________________
[ ૨૯૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થો :
બિચારા શું ખેલે છે ? ” પ્રતિહારે કહ્યું કે હું દેવ ! હું કાંઇ પણ જાણતા નથી. ” રાજાએ કહ્યુ` કે–“ તેને અહીં ખેલાવીને પૂછ. ' ત્યારે પ્રતિહારે તેને સભામાં પ્રવેશ કરાભ્યા. રાજાએ તેને પૂછ્યું કે-“ અરે ! કણે તારા પરાભવ કર્યાં છે? ” ત્યારે તેણે કહ્યું કે હૈ દેવ ! સાંભળેા. —
આજ નગરમાં હું દેવલ નામના ગૃહપતિ છું. મારે નાના ચાર ભાઈ છે અને ચાર બહેના છે, તથા પુત્રા, પુત્રી અને તેના પણ પુત્રા અને પુત્રી, તથા બહેનેાના પુત્રા અને પુત્રીઓ ઘણા છે. તે સર્વે અત્યંત સ્નેહથી બંધાયેલા વસે છે. તે સર્વે સરખા હૃદયપણાએ કરીને વર્તતા ગૃહકાર્યનું ચિંતવન કરવામાં તત્પર થઇને દિવસે નિ મન કરે છે. એક વખત કેઇ પણ સુકૃતના ત્યાગવડે અથવા અકાળે કાપ પામેલા યમરાજના વશથી મંત્રતંત્રના ઉપચારને નહીં ગણુતા અને તથાપ્રકારના, . પ્રતિવિધાનને નિષ્ફળ કરતા મહાભ્યાધિ મારા કુટુંબને પ્રાપ્ત થયા. એ ત્રણ દિવસ ગ્લાનપણું પામીને દેવતાએ માગેલું આપવું, શાંતિકરણ અને ગ્રહપૂજા વિગેરે વિવિધ ઉપાયે કર્યા છતાં પણ મનુષ્યા નાશ પામવા લાગ્યા. તેમના મરણુના મહાદુ: ખરૂપી તીક્ષ્ણ ભાલાવડે વિધાયેલા હૃદયવાળા, તેના ઉપશમના કાઇ પણ ઉપાયને નહીં જોતા અને પેાતાના પણુ મરણની શકાને પામેલા હું જેટલામાં રહું છું. તેટલામાં છાયાની ક્રીડાની જેમ, ગંધ નગરની જેમ, માયા ઇંદ્રજાળના વિલાસની જેમ, અને સ્વપ્નમાં જોયેલા વસ્તુના સમૂહની જેમ સ` કુટુંબ નાશ પામ્યું. માત્ર અધમ યમરાજના ભયધી ભય પામેલા અને છેઠેલા પત્રની જેમ કંપતા મને અને મારા મેાટા પુત્રને તેમના મ્રુતકા કરવા માટે ભગવાન વિધાતાએ બચાવ્યા. મરેલાના પારલૌકિક કૃત્ય કરીને શૂન્ય ઘરની જેમ પાતાના ઘરના ત્યાગ કરીને હું આમતેમ રહેવા લાગ્યા. અન્ય દિવસે તે મારે માટા પુત્ર નંદનાદ્યાનમાં સમવસરેલા, ઘણા સમૂહથી રિવરેલા અને અનેક ભવ્ય પ્રાણીઓને ધર્મના ઉપદેશ આપતા વિજયઘાષ સૂરિની પાસે કાઇક રીતે ગયા. ત્યાં તે સૂરિએ શું મનને માહ પમાડનાર ચૂર્ણ નાંખવાવડે કે શું ઉગ્ર વિદ્યાના ખળવટે તેને વશ કર્યાં ? તે જાણી શકાતુ નથી. પછી મસ્તકના કેશના સમૂહના લાચ કરી હસ્તતળને વિષે ધારણ કરેલા કામળ પેરત અને રપિષ્ઠિકા વિગેરે ઉપગરણુવાળા અને ધર્મ ધ્યાનને પામેલા તે સત્ર શેાધ કરતા મેં આજે મહાકષ્ટવડે. જોયા, અને મેં તેને પૂછયું કે-“ હે વત્સ ! તે આ શું આરછ્યું ( કર્યું' ) ? ” તે જાણે મને ન ઓળખતા હાય તેમ કાછની જેવા મૌનને આલખન કરીને રહ્યો. ઘણી વાર ખેલાવ્યા છતાં પણ જેટલામાં તે કાંઈપણ ન આવ્યે તેટલામાં હું પૃથ્વીનાથ ! પૂર્વ નાશ પામેલા કુટુંબના દુ:સહુ શાકના આવેગવાળા હું બીજું
૧. પાતાના શરીરની છાયા સાથે ક્રીડા કરવાની જેમ. ૨ મુખવત્રિકા. ૩ એધેા. .
હજારગુણા થયેલા, કાંઇ પણ કરવાને