________________
ગુરુમહારાજે વર્ણવેલ ધર્મધ્યાનને અનુપમ વિધિ.
[ ર૮૩].
• અવંધ્ય ઔષધ સમાન તે છે. અનંત કેવળજ્ઞાનવડે તેમણે સમગ્ર વસ્તુનો પરમાર્થ પ્રગટ
કર્યો છે, દુઃખેથી કરી શકાય તેવા સંસારરૂપી મોટા સમુદ્રમાં પડેલા છોને ઉદ્ધાર કરવામાં તેમનું સામર્થ્ય છે. તથા ત્રણ લેકના મુગટ સમાન, ત્રણ લેકના ગુરુ, ત્રણ લેકના જીએ નમેલા ચરણવાળા, ત્રણ લેકને ઉદ્ધાર કરવાના મહામ્યવાળા જિતેંદ્રનું ધ્યાન કરવું. ત્રણ છત્ર અને કલ્પવૃક્ષની નીચે સિંહાસન ઉપર બેઠેલા પ્રાણીઓને ઉપકાર કરવામાં તત્પર, મોક્ષમાર્ગના ધર્મને ઉપદેશ આપતા, લેકના પાપને નાશ કરનાર, પ્રાણીઓની સર્વ સંપદાના મૂળરૂપ, સમગ્ર લક્ષણેને ધારણ કરનારા, સર્વોત્તમ પુણ્યને ઉત્પન્ન કરનારા, ધ્યાન કરનારાઓને મોક્ષપદ સાધનારા, મહાયોગીના મનને આનંદ આપનારા, જન્મ, જરા અને રોગ રહિત થયેલા, સિદ્ધની જેમ ધર્મરૂપી કાયામાં રહેલા, હિમ, હાર અને ગાયના દૂધ જેવા નિર્મળ (ઉજવળ), અને કર્મના સમૂહને નાશ કરનાર એવા જિનેશ્વર પિતાની પાસે જ હોય તે પ્રતિભાસ થાય, ત્યાં સુધી નિશ્ચય ચિત્તવાળા થઈને ધ્યાન કરજે. તેનાથી પણ વધારે ભક્તિવાળો થઈને, ભૂમિ ઉપર જાનુને રાખીને તથા મસ્તકને નમાવીને જિનેશ્વરના ચરણને સ્પર્શ કરતા પિતાના આત્માને માન. જિનેશ્વરે રક્ષણ માટે આ અંગીકાર કર્યું છે, તે કર્મરૂપી પંકને નાશ થવાથી તે સ્વરૂપ દેવાદિકે પણ જાયું છે, એમ ચિંતવવું. ત્યારપછી તે જિનેશ્વર જાણે પાસે જ વતે છે એમ ધારીને ગંધાદિકવડે તેની સર્વાગ પૂજા કરવી, સ્તુતિ કરવી, અને બાધિલાભાદિકની પ્રાર્થના કરવી. આ પ્રમાણે નિત્ય અભ્યાસ કરવાથી જિનેશ્વરના ગુણ અને રૂપાદિકનો સમ્યક્ પ્રતિભાસ થાય છે, સંવેગ થવાથી કર્મો ક્ષય થાય છે, શુદ્ધ જનેવિડે અલંઘનીયપણું અને વચનનું અપ્રતિહતપણું પ્રાપ્ત થાય છે, રેગાદિકની અત્યંત શાંતિ થાય છે, અર્થને ઉપાર્જન કરવાના હેતુઓનું અવધ્યપણું, પ્રાપ્તિપણું અને સમર્થપણું થાય છે. તથા એકાગ્ર ચિત્તવાળો થવાથી સૌભાગ્યાદિકને પણ પામે છે. અથવા આ સર્વ કેટલું માત્ર છે? મનુષ્ય, દેવ અને મુક્તિના સુખ પણ વિલંબ રહિતપણે હસ્તના વિષયને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે હંમેશાં સમવસરણમાં રહેલા જિનેશ્વરનું સ્મરણ કરી, તેને અંતે ધ્યાનને સંવર કરી ઉચિત કાર્યમાં પ્રવર્તવું. આ પ્રમાણે હે દેવાનુપ્રિય દેવપ્રસાદ ! જે તું તારા કલ્યાણને ઈચ્છતા હોય તે પરમ ગુરુએ રચેલા આ ધ્યાન વિધિને તું સમ્યફ પ્રકારે અંગીકાર કર.” આ સર્વ સાંભળીને દેવપ્રસાદે કહ્યું કે-“હે ભગવાન ! ચિંતામણું રત્નને કોણ ગ્રહણ ન કરે?” ત્યારે શિવ, દેવપ્રસાદ અને અમાત્ય વિગેરે સર્વેએ જિન ધર્મ ગ્રહણ કર્યો. દેવપ્રસાદે ધ્યાનના પરમાર્થને ગ્રહણ કરવામાં અને જાણવામાં સારભૂત ગૃહસ્થ ધર્મકાર્યને વિધિ જા. પછી અમાત્ય વિગેરેને અંતરાય કર્મ ક્ષીણ થનાથી રાજસન્માન વિગેરે વૈભવને વિસ્તાર પ્રાપ્ત થયે. કાળના કેમે કરીને મેટા ધ્યાનમાં આરૂઢ થવાવડે કર્મને ક્ષય થવાથી દેવપ્રસાદ પણ રાજાના મોટા પ્રસાદને પામે, અને સમૃદ્ધિને પામેલે તે કોઈ પણ રીતે તથા પ્રકારે વિશેષે કરીને જિનેશ્વરના વંદન, પૂજન, પર્યું પાસના અને શાસન પ્રભાવના વિશે