________________
ત)
• '
સુંદરીને જેવાથી વસુના જીવને થયેલ જાતિસ્મરણ
[ ૩૦૭ ]
ww
wn૧૧-~
~~
પ્રભાવવાળી ! તારે કોઈક દુષ્કર્મને સમૂહ તને પ્રાપ્ત થયું. તેથી કરીને હમણું તપસ્યાદિકને વિષે વિશેષ ઉદ્યમ કરે યોગ્ય છે.” ત્યારે તેણુએ “તત્તિ” “બહ સારું' એમ કહીને અનિક્ષિપ્ત ( નિરંતર) માસ માસના તપકર્મ કરીને ભેજન કરવાનું આરંવ્યું. તેથી તેનું શરીર ક્ષીણ થયું, અને ઊભા થવું વિગેરે કાર્યમાં અસમર્થ થઈ. ત્યારપછી પ્રવર્તિનીની રજા( આજ્ઞા) લઈને મેટી સમાધિને પામી સર્વ પ્રાણીઓના સમૂહને ખમાવ્યા, ગુરુની સમક્ષ બાલ્યાવસ્થામાં કરેલા વિલાસની વિશેષ કરીને આલેચના લીધી, તથા ચતુર્વિધ આહારનું પચ્ચખાણ અંગીકાર કર્યું. પછી પંચ નવકારનું સ્મરણ કરતી તે મરણ પામીને સનસ્કુમાર દેવકમાં મધ્યમ આયુષ્યવાળા દેવને વિષે દેવપણું પામી. તથા મહાપ્રભાવવાળો ધનદેવ સૂક્ષમ બુદ્ધિવડે ભાર્થીને કપટને વ્યાપાર નિશ્ચય કરીને તત્કાળ સ્મશાનની જેવા ઘરને ત્યાગ કરીને
ગેશ્વર નામના ગણીની પાસે દીક્ષા ગ્રહણ કરીને તેવું કઈક પ્રકારનું ઉગ્ર તપનું અનુષ્ઠાન અંગીકાર કર્યું, કે જેથી ક્ષીણ શરીરવાળો તે અનશન કરીને, પ્રાણ ત્યાગ કરીને સૌધર્મ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી કાળના ક્રમવડે અવીને સુવર્ણપુર નગરમાં શિવધર્મ નામને રાજા થયા. તથા તે દુરાચારી ભાઈની ભાર્યો તેવા પ્રકારના અભ્યાખ્યાન (દોષ) આપવાવડે ઘણા પ્રકારની નિંદાને પામીને વાત, પિત્ત વિગેરેથી ઉત્પન્ન થયેલા રોગ વડે વ્યાકુળ થઈને મરણ પામીને, કેટલાક લાંબા કાળ સુધી સંસારમાં ભમીને, તેવા પ્રકારના વિશેષ અજ્ઞાન તપ કરવાવડે કર્મની લઘુતાને પામીને કોઈક પ્રકારે મંત્રીની પુત્રી થઈ. અને ત્યાં પૂર્વના પ્રતિબંધના વશથી શિવધર્મ રાજાનું ભાયાપણું પામ્યા છતાં પણું દેવપણે થયેલા સાધ્વીને જીવે પૂર્વકાળના ક્રોધના વશથી વિયોગવાળી કરી અને તાપસીનું વ્રત ગ્રહણ કરાવ્યું. ત્યારપછી કાળના ક્રમવડે સનસ્કુમાર દેવકથી અવીને તે ધનવતીને જીવ વાણિજગ્રામ નામના નગરમાં સાંબ નામના વણિકની સુંદરી નામની પુત્રી થઈ. ત્યાં મિથ્યાષ્ટિના સંગવડે અને સારા સાધુના દર્શન નહીં થવાથી તે મિથ્યાત્વને પામી. તથા તે જ નગરમાં રહેનારા વસુમત્રના વસુ નામના પુત્રની સાથે પરણી, યુવાવસ્થાને પામેલી તેણીને વિષે અત્યંત રાગવાળો થયો, થોડા કાળમાં જ તે મરણ પામ્યા. અને તે મહાનુભાવ ગંગાનદીને સામે કાંઠે પારસપુર નામના નગરમાં ગ્રામરક્ષકના પુત્રપણે ઉત્પન્ન થયે. અને તે સ્ત્રી નિષ્કલંક શીલ પાળવામાં તત્પર, પ્રાણનાથના વિયેગરૂપી મહાદુઃખથી પરાભવ પામેલી અને અનેક પ્રકારના અજ્ઞાન તપવિશેષ કરવામાં આસક્ત થયેલી તે માતાપિતાના આગ્રહથી બાર વર્ષ સુધી રહીને પછી મરણને માટે ગંગા સાગર તરફ ચાલી. અનુક્રમે સાર્થની સાથે ચાલતી તે વિધિ(કર્મ)ના વશથી તે જ પારસપુરના સીમાડામાં એક વૃક્ષની નીચે રહી. તે વખતે કોઈ પણ પ્રકારે મિત્રજનની સાથે રમત તે પૂર્વને ભર્તા વસુ તે જ પ્રદેશમાં આવ્યા. ત્યારે તે મહાનુભાવ તેણીને જોઈને “મેં આને ક્યાં જોઈ છે?” એમ ઈહાપહ, માર્ગણ અને ગષણાના વશથી જાતિ સ્મરણને પાયે, અને તેણુને