________________
=
ધનપતીનું દીક્ષા-ગ્રહણ.
[ ૩૦૫ ]
ઘરને વિષે બમણ કરે છે, તથા વળી તેણીએ આ આપ્યું, આ ખાધું, આ હરણ કર્યું અને આ આચરણ કર્યું.” આ પ્રમાણે દરેક ક્ષણે તે બોલવા લાગી, તથા તેણીને લઘુ છિદ્રને પણ મોટું કરીને પતિને કહેવા લાગી, તે પણ પવનવડે પર્વતના શિખરની જેમ તે પતિનું ચિત્ત જરા પણ ચલાયમાન થયું નહીં. પછી કાળના કેમે કરીને તે સ્ત્રીને પુત્રભાંડ (પુત્ર, પુત્રી) ઉત્પન્ન થયા. અને તેથી અવકાશ મેળવીને તે વિષે કરીને પરિજનોને આજ્ઞાના નિર્દેશમાં સ્થાપન કરવા લાગી. બહેનની સાથે મોટા ટ્રેષને કરતી અને બીજા શ્રેષને નહીં જેતી તે પતિને કહેવા લાગી, કે-“આ બહેન આ પ્રમાણે શુદ્ધ શીળવાળી નથી, તે તે સ્થાને વિષે વર્તતી તેને મેં દેખી છે અને સાંભળી છે.” આ પ્રમાણે તેને આશ્રીને દરેક માણસ પ્રત્યે બેલતી તે ભાર્યાને ભાઈએ કઠોર વાણવડે તિરસ્કાર કર્યો, ત્યારે તે રેતા છોકરાવાળા ઘરને છોડીને મોટા કેપથી બીજે ઘેર ગઈ. આ સર્વ વૃત્તાંત બહેને જા. ત્યારે દુશીલપણાના દોષને પામેલી તે ભેજનને ત્યાગ કરીને “હવે હું શુદ્ધ થઈશ ત્યારે ખાઈશ.” એમ નિશ્ચય કરીને ઘરના એક ખૂણામાં સંતાઈને રહી. પછી મધ્યાન્હ સમયે ધનદેવ દુકાનના માર્ગથી ઘેર આવ્યા. ત્યાં ધનવતીને નહીં જેતે અને બાળકે ને રડતા જોઈને તે પૂછવા લાગે, કે-“ધનવતી ક્યાં છે?” ત્યારે ચાકરેએ કહ્યું કે-“આ ઠેકાણે રહેલી છે.” ત્યારે તે તેની પાસે આવ્યું, અને કહેવા લાગ્યો કે-“હે બહેન ! ઘરના વ્યાપારને ત્યાગ કરીને આ પ્રમાણે તું કેમ વતે છે?” ત્યારે તેણીએ પિતાને વૃત્તાંત કહ્યો. તે સાંભળીને અશ્રના જળવડે વ્યાપ્ત નેત્રવાળો તે તેણીના ચરણ ઉપર પિતાનું મસ્તક મૂકીને ત્યાં સુધી રહ્યો, કે જ્યાં સુધી કેપને ત્યાગ કરીને તે તે સ્થાનથી ઊભી થઈ, અને ઘરનું કાર્ય ચિંતવવા (કરવા) લાગી. તથા રડતા પુત્રથી સંતાપ પામેલે તે પોતાની ભાર્યાને પણ ઊંચાનીચા (સારા નરસા) વચનવડે સ્થાપન(સ્થિર) કરીને ઘેર લાવ્યું. પછી પૂર્વના પ્રવાહ વડે (પ્રથમની જેમ) ઘરના માણસો વર્તવા લાગ્યા. ત્યાર પછી કેઈક સમયે બહેને વિચાર કર્યો કે-“હવે મારે ઘરમાં રહેવું
ગ્ય નથી. જો કે કપટ રહિત પ્રેમના અનુસંબંધવાળા આ મારા ભાઈને પિતાની મર્યાદા ઉલ્લંઘન કરાવવાને ઇંદ્ર પણ શક્તિમાન નથી, તે પણ આ ભેજાઈ મર્યાદા રહિત છે, અને બાળકોને ત્યાગ કરી બીજે ઘેર જતી રહે છે, તેથી ભાઈને તે મોટું સંતાપનું કારણ છે. તેથી ચિત્તના સંતાપને ઉત્પન્ન કરનારા આ ઘરવાસવર્ડ શું?” આ પ્રમાણે તે વિચાર કરતી હતી તે સમયે ઘણી સાધ્વીઓના પરિવારવાળી રાજિમતી નામની પ્રવતિની (ગુણ) તે ગામમાં આવી. તેની પાસે તે ગઈ. ધર્મદેશના સાંભળી તેથી સંવેગના સારવાળી અને ધર્મના વ્યાપારમાં સમુખ એવી તેને બુદ્ધિ ઉત્પન્ન થઈ. પછી તે વાંચીને પિતાને ઘેર ગઈ. ત્યાં ભાઈને પિતાને અભિપ્રાય કહ્યો. તે સાંભળીને તે શોક કરવા લાગ્યો ત્યારે તેણીએ ધીમે ત્યાં સુધી તેને સમજાવ્યું, જ્યાં સુધી મોટા આગ્રહથી તેણને તેણે
'