્ષા માટે ભમતા ભમતા તે પ્રદેશમાં આવ્યા. તે વખતે તેની વિશેષ પ્રકારની આકૃતિવડે તેના માહાયના અતિશયની સંભાવના કરતો કુલચંદ્ર શ્રેણી પરિજન સહિત ઊભું થઈને મોટા વિનયવડે તે સાધુના * ૧ ચાર માર્ગ એકઠા થાય તે-ચાક.