________________
નંદ તથા કંદનું તિર્યંચાદિ ગતિમાં ભ્રમણ
| [ ૨૭૯ ]
થાય છે, ત્યાં ત્યાં અત્યંત ઉદ્યમ કરતા છતાં પણ તેઓને ભેજનાદિકની પ્રાપ્તિ અવશ્ય થતી નથી. લેભથી પરાભવ પામેલા ચિત્તવાળા પ્રાણીઓ આ જગતમાં જે પાપનાં કર્મો કરે છે, તે કર્મો પરિણામે બાધા કરે છે. જેમ લુબ્ધ અને મુગ્ધ બિલાડે પિતાના મસ્તક ઉપર રહેલા ગાઢ લાકડીના ઘાતને નહીં તે એકદમ દૂધ તરફ અનુસરે છે, તેમ રાગાદિવડે મોહ પામેલા મનવાળા પણ અકૃત્યથી ઉત્પન્ન થયેલી દુઃખની પરંપરાવડે કટુક વિપાકને નહીં જાણતા અકૃત્યનું આચરણ કરે છે. દાહ જવરથી પરાભવ પામેલા માણસો જેમ સારા રસવાળા રસાલુને પીએ છે, અને પછી તે અપથ્યથી હણાઈને કાણની જેમ નિચેષ્ટ પડે છે, તેમ અજ્ઞાનથી હણાયેલા પ્રાણીઓ મોટા રસ વડે કરીને અકૃત્યને સેવે છે, તેથી તેના કટુ વિપાકથી હણાયેલા તેઓ દુઃખના સમૂહને સહન કરે છે. થોડા દિવસના જીવિતને માટે જે પ્રાણીઓ જે પાપના સમૂહને ઉપાર્જન કરે છે, તે સરસવ માત્રના સુખને માટે મેરુપર્વત જેવડા મોટા દુઃખને ઉપાર્જન કરે છે. ઘણું કહેવાથી સર્યું. નંદ અને કંદ તથા તે સ્ત્રીઓ દરેક જન્મમાં સુધાવડે હણાઈને તિર્યંચાદિક ગતિને વિષે ઘણા અંતરાય કર્મની નિર્જરા કરીને કાપીલ્ય નગરમાં નંદને જીવ સાગર છીને પુત્ર ધનદેવ નામે થયે, અને સકંદ તેને જ નાન ભાઈ ભાનુદત્ત નામે થયે, તથા સુંદરી અને શીલવતી તેમની જ નાની બહેને એમાં અને સીતા નામે થઈ. પૂર્વભવના લાંબા સહવાસને આશ્રીને તેમના ચિત્ત પરસ્પર ગાઢ પ્રેમથી બંધાયા. સર્વે અનુક્રમે વૃદ્ધિ પામ્યા, અને યોગ્ય કળાની કુશળતાવાળા થયા. તેની બન્ને બહેને તે જ નગરમાં સાર્થવાહના શુભંકર નામના એક પુત્રની સાથે પરણાવી. ધનદેવ અને ભાનુદત પણ કંચન શ્રેણીની વિજય અને જયંતી નામની પુત્રીને પરણ્યા. પછી દ્રવ્યને ઉપાર્જન કરવા વગેરેમાં પ્રવૃત્ત થયા. આ પ્રમાણે કૃતકૃત્ય (કૃતાર્થ ) થયેલા તેના પિતાએ કઈ દિવસે બહુશ્રુતવાળા, ઘણા શિષ્યોના પરિવારવાળા, અને એક ગામથી બીજે ગામ વિહાર કરીને પ્રાપ્ત થયેલા ગુણદત્ત નામના સૂરિની પાસે સાધુધર્મ સાંભળીને પ્રતિબંધ પામીને પ્રવજ્યા અંગીકાર કરી. તથા અનેક સ્થળે વિહારવડે વિચારવા લાગ્યા. અહીં ધનદેવ અને ભાનુદત અન્યોન્ય નેહવાળા થઈને ખેતી કર્મવડે અને બીજી કળાઓના કાગવડે ઘણે દ્રવ્યને સમૂહ ઉપાર્જન કરીને દીન અને અનાથ વિગેરેને દાન દેવામાં તત્પર થઈ સમુચિત ધર્મના આચરણ વડે વર્તવા લાગ્યા. કાળના ક્રમે કરીને તેમને પણ પુત્રો થયા. તેમને ભણાવ્યા, તે યૌવનને પામ્યા, સ્ત્રીઓનો પરિગ્રહ કરાવ્યો (પરણાવ્યા), દ્રવ્ય ઉપાર્જન કરવા માટે જોડ્યા. કાળના ક્રમે કરીને વ્યવહારમાં પ્રવર્તતા તેઓએ તથા પ્રકારે કોઈપણ રીતે પ્રધાન જનેનો ઉપચાર કર્યો, કે જે પ્રકારે તેઓ જ પીર જનોના કારણિકપણાને (મુખ્યપણને ) પામ્યા. પિતા પાસેથી પણ સર્વ દ્રવ્યનું આકર્ષણ કરીને મોટી ઋદ્ધિવાળા થયા. ધનદેવ અને ભાનુદત વૃદ્ધપણાને પામવાથી તથા પ્રકારના કાર્ય કરવામાં - ૧. ઘી, મધ, દહીં, ખાંડ, મરી વિગેરે પદાર્થો એકઠા કરેલ હોય તે.