________________
૨
બાદ વિહાર કરી પરમાત્મા પૂર્વે કહેલાં આશ્રમપદ વિષે આવે છે, તેવામાં મેધમાલી થયેલે કમઠને જીવ પૂર્વનું વેર સંભારી પરમાત્માને ઘોર ઉપસર્ગ કરવા લાગ્યોકદર્થના કરવા લાગે, મેધ વિકલ્પે અને જાણે પ્રલયકાળને મેઘ હોય તેમ જળધારા થવા લાગી. જળ વધતું વધતું પરમાત્માના કંઠ સુધી આવ્યું, છતાં મેરુ જેવા અચલ પરમાત્મા અંશ માત્ર પણ ચલાયમાન થયા નહીં. આ અવસરે ધરણુંકનું આસન કંપતાં, પરમાત્મા પર ઉપસર્ગ જાણી ત્યાં શીધ્ર આવ્યા અને પરમાત્માને પિતાના સ્કંધ પર લઈ લીધા. અને ઉપસર્ગ શાંત થયો અને મેઘમાલીને તિરસ્કાર કરતાં, કમઠ (મેઘમાલી) શરમ બની, પરમાત્માની માફી માગી, પોતાના આચરણની નિંદા કરી, રવસ્થાને ચાલ્યા જાય છે. બાદ ધરણું પતાવતી દેવીઓ સહિત પરમાત્માની પરમ ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી, પરિવાર સહિત સ્વસ્થાને જાય છે.
ચતુર્થ પ્રસ્તાવ, (૫. ૧૮૪ થી પા. ૩૭ર સુધી.) (જગદ્દગુરુ શ્રી પાર્શ્વનાથ ભગવાનને થયેલ કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને દેશના માં ભગવતે
કહેલ દશ ગણધરના પૂર્વભવના વૃતાંત ) ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્થીને દિવસે (દીક્ષાના દિવસથી ચેરાશીમે દિવસે) વિશાખા નક્ષત્રમાં ચંદ્ર આવતાં ધાતકી વૃક્ષની નીચે બિરાજેલા, અઠ્ઠમ તપમાં હેતે છત, દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ ભગવંતને શાશ્વત અને કાલોકને પ્રકાશ કરવામાં સમર્થ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. અહિં કેવળજ્ઞાનનું સંક્ષિપ્ત સ્વરૂપ કહેવામાં આવેલું છે. પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં વૈમાનિક દેવેન્દ્રો, પાતાળના અમરેન્દ્ર અને બલીંદ્ર વગેરે અસુરેન્દ્રો, વાણયંતર અને જતિષ દેવેન્દ્રો વગેરેના આસન ચલાયમાન થતાં હજારો વિમાનની શ્રેણી વિવિધ મૂંગાર અને વાહનો ઉપર બેઠેલા દેવદેવીઓના સમૂહથી પરિવરેલા બત્રીશ તો ત્યાં આવે છે. પછી સ્વનિત કુમાર દે સુગંધી જળને છંટકાવ કરે છે તથા પાંચ વર્ણવાળા મણિઓવડે બાંધેલી પીઠિકાવડે મનોહર એક જનપ્રમાણ ક્ષેત્રને વિષે વૈમાનિક, જ્યોતિષી, ભુવનપતિ દેવોએ ત્રણ પ્રકારના પ્રાકાર-ગઢ મરકત, કકેતન, પધરામ, વજી અને ઇન્દ્રનીલ વગેરે રત્નાવડે પ્રથમ, તપાવેલ જાતિવંત સુવર્ણને બીજો પ્રકાર અને સ્ફટિક રત્નની કાંતિ જેવો ઉજવળ રૂપાની શિલાવડે ત્રીજો એમ સુશોભિત ત્રણ પ્રકાર તૈયાર કર્યા. તેની વચ્ચે મેટા મૂલ્યવાળું, મણિની પાદપાઠવાળું સિંહાસન વ્યંતરોએ, તે ઉપર ઈશાનેકે લટકતી મેતીની માળાવાળા ત્રણ છત્ર, તેના ઉપર જિનેશ્વરના શરીરથી બારગણે ઊંચે નવ૫૯ વોથી શોભતે સુધમઇદે અશોક વૃક્ષ બનાવ્યો. અને સુવર્ણના કમળ ઉપર રત્નના બનાવેલ હાર આરાવાળું એવું ધર્મચક્ર સ્થાપન કર્યું. બીજા ધૂપઘટી, દેવઈદક વગેરે સર્વ સામગ્રીથી શોભતા ઇદ્રધ્વજને વ્યંતર દેવેએ તૈયાર કર્યો. અને સ્થળે સ્થળે પાંચ વર્ણની સુગંધ યુક્ત પુષ્પવૃષ્ટિ થાય છે. દેવાંગનાવડે માટે મંગળને આચાર કરતા હત; ખેચરની દેવીઓ વિલાસ નૃત્ય કરતી હતી. દેવો કડતાળ અને દુંદુભિને નાદે કરતાં. કિન્નર દેએ આરંભે મધુર પંચમ સ્વર નીકળતા હતા. બંદિજને સ્વામીના ગુણનું કીર્તન કરતા હતા. તંડુલવડે અષ્ટમંગલ આલેખાતે હતે. કળશ સ્થાપન કરવામાં આવતું હતું. એવી અનેક રીતે અનુપમ જગતની લક્ષ્મી જાણે ન હોય તેવું દેવો સમવસરણની રચના કરે છે. પછી દેવ દાનવડે સ્તુતિ કરાતા શ્રી પાર્શ્વનાથ
• રૂપાને ગઢ અને સેનાના કાંગરા, સુવર્ણગઢ અને રત્નના કાંગરા, રત્નને ગઢ અને મણિરત્નના કાંગરા.