________________
પ્રભુ નો તીથરણ કહી પૂર્વ દિશા સન્મુખ સિંહાસન ઉપર બિરાજમાન થાય છે, અને ત્રણ દિશામાં બંતર દેવ ભગવાનના પ્રતિબિંબ કરે છે, તે જાણે દાનાદિક ચાર પ્રકારની દેશના માટે સ્થાપન કર્યા ન હોય તેમ શોભતા હતા. સૌધર્મ ઈ અને ઈશાને “વેત ચામર લઈ પ્રભુની બે બાજુ ઊભા રહે છે. પ્રભુ પાસે દેવે પુખની વૃષ્ટિ કરે છે.
હવે અહિં ઉદ્યાનપાલક અંતઃપુર સહિત અશ્વસેન રાજાને જિનેશ્વરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાના લાભની વધામણી આપે છે કે તરત જ અશ્વસેન રાજા વાણારસી નગરીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના કેવળજ્ઞાનને મહોત્સવ કરવા-નગર શણગારવા આજ્ઞા આપે છે. પછી અશ્વસેન રાજ હાથી પર બેસી રાણીઓ, સામતે, મંત્રીઓ, પ્રજાજનો વગેરે સાથે ભગવાનને વાંદવા માટે આશ્રમપદ નામના ઉદ્યાનમાં આવે છે. પિતાની રાણી અને પુત્રવધૂ પદમાવતીને પ્રભુના અતિશય, સમવસરણની દેવએ કરેલી અનુપમ રચના અને ભગવાનની વિશાળ સમૃદ્ધિનું વર્ણન જણાવે છે. અને માતા વામદેવી અને પદ્માવતી દેવીને તમો ભાગ્યશાળી છે એમ કહે છે અને પિતાની ઋદ્ધિની લઘુતા બતાવી પિતાની રાણીને અને પિતાની પુત્રવધુ પદમાવતીને તેમના પતિ કે જેઓ ઈકો વગેરેવડ દેવાધિદેવ થતાં પૂજાય છે તેમ અનેક રીતે પ્રભુનો મહિમા, મહત્ત્વતા અને રદ્ધિસિદ્ધિનું વર્ણન કરે છે. દેવે કરેલ સમવસરણની રચના વગેરેનું વર્ણન પણ આચાર્ય મહારાજે અહિં બહુ સુંદર રીતે કરેલ છે તે પણ મનન કરવા જેવું છે. (પા. ૧૮૫ થી ૧૮૭).
હવે અશ્વસેન રાજા હાથી ઉપરથી નીચે ઉતરી, આયુદ્ધ છોડી દઈ સમવસરણમાં પ્રવેશ કરી - પરિવાર સહિત પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ વાંદે છે અને સ્તુતિ કરે છે કે-હે પ્રભુ! મેક્ષમાર્ગના પ્રકાશક,
સ્વયં બુદ્ધ, રાગદ્વેષાદિને જીતનારા તમે જય પામે, જય પામે. સંતાપ પામેલાં પ્રાણીઓને શાંતિ કરનારા હે અરિહંત ! તમે જય પામે. ભયંકર કામદેવના મથન કરવાવડે મોટા જયવાદને પામેલાં, સક્ષમ વગેરે પ્રાણીઓની રક્ષા કરનારા, ભૂવનેશ્વરના ભૂષણરૂપ તમે જય પામો ! અને મારું મન આપના ચરણકમળને વિષે લીન થાઓ, વગેરે શબ્દો વડે સ્તુતિ કરી સ્વપરિવાર સાથે યોગ્ય સ્થાને બેસે છે. પરસ્પર વૈરભાવવાળા પ્રાણીઓ વૈરભાવને ત્યાગી શ્રી પ્રભુને નમી પિતાના સ્થાનમાં બેસે છે. પછી ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુ પ્રાણીઓનું કલ્યાણ કરનાર અમૃતમય દેશના શરૂ કરે છે.
સંસારમાં ડૂબતાં પ્રાણીને એક ધર્મ છે કે જે સાધુ અને ગૃહી–એ બે પ્રકારે છે. પ્રથમ સાધુધર્મ ભવસમુદ્ર તારવામાં વહાણ સમાન, ઋદ્ધિનું મોટું કાર, મેક્ષમંદિરમાં ચડવાની નિસરણી સમાન, મોટું મંગલ, કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવંત વગેરે ગુણવાળો મેક્ષ પ્રાપ્ત કરવામાં મુખ્ય ધર્મ છે તે કેવી રીતે આરાધી શકાય છે તેનું વિસ્તારપૂર્વક વર્ણન કરી, પછી ગૃહી ધર્મનું બાર વ્રતના પાલનપૂર્વકનું સુંદર - વર્ણન કરે છે જે અનુક્રમે મોક્ષ આપનાર છે. બનેથી થતાં અનેક આરિત્મક લાભ વગેરેનું વર્ણન પરમાત્મા જણાવે છે. જે જાણી ગ્રહણ કરવા યોગ્ય, સાક્ષાત્ આત્મકલ્યાણ કરનાર, સિહિરુખ દેનાર, સર્વ પ્રાણીઓ પોતપોતાની ભાષામાં સમજે તેવી રીતે દેશના આપે છે જેથી (પા. ૧૮૮-૧૮૯) કેટલાક ભવ્યાત્માઓ સંસારથી વિરકત થઈ ચારિત્ર અંગીકાર કરે છે, કેટલાક મહાશયે દેશ-વિરતિ અંગીકાર કરે છે.
આ અવસરે વીશ વર્ષની વયવાળા, અનુપમ રૂપને ધારણ કરનારા, પૂર્વ ભવમાં બાંધેલ નિકાચિત