________________
[ ૨૮૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા :
અસમર્થ થયા, તેથી મેાટા પરાભવને પામ્યા. ત્યારપછી તથાપ્રકારના ઓષધની સારવારના અભાવથી તેમની ભાર્યા વિજયા અને જય'તી મરણ પામી. આ અવસરે છઠ્ઠું નહીં થવાથી બાકી રહેલા પૂર્વભવે ઉપાર્જન કરેલા અંતરાય કર્મ તે બન્નેના ઉદયમાં આવ્યા. તેના વશથી તે બન્ને મહાનુભાવ ભાર્યાના મરણુના દુ:ખવડે, પુત્રના પરાભવવર્ડ અને પરિજનના અપમાનવટે અત્યંત દુઃખી અવસ્થાને પામ્યા. ઘણું શું કહેવું ?
પૂર્વે કરેલા દુષ્કૃતના દોષવડે તેઓ તેવા કોઇપણ પ્રકારના પરાભવ સ્થાનને પામ્યા, કે જેથી વિકાળ સમયે ( સાંજે ) ભાજન પણ મહાકષ્ટથી મળતુ હતુ. અતિ કઠાર અને નિષ્ઠુર ( તુચ્છ ) ઘણા વચનેાવડે તિરસ્કાર પામતા હતા, અને દુ:ખના સમૂહથી વ્યાપ્ત થયેલા તેઓ પ્રતિસમયે મૃત્યુને સારું માનતા હતા. આ પ્રમાણે ઢઢ રીતે માટે વૈભવ છતાં પણ કર્મીના દોષથી તેઓને ભયંકર આકારવાળુ' અત્યંત માટુ દૌગત્ય આવી પડયું. કાઇક દિવસે ઉત્પન્ન થયેલા અતિ મેાટા કાપવાળી પુત્રવધુઓએ લેાજનના નિષેધ કરીને તેવા પ્રકારની કાઇપણ રીતે મેાટી હીલના કરી, કે જે પ્રકારે મહાનુભાવ દુ:ખથી પીડા પામેલા તે બન્ને પેાતાના શ્વાસને રૂંધી શીઘ્રપણે મરણને પામ્યા, અને ત્યાંથી વ્યંતરપણે ઉત્પન્ન થયા. ત્યાં પુત્રવધૂના તિરસ્કાર સ્મરણુ થવાથી ઉછળતા કાપવાળા તેમણે પેાતાના પુત્રાને તેવા પ્રકારે કર્યા, કે જે પ્રકારે પરગૃહને વિષે ભિક્ષા માટે ભમવા લાગ્યા. તથા સામા અને સીતા નામની. તેમની બહુના કાળના કર્મ વડે પુત્રાવાળી થઇ. તે પુત્રા કળાના સમૂહમાં કુશળ થયા, ઘણું દ્રશ્ય ઉપાર્જન કર્યું અને ભાર્યાના સંગ્રહ કર્યો, તથા વ્યાપાર કરવા લાગ્યા. તેમના પિતા કાળધર્મ પામ્યા. આ અવસરે તે બહેનેાને પણ ચિર કાળના ધનહરણની અનુમતિના આશ્રયવાળુ અંતરાય કર્મ ઉદયમાં આવ્યું. તેના વશથી તે પતિના દુ:ખવડે અને પુત્રાની અવજ્ઞાના વચનાના ત્રાસવર્ડ અત્યંત આ ધ્યાનને પામી. ઉચિત કરતી હતી અને ખેાલતી હતી, તેા પણ વહુએ તેના ધિક્કાર કરતી હતી, પરજન પણ તેમને કાંઇ પણ ગણુતા નહેાતા, દિવસને અંતે પણ એક ગ્રાસ માત્ર પણ ભાજન પામતી નહેાતી, અને લેાજનની ઈચ્છાવર્ડ આવેલી તેમને પુત્રવધૂએ કહેવા લાગી કે- પતિના વિરહવાળી તમે શું પ્રાપ્ત કર્યું ? પરગૃહને વિષે કેમ ભિક્ષા માગતી નથી ? '' આ પ્રમાણે પેાતાના પુત્રાની સમક્ષ પશુ વહુએ તર્જના કરી ત્યારે તેમણે અનશન ગ્રહણ કર્યું', અને તથાપ્રકારના પરિણામના વશથી મરીને તેઓ પણ વ્યંતરી થઇ. તેઓએ પણ વિભ’ગજ્ઞાનવર્ડ પૂર્વકાળના પુત્ર અને વહુઓના અચેાગ્ય કાર્યં જાણ્યા, તેથી તત્કાળ તેઓને કાપને અતિરેક ( અધિકપણું. ) વિકાસ પામ્યા, અને તેથી તેમના સમગ્ર પરિગ્રહ ( ધનાદિક ) હરણુ કરવાવડે કંગાળ જેવા કરીને તે વહુએ અને પુત્રાને મૂકી દીધા. પછી કાળના ક્રમવર્ડ મેઢું આયુષ્ય પાળીને પ્રથમ ધનદેવ અને ભાનુદત્ત ત્યાંથી ચવ્યા, અને કુણાલા નગરીમાં વિનયધર શ્રેણીના પુત્ર થયા. ત્યારપછી તે સામા અને સીતા પણ પેાતાના સ્થાનથી ચવીને