________________
અમાત્ય કુટુંબને મુનિરાજને મેળાપ.
[ ર૭૩]
સનાં અનિષ્ટનું કારણ કહે છે, તેને જ રાહુ ગળી જાય ત્યારે બીજા કોને આઠમા કહે? તેથી કરીને પુત્ર વિના પણ મારે અવશ્ય દોત્ય થવાનું હતું. તેને કાળ હમણાં પ્રાપ્ત થયે હેવાથી તે દોગે મને પ્રાપ્ત થયું છે. તેમાં પુત્રને શો દોષ છે?” વસંતસેનાએ કહ્યું કે-“હા. એમ જ છે.” પછી અમાત્ય પિતાના કુટુંબ સહિત ત્યાંથી નીકળીને એક પાસેના ગામમાં ગયા. ત્યાં તે સર્વેએ યથાયોગ્ય કામ કરવાવડે આજીવિકા કરવાને પ્રારંભ કર્યો. એ પ્રમાણે દિવસો જવા લાગ્યા. હંમેશાં કર્ણકારક ક્રિયા કરવાથી અમાત્યનું શરીર ક્ષીણ થયું. ઊભા થવું, સૂવું, અને ચાલવું વિગેરે ક્રિયાને કgવડે કરતા તેને પુત્ર કહ્યું, કે-“હે પિતા! તમે શરીરના પ્રયાસવડે તમારા આત્માને કેમ દુઃખી કરો છો? હું જ બધું કામ કરીશ.” ત્યારે તેની માતા બોલી કે-“ હે વત્સ! તું સારું છે. સુપુત્રને એ જ માર્ગ છે, કે માતાપિતાને વિષે સર્વ પ્રયત્નવડે યોગ્ય સેવામાં જોડાવું (લાગવું).” આ પ્રમાણે હંમેશાં મહાકણ વડે પરઘરના કામ કરવા વિગેરેવડે દિવસના અવસાન સમયે ભેજનની પ્રાપ્તિના સંભવવડે તે અમાત્ય અને તેને પુત્ર દેવપ્રસાદ પણ અત્યંત વૈરાગ્યને પામ્યા. પછી મનમાં દુભાતા તે બંને જીર્ણ ઘાસની કોટડીમાંથી નીકળીને દ્વારને વિષે ગયા. ત્યાં કેલિ વૃક્ષની નીચે રહેલા એક મુનિને જોયા. તે જાણે સાક્ષાત ધર્મ હોય તેમ શોભતા હતા. તેણે એક જ ચરણ ઉપર આખા શરીરને ભાર ધારણ કર્યો હતે (એક પગે ઊભા હતા), સૂર્યમંડળની સન્મુખ નિમેષ રહિત નેત્રને સ્થાપન કર્યા હતા, તેણે કામદેવને નાશ કર્યો હતે, એવા કલંક રહિત જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નને ધારણ કરનાર તે મહામુનિને જોયા. તે વખતે તેના દર્શને નથી ઉલ્લાસ પામતા મોટા હર્ષથી ઉત્પન્ન થયેલા રોમાંચરૂપી કંચુકથી વ્યાપ્ત શરીરવાળા તે અને તેના ચરણમાં પડયા. મુનિ પણ અવધિજ્ઞાનના બળથી તેમના ગુણને લાભ જાણીને કાર્યોત્સર્ગ પારીને ઉચિત પ્રદેશમાં બેઠા. ફરીથી હર્ષવડે વિકવર લેનવાળા તે બનેએ તેને પ્રણામ કર્યા, તેને ધર્મલાભ આપીને મુનિએ કહ્યું કે–“હે દેવાનુપ્રિય! તમે આવ્યા?” ત્યારે તેમણે કહ્યું કે –“હે ભગવાન! હા. એમ જ છે.” પછી મનમાં વિસ્મય પામેલા અમાત્યે કહ્યું કે–“હે શ્રેષ્ઠ સાધુ! આવા અતિ દુષ્કર તપવિશેષ કરીને આ તમારા આત્માને કેમ પ્રયાસ આપો છો?” સાધુએ કહ્યું કે- “અમાત્ય ! પૂર્વે કરેલા દુષ્કૃત કર્મોને આવા પ્રકારના વિશેષ તપ વિના કેમ ક્ષય થાય? જે આ લેકનાં કાર્યો પણ મોટા કલેશ વિના સિદ્ધ થતા નથી, તે આત્યંતિક પરલકના શુભ કર્મો શી રીતે સિદ્ધ થાય ? તૃણની જેમ રાજ્યને ત્યાગ કરીને ધીર પુરુષો(સાધુઓ) પુર, નગર, નિગમ અને સંબોધને છોડીને ઘેર તપસ્યા કરવા માટે વનવાસને અંગીકાર કરે છે. તમે પણ પડી ગયેલા સર્વપણુએ કરીને દિવસોને નિર્ગમન કરતા કાર્યના તત્વને નહી જાણીને આ જ પ્રમાણે આત્માને કેમ સૂરો છો ? (દુઃખી કરે છે?) દુઃખી અવસ્થામાં પાડવાને
- '૩૫