________________
+
--
-
-
- -
-
-
-
કે
-
".
-
[ ૩૦૪ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થે :
ભાવ થયે. તેણે એક દિવસ મને કહ્યું, કે-“મારી પાસે સુગુરુના ઉપદેશથી પ્રાપ્ત થયેલ યક્ષિણી કલ્પ છે. જે તે સહાયકારક થાય, તે કેયૂર નામના વિવર(ગુફ)માં પ્રવેશ કરવાવડે પોતે જ જોયેલે થાય (સિદ્ધ થાય).” ત્યારે મેં તે અંગીકાર કર્યું. પછી આ વાત માતાપિતાને કહા વિના જ હું યેગીની સાથે કેયૂર વિવર તરફ ગયે. ત્યાં બળિદાન કરવાપૂર્વક અમે બન્નેએ પ્રવેશ કર્યો, અને કલ્પમાં લખેલાને અનુસરીને ઘણા પૃથ્વી ભાગને અમે ઉલંઘન કર્યો, અને ભવનની મધ્યે રહેલા મણિમય સિંહાસન ઉપર બેઠેલી તથા તેની બન્ને બાજુ દાસ દાસીને ચપળ હસ્તતળવડે અત્યંત ચલાવેલા ચામર વાળી ભગવતી યક્ષિણીને અમે જોઈ. તેને જોઈને જાણે નિધાન પ્રાપ્ત થયું હોય તેમ અમે ખુશ થયા. પછી યથાયોગ્ય પ્રતિપત્તિ (સેવા-પૂજા) કરીને અમે મણિપીઠિકા પાસે બેઠા. પછી યક્ષિણીએ અમને કહ્યું કે “તમે આવ્યા?” એમ તેણે પૂછયું, ત્યારે અમે કહ્યું કે-“હે દેવી ! તમારા ચરણકમળના પ્રભાવથી અમે અહીં આવ્યા.” ' યક્ષિણીએ કહ્યું “જે નગરમાંથી તમે આવ્યા છે, તે નગરમાં નાગબળ નામનો રાજા છે. ” ત્યારે મેં કહ્યું-“હે દેવી! હા. એમ જ છે.” પછી એક ક્ષણ નિમન કરીને દેવીએ કહ્યું, કે-“નાગબળ રાજાને શ્રીધર નામે પુત્ર છે?” મેં કહ્યું-“હે દેવી ! હા. એમ જ છે.” ત્યારે યક્ષિણીએ કહ્યું કે “તે મહાનુભાવ આ ભવની પૂર્વને ચોથા ભાવમાં મારો ભાઈ હતે.” ત્યારે અમે કહ્યું કે-“હે દેવી ! હમણાં (આ ભવમાં) તેનો વિયોગ કેમ થયે ?ત્યારે દેવીએ કહ્યું કે-“આ વાત મૂળથી સાંભળો–
મરડુ દેશમાં અરિષ્ઠપુર નામનું નગર છે. ત્યાં અશકદર નામે વણિક હતે. તેને ધનદેવ નામે પુત્ર હતા, અને ધનવતી નામની પુત્રી હતી. તે બને પરસ્પર વધતા પ્રેમવાળા વૃદ્ધિ પામ્યા. કેઈક દિવસે અશોકદર મરણ પામે. ત્યારે ભાઈએ બહેનને ગૌરવવડે વૃદ્ધિ પમાડી અને યોગ્ય સમયે પરણાવી. બાપના થોડા પણ વિરહને નહીં સહન કરતી તેને મોટા કણથી સાસરાને ઘેર લઈ ગયા. ત્યાં દેવના દુષ્ટ યોગવડે કરીને શળની વેદના ઉત્પન્ન થવાથી તેણીને ભર્તા મરી ગયે. તેનું પારલોકિક કાર્ય કરીને તે ભાઈને ઘેર પાછી આવી. ભાઈએ કમળ વાણીવડે તેણીને કહ્યું કે-“હે બહેન! તું સંતાપ કરીશ નહીં, અને જરા પણ દીનતા કરીશ નહીં. મારા ઘરમાં તું જ પ્રમાણભૂત (મુખ્ય) છે. જે માણસ તારું થોડું પણ પ્રતિકૂળપણું કરશે, તે મારો માટે શત્રુ જાણુ.” આ પ્રમાણે સાંભળીને તેણીને સંતાપ કાંઈક શાંત થયે, અને ભાઈના ઘરની ચિંતા કરવા (સારસંભાળ કરવા) લાગી. પરંતુ ભાઈની ભાર્યાને અમર્ષ (ક્રોધ) ઉત્પન્ન થયે, તેથી “મારા જીવતાં છતાં કેણુ આ ઘરના સ્વામીપણાને પામી છે?” એમ દરેક દિવસે વૃદ્ધિ પામતા અપરિમિત (મોટા) ચિત્તસંતાપવાળી તે તેણના છિદ્ર (ષ) જેવા પ્રવતી. તથા પિતાના પતિને કહેવા લાગી, કે “આ તારી બહેન હંમેશાં ગૃહકાર્યની - આ પ્રમાણે ઉપેક્ષા કરે છે, આ પ્રમાણે કઠોર શબ્દ બોલે છે, આ પ્રમાણે જુદા જુદા