________________
[ રહ૬]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ છે :
થયે નહીં. ત્યારે બંદે કહ્યું કે-“મને આ વિશ્વ પ્રાપ્ત થયું. તેથી આ દેષ શાથી ઉત્પન્ન થયે? તે જણાતું નથી, તે હવે નિધાનને પૃથ્વીભાગ ઢાંકી દે. તેને ખમાવીને મૂકી દે. કદાચ આમ કરવાથી કાંઈક પણ કંદને ઉપકાર થાય.” તેનું આ કહેવું સાર્થવાહ અંગીકાર કર્યું અને તે જ પ્રમાણે કર્યું. તે જ વખતે સકંદ સાવધાન (સારે) થયે અને નેત્રને વિકસાવર કરીને કહેવા લાગ્યો, કે-“આ શું છે ?” ત્યારે સાર્થવાહે તેને પૂર્વને સર્વ વૃત્તાંત કહ્યો. કપટના સ્વભાવપણાએ કરીને કંદે કહ્યું કે-એમજ છે. જે વખતે મૂચ્છથી મારા નેત્ર મીંચાઈ ગયા તે વખતે કેઈએ કહ્યું કે-“આ નિરપરાધી કેમ હણાય છે? અહીં તો સાર્થવાહ જ હણવા લાયક છે કે જેથી તેણે જ આ દવાનું આરંભયું છે.” આની પછી કેઈએ કાંઈ પણ કહ્યું કે ન કહ્યું, તે હું કાંઈ પણ જાણતું નથી.” આ પ્રમાણે સાંભળીને તે સાર્થવાહ ભય પામે. પછી “જીવ નર ભદ્રને જુએ છે” એમ વિચાર કરીને નિધાનને ઢાંકીને તે સાર્થવાહ નંદ અને રકંદની સાથે ઘેર ગયે. ત્યાં પરસ્પર વાત કરીને દિવસ નિર્ગમન કર્યો. સંધ્યાકાળ પ્રાપ્ત થયે. ત્યારપછી રદ એકાંતમાં પિતાના પિતાને કપટથી કરેલી મૂચ્છ વિગેરે વૃત્તાંત પ્રગટ કરવાવડે સાર્થવાહને નિધાનથી વિમુખ કરવાના ઉપાય મેં કર્યો છે અને તે નિધાન આપણે જ ગ્રહણ કરવું છે એમ કહ્યું. ત્યારે બંદે તે સર્વ જાણ્યું અને સંતુષ્ટ મનવાળા તેણે તેની પ્રશંસા કરી. ત્યારપછી સર્વ નગર માણસ રહિત થયું, સાર્થવાહ પણ સૂઈ ગયા ત્યારે પોતાની સર્વ તૈયારી કરીને તથા તે નિધાન ગ્રહણ કરીને નંદ અને સ્કંદ પિતાના નગર તરફ ચાલ્યા. માર્ગમાં એક નિવાસસ્થાને ગયા. ત્યાં રહીને જોવામાં તે નિધાનને ઉઘાડીને જુએ છે તેવામાં દરેક રત્ન મોટા મૂલ્યવાળો જોયા. ત્યારે મેટા હર્ષના સમૂહને પામેલા તેઓ પરસ્પર બોલવા લાગ્યા, કે–“આ જગતમાં બુદ્ધિને જે ઉલ્લંઘન કરનાર છે, જે ઈચ્છા કરવાને શકય નથી, અને જે વિચાર્યા છતાં પણ ઘટી શતું નથી, તેવા પણ મનુષ્યના વાંછિત અર્થને વિધાતા વિનને અત્યંત નાશ કરીને તત્કાળ પ્રાપ્ત કરાવે છે. તમે સાક્ષાત્ જુઓ, કે–જે સમયે આ વિધાતા પ્રતિકૂળપણાને પામે છે, તે જ સમયે આપણા હાથમાં રહેલા પણ વિત્તાદિકને નાશ થાય છે. મુગ્ધ બુદ્ધિવાળા મનુષ્ય દેવેને શા માટે નમે છે? શા માટે રાજાની સેવા કરે છે? ધ્યાન અને તપનું વિધાન કરવાવડે આ દેહને કેમ પીડા પમાડે છે? કે જેથી ક્રીડા માત્રમાં જ વાંછિત અર્થના સમૂહને સાક્ષાત અપાવનાર વિધાતા દેવને મનુષ્ય પૃથ્વીપીઠ ઉપર મસ્તકને સ્થાપન કરીને કેમ વાંદતા નથી? અને પૂજતા નથી?” ત્યારે સ્કદે કહ્યું કે-“હે પિતા ! પ્રસન્નતાના પ્રકર્ષવડે સયું કેમકે એકાંત હર્ષને પામેલા મનુષ્યને પણ કદાચ વિધાતા સહન કરતું નથી, અને કદાચ દુઃખી ઉપર પણ અનુકંપા કરે છે, કેમકે વિધાતાને સર્વ
વ્યાપાર દુર્લફય છે.” ત્યારે નંદે કહ્યું કે-“હે વત્સ ! તેં સારું કહ્યું, હે વત્સ! તેં સારું કહ્યું. બૃહસ્પતિ જેવો પણ કર્યો બીજો મનુષ્ય આવું ભણવાને શક્તિમાન હોય?”