________________
આ પ્રસંગે વામ માતા
વગનું પચ્ચકખાણ કર્યું. તે સમયે મન:પર્યવજ્ઞાન :
આ પ્રસંગે વામા માતાએ પુત્રનેહથી પરમાત્માને કઈ ક હિત-શિખામણુરૂપે કહ્યું તેને સ્વીકારી પરમાત્માએ વિવિધ વિધેિ સર્વ સાવઘયોગનું પચ્ચકખાણ કર્યું. લેચ કરેલા કેશને ઈદે ક્ષીરસમુદ્રમાં પધરાવ્યા. પરમાત્માને ખંભે ઈંદ્ર દેવદુષ્ય વસ્ત્ર મૂકયું અને પરમાત્માને તે સમયે મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ઇંદ્રાદિ દેવે પોતપતાને સ્થાને ગયા અને પરમાતમાં કાઉસગ્ગ ધ્યાનમાં લીન બન્યા. પ્રાતઃકાળે યુગ પ્રમાણ પૃથવી પર નેત્રનો ઉપયોગ કરતાં આશ્રમપદમાંથી નીકળી કેકટ નામના નગરમાં ગયા અને ત્યાં ધન્ય ગૃહપતિને ત્યાં પરમાત્ત(ક્ષીર )વડે પારણું કર્યું. ત્યાં આગળ પંચ દિવ્યની દેવોએ ગૃહપતિને ઘેર વૃષ્ટિ કરી. ધન્ય પરમાત્માને પારણું કરાવવાથી રાજા પ્રમુખ નગર લેકાએ તે ગૃહપતિની અત્યંત પ્રશંસા કરી અને ધન્ય પણ પિતાને આ અપૂર્વ લાભ પ્રાપ્ત થયો હોવાથી દાનધર્મની પોતે પણ અનુમોદના કરી.
બાદ ત્યાંથી વિહાર કરી, ઉદ્યાનાદિમાં કાઉસગ્ગ ધ્યાને રહેતાં, વિવિધ પરિષહે સહેતાં પરમાત્મા વિહાર કરતાં કરતાં કાદંબરી નામની અટવામાં આવે છે. કલિ નામના પર્વત પર ૫રમાત્મા કાઉસ ધ્યાને રહે છે, તેવામાં મહીધર નામને માટે હાથી ત્યાં આવે છે અને પરમાત્માને કાઉસગ્ગ ધ્યાને રહેલા જોતાં જ તેણે વિચાર્યું કે આવા મુનિને મેં કયાંક દેખ્યા છે? તેને ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને પૂર્વ ભવના સંસ્કારવડે સરોવરમાં જઈ, કમલ લઈ પરમાત્માની પૂજા કરે છે. આ હકીકત ચરપુરુષ દ્વારા ચંપાનગરીના દધિવાહન રાજાના પુત્ર કરકંડુએ જાણી દર્શન માટે ત્યાં આવે છે પરંતુ પ્રભુ અન્યત્ર વિહાર કરી ગયા જાણી દિલગીર થાય છે. હવે તે પ્રદેશમાં રહેલા દેવોએ જમીન બરોબર કરી ફલિન પત્ર જેવી રવ અતિ સુંદર ઉર્ધ્વ સ્થાને રહેલી નવહાથ પ્રમાણુવાળી પ્રભુની મણિમય મૂર્તિ બનાવી જેથી તે સર્વ લેકને મનવાંછિત આપનારી થઈ, અને તે શ્રી કલિકુંડ તીર્થ તરીકે પ્રભાવિક પ્રસિદ્ધ થયું. શ્રી પાર્શ્વનાથ પ્રભુ શ્રી કલિકુંડ એ નામથી મંત્રાક્ષરને વિષે પ્રસિદ્ધ થતાં અચિંત્ય મહિમા થયે અને દુઃસ્વપ્ન આવેલું હોય તે સારું સ્વપ્ન સંભવતા વાંછિત પદાર્થને અવશ્ય આપનાર થાય છે. હવે શ્રી પાર્શ્વનાથ પ્રભુ વિવિધ સ્થળે એ પૂજા કરાતા અને પ્રાણીમાત્રને દર્શન માત્રથી નિરોગી કરતા, સ્થળે સ્થળે શુદ્ર ઉપદ્રવને નાશ કરતા, પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. અહિં હાથી પણ અનશન કરી પ્રભુનું સ્મરણ કરતે મૃત્યુ પામી ત્યાં કલિકુંડ નામના જિનાલયને વિષે દ્વારપાળ (વ્યંતર ) થશે. પ્રભુ વિહાર કરી શિવનગરીની બહાર કૌશાંબ નામના વનમાં પ્રતિમા ધારણ કરી રહેલ છે ત્યાં પૂર્વે કરેલા ઉપકારના સ્મરણવડે સંતુષ્ટ થયેલ ધરણેન્દ્ર નાગકુમાર દેવોના સમૂહ સાથે જિનેશ્વરના દર્શન માટે ત્યાં આવે છે જ્યાં પ્રભુના ચરણની પૂજા, ગુણોની સ્તુતિ કરી વિચાર કરે છે ત્યાં સૂર્યના કિરણોને સમૂહ પ્રભુના મસ્તકે પડતાં જોઈ ત્રણ રાત્રિ સુધી છત્ર ધરે છે, જેથી તે નગરી પૃથ્વીને વિષે અહિચ્છત્રા નામે પ્રસિદ્ધ પામે છે. પ્રભુ ત્યાંથી વિહાર કરી રાજપુર નગરમાં પધારે છે. અને તેની રાજ્યાટિકામાં ઈશ્વર નામને રાજા જુએ છે તેને બાણુર્જુન નામના નાગરિક (મગધ) પુત્રે રાજા અજાણ હોવાથી ત્રણ ભુવનને પૂજવા લાયક અશ્વસેન રાજાના પુત્ર આ શ્રી પાર્શ્વનાથ પ્રભુ જગતને પ્રકાશ કરનારા છે એમ કહેતાં ઉલ્લાસ પામેલ. રાજા ત્રણ પ્રદક્ષિણાપૂર્વક જગદ્ગુરુને વંદના કરે છે અને પ્રભુના ઉત્તમ લક્ષણે જોતાં પડી જાય છે, જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત કરે છે પછી સેવક વર્ગના પૂછવાથી તે જણાવી પિતાને પૂર્વભવ જણાવે છે. (પા. ૧૭૭ ) પછી ત્યાં ફઈશ્વર તીર્થની સ્થાપના કરી ભગવંતનું શ્યામ બિંબ સ્થાપન કરે છે.