________________
[ ૩૦૬].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થો :
રજા આપી. પછી સારા તિથિ, મુહૂર્ત અને ચેગને વિષે ગેધર નામના ગણિએ ચતુવિધ સંઘની સમક્ષ તેણીને દીક્ષા આપી, અને રાજિમતી સાધ્વીને સેંપી. તથા “હે મેટા પ્રભાવવાળી! હવે તું શ્રમણ ધર્મને વિષે સારી રીતે વર્તજે” એ પ્રમાણે ધર્મોપદેશ સહિત અનુશિષ્ટિ(આજ્ઞા) આપીને ગોપધાન વિગેરે ક્રિયાના સમૂહને વિષે સારી રીતે પ્રવૃત્તિ વાળી કરી. ત્યાર પછી કેટલાક દિવસ ત્યાં રહીને તે પ્રવર્તિનીએ ત્યાંથી બીજે ઠેકાણે વિહાર કર્યો, તેણીએ પણ તેની સાથે વિહાર કર્યો. આ પ્રમાણે કેટલેક લાંબે કાળ ગયા પછી ફરીથી અનિયમિત વિહારવડે વિચરતી તે પ્રવર્તિની સહિત અરિષ્ટપુરનગરમાં આવી, તેના દર્શનથી ધનદેવ તુષ્ટમાન થયે અને તેની ભાર્યા કષાયવાળી થઈ, પરંતુ પતિની રક્ષા કરવા માટે બાહ્યવૃત્તિથી વિકસવર સુખકમળવાળી થઈને “અહો! બહુ સારું કર્યું કે અહીં વિહાર કરવાવડે અમારા ઉપર અનુગ્રહ કર્યો.” એમ બોલતી તે તે સાધ્વીના ચરણમાં પડી, અને હંમેશાં તેની સેવા કરવા લાગી. તથા ધનદેવ તે દિવસથી ઘરના વ્યાપારને ત્યાગ કરી સમય પ્રમાણે સાધ્વીની સેવામાં તત્પર થયે. “ક તે દિવસ હશે? કે જે દિવસે બહેને અનુસરેલા માર્ગને અંગીકાર કરીને સર્વ સાવઘવ્યાપારને ત્યાગ કરીને પાપરૂપી પર્વતને વજા શનિરૂપ, મોટા કલ્યાણરૂપી વેલડીના સમૂહને જળની નીક( નદી) સમાન, ભવરૂપી સમુદ્રના કાંઠારૂપ સંયમની આરાધના કરતે હું કયારેય વિહાર કરીશ?” એ પ્રમાણે નિરંતર મને રથની ભાવના કરતા અને પુત્ર ગૃહાદિકને એ વસ્તુની બુદ્ધિથી જે તેને તેની ભાર્યાએ જા. “ જ્યારે આ મારો પતિ આ બહેન સાધ્વીને મળે, ત્યારથી આરંભીને જ સર્વને ત્યાગ કરવાની ઈચ્છાવાળો હોય તેમ જણાય છે, તેથી જેટલામાં હજુ દીક્ષાદિક કાંઈપણ ગ્રહણ ન કરે, તેટલામાં મારે તેના અભિપ્રાય વિધાતા કરે એગ્ય છે.” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને મોટા મૂલ્યવાળા સુવર્ણાદિકના આભરણે. ભજનની મધે ગુપ્ત રીતે નાંખીને ભિક્ષા લેવા માટે ઘરમાં પડેલી તેની બહેન સાધ્વીને તેણીએ તે ભેજન આપ્યું. પછી જાણે ઉત્તમ ભાવ હોય તેમ મોટા વિસ્તારવડે તેણીને વાંદીને વિદાય કરી. પછી જેટલામાં તે સાધી કેટલાક પગલાં આગળ ચાલી નહી, તેટલામાં ગૃહકાર્યમાં જોડાયેલા ધનદેવ ભર્તાની પાસે જલદી જલદી જઇને તેણીએ કહ્યું કે-“હે સ્વામી! તારી બહેનના ચરિત્રને તું જે, જે. ઘરને સર્વ સાર લઈને તે અહીંથી નીકળી ગઈ.” તે સાંભળીને “અરે ! મહાપાપણ! એવું કેમ સંભવે ?” એમ કહીને તેણે તે ભાયને તિરસ્કાર કર્યો. ત્યારે તેના વિશ્વાસને(ખાવીને) માટે તે સાધ્વીને પાછી વાળીને પિતાના ઘરમાં આણી, અને કહ્યું કે-“તમારું પાત્ર દેખાડે.” ત્યારે તે સાધ્વીએ તેણીને અભિપ્રાય નહીં જાણવાથી પોતાનું પાત્ર દેખાડયું નહીં, ત્યારે તેણીએ બળાત્કારે તે પાત્ર લઈને તેમાંથી આભરણે બહાર કાઢીને પતિને દેખાડ્યાં. તે જોઈને તે વિલખ થયે (શરમાયો). સાધી પણ પિતાના ઉપાશ્રયે ગઈ, અને તે સર્વ વૃત્તાંત તેણીએ પ્રવત્તિનીને કહ્યો. ત્યારે તેણીએ કહ્યું કે—“હે મટા