________________
[૩ર૪ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ છે ?
કરી શકાય તેવી પાપિ ભેગની પિપાસા જ મોટી શક્તિવાળી છે. આ લેગપિપાસાએ નચાવેલા જીવોની સારી બુદ્ધિ નાશ પામે છે, અને અયોગ્ય કાર્ય કરવામાં ઉદ્યમવાળી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. લેકના અપવાદને ગણતો નથી, સિદ્ધાંતના સારની વ્યાખ્યાની અપેક્ષા કરતું નથી, ગુરુજનથી લજજા પામતો નથી અને પોતાના કુળના કલંકને પણ જાણતા નથી. કેવળ ઉન્માદરૂપી મોટા પિશાચને આધીન મતિ થવાથી મૂઢ માણસના મનને પ્રચાર તેવું કાંઈક કરે છે, બોલે છે અને ચિતવે છે કે જેથી કાળના વિલંબ રહિત શત્રુના ચિત્તમાં સંતાપ ઉત્પન્ન કરીને જીવની સુખલક્ષમીનું હરણ કરવામાં ચતુર એના મોટા અનર્થને પામે છે. અરે ! મોહરૂપી મેટા ગ્રહવડે જેનું હૃદય નિગ્રહ કરાયું છે, તથા જેની અધમ ચેષ્ટા છે, તેવા મનુષ્યની બુદ્ધિ પરમાર્થ જોવામાં કેમ અતિ વિમુખ થાય છે અથવા તે સદ્દગુરુના સંસર્ગ રહિત મતિવાળા આ પુરુષને શો દોષ છે ? પરંતુ તૃણનું ભક્ષણ કરવામાં જ તત્પર ચિત્તવાળા પશુઓને પુણ્યના ભેગથી સુગુરુનો વેગ થાય છે. જે કલ્પવૃક્ષની જે સુગુરુનો સંગમ મને કોઈ પણ પ્રકારે તે વખતે ન થયે હેત, તે હું પણ તે પાપી જ હતું. તેથી કરીને ચિંતામણને પણ નીચે કરનારા તથા મોટા મનવાંછિત કાર્યને સંપૂર્ણ કરવામાં મોટી બુદ્ધિવાળા તે ગુરુમહારાજના ચરણકમળને હું કેવી રીતે જોઈશ ? તે દિવસ, તે સમય અને તે નક્ષત્ર કર્યું હશે કે જે કાળે ગુરુના પાદરૂપી વૃક્ષની નીચે રહેલે તપ કરીશ?” આ પ્રમાણે ઉત્પન્ન થયેલા મોટા વૈરાગ્યની વાસનારૂપી અમૃતના મોટા કદમાં મગ્ન થયેલો તે યુવરાજ જાણે ચિત્રમાં આળેખ્યો હોય તેમ નિરુદ્ધ વેગવાળે (સ્થિર ) છે. આ પ્રમાણે સ્થિર અને મંદ નેત્રના વ્યાપારવાળા અને કાંઈ પણ નહીં બોલતા તેવા પ્રકારના તેને જોઈને મંત્રી જનાએ કહ્યું કે-“હે યુવરાજ ! કેમ તમે આ પ્રમાણે અન્ય ચિત્તવાળાની જેમ રહા છો ? નિષ્કપટ પ્રેમથી બંધાયેલા મનવાળા સ્વામીના કાર્યને પિતાના સામર્થ્ય વડે સંપૂર્ણ કરનારા અને મોટા પ્રભાવવાળા દેવરાજ રાજપુત્રે આણેલ શત્રુ રાજાના હાથી અશ્વ વિગેરે સહિત સપ્તાંગ રાજ્યલક્ષમીને સમૂહ તમે સાક્ષાત્ કેમ જોતા નથી?” તે સાંભળીને તત્કાળ પિતાપિતાના વિષયની સન્મુખ પ્રવર્તેલા ઇઢિયેના વ્યાપારવાળે રાજ પુત્ર પિતે તે પ્રકારે જોઈને મનમાં મોટા હર્ષને પામે. અને સવા લાખ ગામ સહિત પિતાની ભક્તિ(રાજ્ય)ને તથા વેત છત્ર, મુગટ અને ચામર વિગેરે રાજાના ચિહ્ન દેવરાજને આપીને મોટા હર્ષ સહિત કહેવા લાગ્યા કે “હે મહારાજા દેવરાજ ! બીજું પણ કાંઇક તું કહે (માગ), કે જેથી તારું પ્રિય કરાય.” ત્યારે કપાળતળ ઉપર બે હસ્તકમળ રાખીને દેવરાજે કહ્યું કે-“હે યુવરાજ ! આથી બીજું શું પ્રિય કહેવું ? તે પણ એટલું કહું છું કે-તમારા પગના નખરૂપી ચિંતામણિનું દર્શન મને વારંવાર થાઓ!” ત્યારે “તારી ભક્તિથી શું અસંભવિત છે ?” એમ બોલતા .
૧. સાત પ્રકારની.