________________
[૩૧૪].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ
છે ?
સિંહના સમૂહ જેમાં શબ્દ કરતા હતા તેવા અને મોટા એક મહાશૈલના વનનિકુંજમાં પ્રવેશ કર્યો. પછી ત્યાં જેટલામાં તે કેટલાક પગલાં આગળ ગયે, તેટલામાં મોટા કપરૂપી અગ્નિવડે વિકાસ પામતા રાતા નેત્રના વિક્ષોભવાળે, કંપાયમાન ડોકના કેસરાના વિસ્તારથી શોભતે, લાંબા પુછડાની છટાવડે તાડન કરેલા પૃથ્વીપીઠથી મોટી ઉછળતી રેણુના મિષવડે મનમાં નહીં સમાતા અમર્ષના સમૂહને જાણે બહાર કાઢતે હેય તે, અને આગળ સન્મુખ ઉઘાડેલી દાઢાવડે ભયંકર મુખરૂપી ગુફાવાળો સિંહ પ્રાપ્ત થયે, અને તેની આગળના ભાગમાં વિશેષ કરીને ઉલાસ પામેલી કરચપેટારૂપી વીજળીની છટાના વિસ્તારથી રાતા થયેલા નેત્રની કાંતિવડે જાણે કે તે પ્રદેશને પ્રકાશ કરતી હોય તેવી તે જ સિંહની ભાય દેડી. પછી જાણે બે પ્રકારે યમરાજા થયો હોય તેવા તે બને શુદ્ધ સત્ત્વવાળાએ એકી સાથે તે મહાનુભાવ પલ્લી પતિને ઉપદ્રવ કરવાને પ્રારંભ કર્યો. તેને પરિવાર જન પણ તે વખતે પ્રજનના વશથી કોઈક કઈક ઠેકાણે તૃષા અને સુધાથી પીડા પામીને વ્યવધાનવાળા પ્રદેશમાં ગયે, તો પણ મોટા ચિત્તવાળે તે પલ્લી પતિ ધનુષ્યને ત્યાગ કરી યમરાજની જિહાં જેવા ભયંકર ખડને હાથમાં ગ્રહણ કરી રંગમંડપમાં મલ્લની જેમ ખડગને નચાવે તે પ્રકારે પ્રવર્યો. કે જે પ્રકારે વીજળીની છટાવડે ઉત્કટ મેઘની જે તેમણે જાણ્યું. તે વખતે વિશેષ કરીને કોપના વિકાસને પામેલા તેઓએ તેની સન્મુખ થઈને ખડ્ઝના ઘાતને નહીં ગણીને કઠોર હસ્તની ચપેટાવડે તેને ઉપદ્રવ કરવાનું શરૂ કર્યું. તે વખતે તેને ખગ પડી ગયા ત્યારે તે પલ્લીપતિ છરી લઈને મારવા લાગ્યા. તત્કાળ તે મહાત્મા તેવા કોઈ પણ પ્રકારના યુદ્ધના ઉત્કર્ષને પામે, કે જેથી તેને કઠોર નખને ઘાત કમળના પાંદડા જે કોમળ લાગે. અને કોઈ પણ પ્રકારે સિંહના કકડા કરીને જાણે દિશાઓને બળિદાન આપવા માટે હોય તેમ સિંહની પ્રિયાને છરીવડે મારવા લાગે. કેવળ સિંહને ધારણ કરનારી અને કઠોર ડાઢના સમૂહ જેવી તથા નખની કાંતિથી વ્યાપ્ત તે છરી તેના હાથમાંથી તત્કાળ પડી ગઈ. ત્યારે તે સિંહણ કઠોર નખ અને લાંબી દાઢવડે તથા હાથના પ્રહારવડે તે પલ્લી પતિને મારવા લાગી. આ અવસરે સેંકડે સર, ભુસર, સેલ અને ભાલાને એકઠા કરતા ધારણ કરતા), હા ! હા! હા! હા! એમ અતિ મોટા રુદનના શબ્દો વડે વાચાળ મુખવાળા, હા! નાથ ! અમે હણાયા, તમે કેમ આવી અવસ્થાને પામ્યા? હા! હા! આશાને હણનારા હે અધમ વિધાતા ! તે આ ઘણું અયુક્ત કર્યું. હા! ચંડી દેવી! તું પણ આવી કેમ થઈ ? શું કોઈ પણ ઠેકાણે વ્યાક્ષેપવાળી (વ્યાકુળ) થઈ છે. આ પ્રમાણે શોક કરતા ભિલ્લો તરફથી દેડ્યા. ત્યાર પછી સિંહની સુંદરીને યમરાજને ઘેર મોકલીને તે જિલ્લો પહલીપતિને ઉપાડીને પલ્લીમાં ગયાં. કઠોર નખના ઘાતને રૂઝવવા માટે તેઓએ ઉપક્રમ કર્યો, પરંતુ બળ પુરુષની મૈત્રીના ગની જેમ તે સર્વે નિષ્ફળ થયા. પછી દીન, દુસ્થ અને પરિજનની મોટી જીવરક્ષા કરતાં છતાં પણ અત્યંત દુઃખથી પીડા પામેલો તે પહેલી પતિ મરણ પામે. પહેલી પતિના પુત્રરહિતપણાએ કરીને સેવકનો સમૂહ,