________________
દ િશ્રીધર રાજવીને કહેલ સ્વવૃત્તાંત.
[ ૩૦૩]
વિશેષ કરીને ગશીર્ષ(ચંદન) અને અગરૂના સારભૂત કાછવડે તે રાજાના શરીરને સત્કાર( સંસ્કાર) કરીને તે ઠેકાણે મોટે થુભ(સ્તંભ) સ્થાપન કરીને તેઓ પિતાને સ્થાને ગયા. આ પ્રમાણે શિવધર્મ રાજાને જીવ મટી દેવલમીને ચિરકાળ સુધી જોગવીને જિતેંદ્રના ચરણનું સ્મરણ કરતો તે મહાત્મા ત્યાંથી ચળે. પછી આ જ ભરતક્ષેત્રને વિષે પોતનપુર નામના નગરમાં નાગબળ નામના રાજાની સુંદરી નામની રાણીના ગર્ભને વિષે પુત્રપણે પ્રગટ થયે. ગ્ય સમયે તેનો જન્મ થયે અને તેનું વર્ધાન થયું. પછી યોગ્ય સમયે તે પુત્રનું શ્રીધર નામ સ્થાપન કર્યું. પછી પાંચ ધાવમાતાવડે પાલન કરાતે તે તમાલ વૃક્ષના બાળક(નાના તમાલ વૃક્ષ)ની જેમ દેહના ઉપચય વડે વૃદ્ધિ પામ્યો. પછી કળાના સમૂહનો અભ્યાસ કરી સમાન વયવાળા સામંત રાજાના પુત્રની સાથે વિવિધ પ્રકારની કીડાવડે કીડા કરતો તે દિવસેને નિર્ગમન કરવા લાગ્યો. પછી મોટા યોવનને પામેલા તેને નહીં ઈચ્છતા છતાં પણ પ્રસેનજિત રાજાની રાજીમતી નામની કન્યા પરણાવી. તેણની સાથે સમયને યોગ્ય કોઈ વખત વિષયના વ્યાસંગ(આસક્તિ )વડે, કઈ વખત હાથી અને અશ્વના વાહનવડે, કઈ વખત ચિત્રવિચિત્ર પાંદડાને છેદવાના વિને દવડે અને કોઈ વખત ગૂઢ શાસ્ત્રના પદાર્થની ભાવનાવડે તે વર્તતું હતું, તેવામાં કઈ એક દિવસે રાજસભાને વિષે સર્વ સામતે, મંત્રીઓ, સંધિ પાળે અને સેનાપતિ વિગેરે પ્રધાન જનની મથે રહેલા રાજાની પાસે તે બેઠો હતો અને વિવિધ પ્રકારની વાત થતી હતી ત્યારે વિનયથી મસ્તકને નમાવતા પ્રતિહારે આવીને વિનંતિ કરી, કે-“હે દેવ ! હજારો વાર પૂછયા છતાં પણ પ્રજનને નહીં કહેતે કોઈ એક પુરુષ કેવળ તમારા દર્શનને જ ઈચ્છતો દ્વારમાં રોકેલો રહ્યો છે. ” રાજાએ કહ્યું, કે-“તેને અહીં પ્રવેશ કરાવ.” ત્યારે પ્રતિહારે તેને પ્રવેશ કરાવ્યું. પછી તે રાજાના પગમાં પડીને (નમીને) વિનંતિ કરવા લાગે, કે-“હે દેવ ! હું આ નગરમાં જ રહેનાર ભાનુ નામના બેકીને દત્ત નામને પુત્ર છું. સર્વ વ્યસનના સંગમપણાએ કરીને નિરંતર ધનના નાશને કરતા મને મારા પિતાએ કહ્યું, કે –“હે વત્સ ! જેમ મધમાખીઓ વડે માત્ર મુખમાં જ ગ્રહણ કરેલા રસના કણિયાના સમૂહ એકઠા થવાથી કેટલેક કાળે ઘરની જેવડે મધના બિંદુને સમૂહ થાય છે, તેમ ઘણા પ્રકારના કર્મ, શિલ્પ, વેપાર અને વિદ્યાવડે એક એક કેડીને એકઠી કરવાથી ઘણે કાળે ધનની વૃદ્ધિ થાય છે. ઘણે પ્રકારે વૃદ્ધિ પમાડે તે ધનને સમૂહ પણ મોટા પવનવડે રૂના ઢગલાની જેમ વેશ્યા અને જુગાર વિગેરેવડે નાશ પામે છે તેથી હે પુત્ર! જે તે પરિમિત વ્યય (ખર્ચ) કરતે વર્તે, તે સુખેથી તારે નિવહ થાય, અન્યથા તું જલદીથી અત્યંત દુઃખને પામીશ.” તે સાંભળીને પિતાની પાસે “જેમ તમે કહો છો તેમ હું વતીશ.” એમ માત્ર વચનવડે જ અંગીકાર કરીને ફરીથી હું ઈચ્છા પ્રમાણ ધનનો ખર્ચ કરવા પ્રવર્યો. ત્યાર પછી કોઈક દિવસે સૂરદેવ નામના એક ગીની સાથે મારે પ્રીતિ