________________
[ ર૮૨ ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૪ શેઃ
એમ જે તે પૂછયું હતું, તેમાં તે દુષ્કર્મ તમે પ્રાયે કરીને ખપાવ્યું છે, પરંતુ દેવપ્રસાદનું તે દુષ્કર્મ હજુ પણ કાંઈક ખાવાનું બાકી છે.” ત્યારે તે આ પ્રમાણે સાંભળીને અત્યંત ભય પામે, અને મુનિના ચરણમાં પડીને વિનંતિ કરવા લાગ્યા, કે-“હે ભગવાન! તેને ખપાવવાને કાંઈક પણ ઉપાય મને કહો.ત્યારે ભગવાને કહ્યું કે-“હે વત્સ! મોટા નિશ્ચય વિના તેના ખપાવવાના ઉપાયો નિર્વાહ કરી શકાશે નહીં. ” દેવપ્રસાદે કહ્યું કે“હે ભગવાન! તમે એવી શંકા ન કરે. દુઃખનો વિપાક મેં પ્રત્યક્ષ જોયે છે, તેથી મને હવે અનિશ્ચય શો હોય?” તે સાંભળી તેની યોગ્યતા જાણીને સમગ્ર કર્મરૂપી વૃક્ષનું ઉમૂલન કરવામાં વાયુ સમાન ધર્મધ્યાનને વિધિ કહેવાનું મુનિએ શરૂ કર્યું.
પૂર્વ દિશાની સન્મુખ કે ઉત્તર દિશાની સન્મુખ થઈને પવિત્ર આચારવાળે, ધ્યાતા ( ધ્યાન કરનાર), સમાધિયુક્ત, સુખાસન ઉપર બેઠેલે, પવિત્ર શરીરવાળે, પલાંઠી બાંધીને . (વાળીને), મન, વચન અને કાયાના વ્યાપારને રુંધીને, નાસિકાના અગ્રભાગ ઉપર નેત્ર રાખીને, શ્વાસ અને વિશ્વાસને મંદ કરીને, પિતાના દુશ્ચરિત્રની નિંદા કરતો, સર્વ પ્રાણીઓને ખમાવતે, પ્રમાદને નાશ કરતો, તથા જિનેશ્વરના ધ્યાનમાં જ એકચિત્તવાળે થઈને ગણધર ગુરુનું સ્મરણ કરવું, તથા વાયુકુમાર દેવેએ શુદ્ધ કરેલા, મેઘકુમારે એ સીચેલા (છાંટેલા), તથા અતુદેવતાઓએ જાનુ પર્યત વિખેરેલા પુષ્પવાળા પૃથ્વીભાગને વિષે વૈમાનિક, તિષિક અને ભુવનવાસી દેએ અનુક્રમે મણિ, સુવર્ણ અને રૂપાના મનહર ત્રણ પ્રકાર(ગઢ) રયા હોય છે, પાદપીડ સહિત અને ત્રણ છત્ર સહિત શ્રેષ્ઠ સિંહાસન સહિત ભામંડળ, ચૈત્યતર અશોકવૃક્ષ) અને તેરણ વિગેરેવડે વ્યાસ, ચક્રવજ, સિંહવા, ધર્મધ્વજ અને વિજ પટવડે શેભે છે, વ્યંતરદેવેએ કરેલા સુવર્ણ કમળના ડોડાના મધ્ય ભાગમાં પાદયુગલને ભગવાન મૂકે છે, તેની આગળ ધૂપઘડી ચાલે છે અને ચામર વીંઝાય છે, તથા દેને સમૂહ જય જય શબ્દની ઘોષણા કરે છે, આગળ ચાલતા ઇંદ્રો માર્ગમાં રહેલા લેકેને દૂર રાખે છે. પૂર્વ દ્વારથી ભગવાન સમવસરણમાં પ્રવેશ કરે છે. દેના વાજિત્રના શબ્દના સમૂહવડે આકાશનું વિવર ભરાઈ જાય છે. પછી જિનેશ્વર પૂર્વ દિશાની સન્મુખ બેસે છે, બાકીની ત્રણ દિશામાં દે ભગવાનના પ્રતિરૂપ કરે છે. રત્નના બનાવેલા દંડવાળા વેત ચામરને ઇદ્રો હર્ષ સહિત પિતાના હાથ વડે પ્રભુને વિઝે છે, ચારે દિશાના ખૂણામાં (વિદિશામાં) રહેલા ભવ્ય જીવોના સમૂહ પ્રભુના પાદરે સેવે છે, તથા બીજા પ્રકારના વલયની અંદર વિવિધ પ્રકારના તિર્યંચના સમૂહ પરસ્પર વૈરભાવને ત્યાગ કરીને રહે છે અને પ્રભુના પાદને સેવે છે. પ્રભુનું સર્વ અંગ એક સમયે જ ઊગેલા બારે સૂર્યમંડળની જેવું દેદીપ્યમાન હોય છે, પ્રભુનું રૂપ સુરેંદ્ર, અસુરેંદ્ર વિગેરેના સમૂહવાળા ત્રણે લોકને જીતનારું હોય છે તથા તેણે મેહરૂપી વૃક્ષનું ઉમૂલન કર્યું છે, રાગરૂપી મોટા રોગને નાશ કર્યો છે, કે પરૂપી અગ્નિને શાંત કર્યો છે (બુઝળે છે ), તથા સમગ્ર દેષરૂપી વ્યાધિનું