________________
સ્કંદની કપટી-મૂછ.
[ ૨૭૫ ]
તે પિતા પુત્ર અને નિધાનનું સ્થાન મેંદવા લાગ્યા. પછી જેટલામાં કેટલુંક ખેદે છે તેટલામાં પુંછડાની છટાવડે પૃથ્વીપીઠને તેડતા, ચણેઢીની જેવા લોચનની પ્રજાના સમૂહવડે અકાળ સંધ્યાને દેખાડનારા, અતિ ભયંકર મુખરૂપી કુહરમાંથી નીકળતા અગ્નિની શિખાવડે દેદીપ્યમાન, જાણે કલિકાળના કેશને સમૂહ હોય, જાણે યમરાજાના નેત્રને વિશે હોય, તથા મંદરાચળવડે મથન કરાતા મોટા સમુદ્રના તીવ્ર વિષવડે વ્યાપ્ત જાણે ચપળ કલેલ હોય, તેવા તથા મોટા કુંફાડાવડે પૃથ્વીને કંપાવતા મોટા સર્પો પ્રાપ્ત થયા. તેમને જોઈને અત્યંત ભય પામેલા તે નંદ અને કંદ વેગથી નાશી ગયા. પછી કેટલાક લાંબા (ઘણા ) દિવસો ગયા ત્યારે તેમણે ધૂળના સમૂહવડે તે નિધાનના ખાડાને પ્રદેશ પૂરી દીધું. “ પુણ્યની પરિપાટી (પરંપરા) નાશ પામી.” એમ વિચારીને ભય પામેલા તે નંદ અને રકંદ કુટુંબની આજીવિકાને પણ મૂકીને કાંઈક વાસણને સમૂહ લઈને ગોલ દેશ તરફ ચાલ્યા. ચાલતા તેઓને માર્ગમાં દેવશર્મા નામનો સાર્થવાહ મળે. તેઓને પરસ્પર વાર્તાલાપ થયે, અને એક જ (સમાન) દેશ તરફ જવાપણાએ કરીને સાથે જ ચાલ્યા. પછી કેટલાક લાંબા માર્ગને ઉલંઘન કર્યો તેવામાં ભિલોની ધાડ આવી પડી. તે જઈ જીવિતના નાશથી ભય પામેલા સાર્થવાહ, નંદ અને કંદ એક દિશાએ નાશી ગયા. પછી નાયક રહિત થવાથી તે સાર્થને વિશેષ કરીને લુંટ્યો. માત્ર હસ્તના જ સહાયવાળા તે સાર્થવાહ, નંદ અને કંદ નરપુર નગરમાં પહોંચ્યા. પરના ઘરને વિષે કામ કરવા લાગ્યા. કાંઈક દ્રવ્યનો સમૂહ ઉપાર્જન કર્યો. તેઓના ચિત્તનું સમાધાન (શાંતપણું) થયું. તેઓ જે વ્યવસાય કરતા હતા, તેનાથી તેમને ઇચ્છિત લાભ થયો હતો. દેશ, કાળ, ક્ષેત્ર, ભવ અને ભાવને આશ્રીને સુખ, અસુખ (શુભ, અશુભ), લાભ, અલાભ વિગેરે ભા(પદાર્થો) પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે કેટલુંક ઘણું દ્રવ્ય ઉપાર્જન કરીને તે ત્રણે જને એક જ ઠેકાણે રહીને દિવસેને નિર્ગમન કરવા લાગ્યા. પછી એક દિવસે તે દેવશર્મા સાથે વાહે નિધાનને ક૯૫ પ્રાપ્ત કર્યો, અને તેમાં લખેલે, દિશાના વિભાગ રહિત, દ્રવ્યની સંખ્યા સહિત અને વિશ્વાસ ઉપજે તે નિધાન-નિબંધ (નિધાનને લેખ) વાં, અને તે લેખ સમાન હદયવાળાપણું હોવાથી નંદ અને અંદને દેખાડ્યો. તે વાંચીને તેમણે લાઘા કરી. ત્યારે સાર્થવાહે કહ્યું કે “જે તમે સહાયવાળા થાઓ, તે આ નિધાન આપણે ગ્રહણ કરીએ. ” ત્યારે તેમણે તે અંગીકાર કર્યું. પછી જોશીને શુભ મુહુર્ત પૂછીને તે સર્વે (ત્રણે) કહેલા સ્થાને ગયા. ત્યાં બલિવિધાન કર્યું. પછી દવા લાગ્યા. ત્યારે તે નિધાન પ્રત્યક્ષ થયું. તે વખતે તેને ગ્રહણ કરવા માટે મેટા ક્ષટપણાથી શ્વાસના રૂંધવાપૂર્વક નેત્રને નિશ્ચળ કરીને મરેલાની જેમ ચેષ્ટા રહિત થઈને તે કંદ ભૂમિપીઠ ઉપર પડ્યો. તે જોઈ સાર્થવાહ અને નંદ ભય પામ્યા, અને “અરે! આ શું થયું?” એમ કહી નિધાનને ત્યાગ કરી વંડા ઉપચાર અને શરીરની સંવાહના કરવાવડે કંદને ઉપચાર કરવા લાગ્યા. પરંતુ કાંઈપણ વિશેષ (ફેરફાર)