________________
દેવળને શેકનિવારણ કરવા રાજાએ આપેલ ઉપદેશ.
[ ૧૭ ]
અસમર્થ થવાથી તમને આ વૃત્તાંત કહેવાને હું આવ્યો છું.” આ પ્રમાણે તેણે પોતાનું વૃત્તાંત કહ્યું ત્યારે સર્વ સભાના લોકે હસવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે-“હે દેવ ! હમણાં ધર્મોપદેશ આપનારા સાધુઓને સંકટ પ્રાપ્ત થયું, કે જ્યાં આવે અન્યાય કહેવામાં આવે છે.” ત્યારે કાંઈક હસતા (ફરકતા) એાછપુટ, દેહ અને "સ્તકવાળા રાજાએ કહ્યું કે-“અરે મુગ્ધ! જે સંસારના નિર્વેદનથી અથવા મરણના ભયથી તારા પુત્ર પ્રજ્યા અંગીકાર કરી, તે તેમાં શું સાધુને દૂષણ પ્રાપ્ત થયું ? વળી હે મૂઢ! તારા ભાઈ, પુત્ર અને નેતૃ વિગેરે મરી ગયા, તેના સંબંધી કોઈ શક નથી, અને જે મહાનુ ભાવો સંસારનું ક્ષણભંગુરપણું જોઈને (જાણીને) અને ધર્મને સાધવામાં તત્પર એવું મરણ પણ સારું છે.” એમ ભાવના ભાવીને દીક્ષા અંગીકાર કરી, તેને તું આ પ્રમાણે શોક કરે છે? અહે! તારી મહામોહની મૂઢતા ! અહા ! તારું વિચાર રહિતપણું ! વળી આ જગતમાં જે ધર્મ રહિત મરણ પામે છે તે અત્યંત શોક કરવા લાયક છે, પરંતુ જે ધર્મને પામ્યા હોય તે જીવિતમાં અને મરણમાં બનેમાં કીર્તિના સ્થાનને પામે છે. કુટુંબના ક્ષય થયા છતાં પણ જે ધર્મને પાપે તે જ હૃદયમાં ખટકે છે અને બાકીનું જરાપણ ખટકતું નથી. અહા ! મેહનું માહાસ્ય કેવું છે? જે અગ્નિથી ઘર બળતું હોય ત્યારે કોઈ ઈષ્ટ માણસ ત્યાંથી નાશી જાય, તે તેને શું તે ઘરની અંદર અંધ? આમ કરવું શું યોગ્ય છે? તે જ પ્રમાણે જે તે કઈ પણ વૈરાગ્યના કારણથી ગ્રહવાસનો ત્યાગ કરી ધર્મને પામ્યો છે, તે તેને ત્યાંથી પાછા વાળવો શું યોગ્ય છે? આ લોક નિરંતર મૃત્યુ, જરા, રેગ અને શોક વિગેરરૂપ અગ્નિવડે બળાતે જ છે તેમાંથી નીકળતા જીવને જે નિવારણ કરે, તે માટે શત્રુ જ છે.” આ પ્રમાણે રાજાએ કહ્યું, ત્યારે યથાર્થ બેધને પામેલે તે દેવળ પિતાના હસ્તસંપુટને કપાલતલ ઉપર સ્થાપન કરીને ' કહેવા લાગ્યા, કે-“હે દેવી! તમે સાચું કહ્યું. હું શું કરું ? કે જેથી કોઇ પણ મોહના દુર વિલાસવડે પ્રત્યક્ષ દેખાતા ગુણવાળો ધમર્થમાં પણ મારું મન પ્રવર્તતું નથી, અને સમગ્ર દેષના સમૂહરૂપ સંસાર સંબંધી કાર્યમાં મોટા ઉત્સાહથી પ્રવર્તે છે. માત્ર હમણાં હે દેવ ! તમારા વચનરૂપી અંજનશલાકાવડે મોહરૂપી અંધકારને નાશ થવાથી મારા પુત્ર આચરણ કરેલા માર્ગને અંગીકાર કરવા મારું મન ઈચ્છે છે. તેથી હવે હું તે જ ભગવાન ધમોચાર્યની પાસે જાઉં અને દીક્ષા ગ્રહણ કરું.” તે સાંભળીને પહેલાં પણ કામાદિકથી ચિત્તમાં વૈરાગ્યને પામેલો, સદગુરુના દર્શનને ઇચ્છતો, તે દેવળના કહેવાથી વિશેષ વૃદ્ધિ પામેલા ઉત્સાહવાળો અને કેટલાક પ્રધાન પુરુષો વડે પરિવરેલો તે રાજા તત્કાળ તૈયાર કરેલા જયહસ્તી ઉપર ચડીને તે જ દેવળ નામના ગૃહપતિએ દેખાડેલા માર્ગ વડે નંદન ઉધાનમાં ગયા. ત્યાં શ્રેષ્ઠ હાથી ઉપરથી નીચે ઉતર્યો. મોટા વિનયવડે ગુરુને વાંદા. તે ગુરુએ તેને ધર્મલાભ આપે. ત્યારે તે ઉચિત આસને સ્થાને) બેઠે.
૩૮