________________
---
--
•
પુત્ર પ્રાપ્તિની સાથોસાથ દારિદ્રયની પણ પ્રાપ્તિ.
[ ૨૭૧]
કુમુદને વિધુરપણું (કરમાવાપણું) આપીને “તે સૂર્ય ક્યાં ગયે?” એમ કેપથી જાણે રાતા શરીરવાળો થયો હોય તેવો ચંદ્ર ઉદય પામે.
આવા પ્રકારની રાત્રિને વિષે સુખશયામાં સૂતેલી વસંતસેનાએ પ્રભાતસમયે સ્વપ્ન જોયું, કે-દેખાતા સુંદર આકારવાળો પૂર્ણકળશ મારા મુખમાં પેઠે, પરંતુ તે કલશ ખાલી હતું. આ પ્રમાણે જેવાથી હર્ષ અને વિષાદવડે વ્યાકુલ હૃદયવાળી તે જાગી, અને અમાત્યની પાસે તે સ્વપ્ન તેણીએ કહ્યું. ત્યારે અમાત્યે પણ કળશ માત્રના દર્શનથી પુત્રજન્મનો નિશ્ચય કર્યો, અને ખાલીપણાથી ધનના વિરહની સંભાવના કરી. તથા પ્રકારના દેવીના વચનના નિશ્ચયનું સ્મરણ કરીને તે(ધન)ની અપ્રાપ્તિનો પરિહાર કરવા માટે કહેવા લાગે, કે–“હે પ્રિયા / દેવીના પ્રસાદવડે સૂચન કરાયેલ આ પુત્રલાભ તને અવશ્ય થશે. હવે તું કાંઈ પણ સંશય કરીશ નહીં. ” ત્યારે વસંતસેનાએ કહ્યું કે-“જે એમ હોય, તે તે ખાલી કેમ દેખાય? ” અમાત્યે કહ્યું કે-“હે પ્રિયા ! તે કળશ શું ખાલી છે? કે ભરેલું છે? તે નિદ્રાથી મીંચાયેલા લોચનવાળી તે સમ્યફપ્રકારે જાણ્યું ન હોય.” ત્યારે “ એમ હો.” એમ કહીને વસંતસેના સંતેષ પામી. તે જ રાત્રિએ તેણીને ગર્ભ પ્રગટ થયે. કાંઈક અધિક નવ માસ વ્યતીત થયા ત્યારે તેણીને પ્રસૂતિ થઈ, અને વિદ્યુમ(પરવાળા)ની જેવા રાતા હાથ પગવાળા તથા માખણની જેવી કે મળ કાયાવાળે પુત્ર જન્મે. તેનું વર્ધાપન કર્યું. પછી બારમો દિવસ પ્રાપ્ત થયે ત્યારે સમગ્ર સ્વજને અને નગરના લેકેને ભેજન, દાન અને સન્માન કરવાપૂર્વક તે બાળકનું દેવપ્રસાદ એવું યથાર્થ નામ પાડયું. પછી પાંચ ધાવમાતાવડે લાલન પાલન કરાતે તે અનુક્રમે કુમારપણાને પામ્યા. ત્યારે તેને સમગ્ર કળાને સમૂહ ભણાવ્યો. પછી અહિચંદ્ર શેઠની સેમા નામની કન્યા તેને પરણાવી. પરસ્પર સનેહવડે તેમના દિવસો જવા લાગ્યા. માત્ર જૂદા જૂદા વ્યય(ખર્ચ)ના આવી પડવાથી ધનનો સાર નાશ પામવા લાગ્યો. તે વખતે અમાત્યે આ પ્રમાણે વિચાર કર્યો, કે-“દેવીએ જે દારિઘ કહ્યું હતું, તે વનમાં ખાલી કળશ જેવાવડે દઢ થયું. તેથી હવે શું કરવું? દ્રવ્ય વિના કાંઈ પણ કરી શકાય નહીં.” આ પ્રમાણે તે વિચારે છે, તે અવસરે ત્યાં રાજ પુરુષ આવ્યા. તેઓ રાજાના આદેશથી તે તે અપરાધના સ્થાને કહીને, તેના હાથમાંથી મુદ્રાને ગ્રહણ કરીને તથા ઘરનું સર્વસ્વ હરણ કરીને રાજકુળમાં ગયા. અમાત્યને પણ કુટુંબ સહિત ગુપ્તિમાં (કેદખાનામાં) નાખ્યા અને લાંઘણ કરાવી, તથા દુર્વચનવડે તર્જના કરાવી. તે વખતે અમાત્યે વિચાર કર્યો, કે
શત્રુના ઘરથી પ્રાપ્ત થયેલ અસાર ભિક્ષાની પ્રવૃત્તિ કરવી સારી છે, વનમાં રહેવું સારું છે, અથવા વ્યાધિવાળાપણું સારું છે, બીજા માણસનું ચાકરપણું કરવું સારું છે; પરંતુ અધિકારવડે રાજાની લક્ષમી પ્રાપ્ત થાય તે સારી નથી. કેમકે પ્રારંભમાં મનોહર