________________
[ ૭૪ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ? પ્રસ્તાવ ૪ છે ?
વિષે એક (અદ્વિતીય) કુશળ અને પ્રગટ પૂર્વે કરેલા દુષ્કૃત કર્મોનું પ્રતિવિધાન કેમ કરતા નથી ? જેમ ઉપેક્ષા કરે છેડે પણ વ્યાધિ તત્કાળ અનર્થને ઉત્પન્ન કરે છે, તેમ દુષ્કર્મનો લેશ પ્રતિકાર નહીં કરવાથી દુઃખને આપે છે. તેથી અનંત દુઃખના કારણરૂપ તે મોટા દુષ્કર્મને તપ, નિયમ અને ભાવનાવડે આ જ ભવમાં વિનાશ પમાડે ગ્ય છે. ”
તે સાંભળીને વિમિત મનવાળા તેમણે કહ્યું કે –“અમે પૂર્વ ભવમાં આવું કટુક રસવાળું કર્યું દુષ્કર્મ કર્યું હતું? અથવા હમણાં (આ ભવમાં) તેને નાશ કરવા માટે શું કૃત્ય અમે કરીએ? તે પ્રસાદ કરીને અમને હમણાં આદેશ આપ. હે મોટી કરુણાવાળા ભગવાન! દુસહ દુઃખરૂપી મોટા સમુદ્રના ઉછળતા કર્મવિપાકરૂપી મોટા કલોલવડે હરણ કરાતા અમોએ દ્વીપની જેવા તેમને પ્રાપ્ત કર્યો છે. તમે જ અમારી માતા છે, તમે જ અમારા પિતા છો, તમે જ અમારા ગુરુ છે, તથા તમે જ અમારા સ્વામી અને બંધુ છો, તેથી તમે અમને ઉચિત માર્ગમાં જોડો.” તે સાંભળીને મોટા દુઃખના સમૂહવડે ભરેલા અને કરુણાવાળા તેને વચનના સમૂહવડે વિશેષ ઉત્સાહ પામેલા તે સાધુ કહેવા લાગ્યા કે “હે દેવાનુપ્રિયે ! તમે એકાગ્ર મનવાળા થઈને સાંભળ-જય પતાકાવાળું, ઊંચા અને મોટા પ્રાસાદના શિખરવડે આકાશને રૂંધનાર, અત્યંત મોટી અદ્ધિના વિસ્તારવડે કુબેરને લઘુ કરનારા શ્રેષ્ઠીવાળું, નહીં જોયેલા ઉપદ્રવ અને વ્યાધિવાળું, હંમેશાં મોટા આશ્ચર્યને દેખાડનાર, અને બુધજનોએ નિવાસ કરેલ સુરપુરની જેવું વસંતપુર નામનું નગર છે. તેમાં શત્રુરૂપી હાથીને મારવામાં સિંહની જેવા મોટા પરાક્રમવાળા અરિદમન નામે રાજા સર્વત્ર પ્રસિદ્ધિવાળો છે. તે રાજાને બાહયાવસ્થાથી આરંભીને વૃદ્ધિ પામતી મોટી દ્વિના વિસ્તારવાળો તથા સમગ્ર લેકને ચક્ષ સમાન નદ નામનો મિત્ર છે. તેને સુંદરી નામની ભાર્યા છે, તેમને સ્કંદ નામનો પુત્ર છે. તે સ્વભાવથી જ વિનયવાળો અને કળાના સમૂહમાં કુશળ છે. તેને નામે કરીને શીલવતી અને અર્થે કરીને ધર્મરતા ભાર્યા છે. તથા પ્રકૃતિથી જ નિરંતર ઉચિત કાર્ય કરવામાં તત્પર છે. પરસ્પર પ્રેમના બંધુપણાએ કરીને વર્તતા તેઓનો દિવસ જવા લાગ્યા, તેવામાં તેવા પ્રકારના ચોર, જળ, અગ્નિ, મદિરાપાન, વેશ્યા અને ઘત વિગેરે વ્યસનનો અભાવ છતાં પણ ક્ષીણ થતા ધનના સમૂહને જોઈને દે પિતાને કહ્યું કે-“હે પિતા ! આ પ્રમાણે વિવિધ પ્રકારના વ્યાપાર કરતા છતાં પણ અને પરિમિત ખર્ચ કરવા છતાં પણ દિવસે દિવસે કઈ પણ અદgવડે જાણે હરણ કરાતું હોય તેમ ક્ષીણ થતું ધન કેમ દેખાય છે ? ” ત્યારે નંદે કહ્યું કે-“હે વત્સ ! કાંઈ પણ કારણ દેખાતું નથી, પરંતુ જેમ તું કહે છે તેમ આ સર્વ ધન ક્ષીણ થતું જ દેખાય છે. ” ત્યારે કદે કહ્યું કે-“હે પિતા! દ્રવ્યના વિનાશને આશ્રીને શી રીતે નિશ્ચય કરે?” નંદે કહ્યું કે- “નિશ્ચય કરવામાં એક કારણ છે. જે પૂર્વ પુરુષનું નાંખેલું અક્ષય નિધાન પ્રાપ્ત થાય, તે નિચે કાંઈ પણ નાશ પામવાના સ્વરૂપવાળું થાય નહીં. ” ત્યાર પછી શુભ દિવસે બળિદાન નાંખવાપૂર્વક