SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૭૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રરતાવ ૪ ચા : "" કહ્યું કે—“ હે દેવી ! મને માઢું કૌતુક થયુ' છે, તેથી પ્રથમ (હુમણાં ) વરદાન આપવું દૂર રહેા, પરંતુ ચિત્તના વ્યાક્ષેપનુ કારણ તું કહે. ” દેવતાએ કહ્યું–“ કહું છું. હે વત્સ ! સંતાનના વિચ્છેદથી ભય પામેલે તું પુત્રને ઇચ્છે છે. તે પુત્ર આપવાથી કના વશવડે વૃદ્ધિ પામતા તે તારા ઘરમાં મેટા દારિદ્નના ઉપદ્રવ કરશે. તેથી કરીને તારા અતુલ્ય સાહસવર્ડ વશ કરાયેલા હૃદયવાળી હું તને શું પુત્ર આપું? કે બીજું કાંઇ પણ વાંછિત આપું? આ જ વિક્ષેપનુ કારણ છે.” તે સાંભળીને અતિ ભય પામેલા અમાત્ય વિચાર કરવા લાગ્યા, કે— અહા! જે દોગત્ય છે તે યમરાજના આવવા વિનાનું મરણુ છે, અગ્નિ વિના શરીરના દાહ છે, અને દુકાળ વિના ભૂખમરા છે. આમ છતાં હવે મારે શું કરવુ' ઉચિત છે? ” આ પ્રમાણે વિચાર કરતાં તેને ફરીથી દેવતાએ કહ્યું કે-“ હું વત્સ ! હવે તને જે રૂચે, તેને તું માગ. ” ત્યારે “ ગૃહસ્થીઓને પુત્રના અભાવ માટું દૂષણ છે. એમ પેાતાની બુદ્ધિથી મનમાં નિશ્ચય કરીને અમાત્યે કહ્યું કે હું દેવી! ભલે ગમે તેમ થાઓ. મારી વસતસેના ભાયોને પુત્ર આપ. દેવીએ કહ્યું- ભલે. પુત્ર આપ્યા. તુ શકા કરીશ નહીં. પરંતુ વિશેષે કરીને દેવ અને ગુરુની પૂજાને વિષે રહેજે.” એમ કહીને તે દેવી અદૃશ્ય થઇ. પછી તે અમાત્ય પૂજા વિધિ સમાપ્ત કરીને ઘેર ગયા. ત્યાં સ્નાનાદિક ઉપચાર કરીને તથા દેવ અને ગુરુના ચરણનુ સ્મરણ કરીને ભાજનમંડપમાં બેઠા, તથા મિત્ર, જ્ઞાતિ અને સેવક સહિત તેણે ભેાજન કર્યું. ત્યારપછી મુખશુદ્ધિ કરીને કપૂરના પાત્ર સહિત પાનબીડાને હાથમાં રાખી કામળ દુકૂળ વસ્ત્રથી ઢાંકેલા ( પાથરેલા ) માટા પલ્પક ઉપર બેઠા. તે વખતે કાર્યસિદ્ધિની સભાવના કરતી વસંતસેના તેની પાસે આવી, અને સુખાસન ઉપર બેસીને પૂછવા લાગી, કે- હું આ પુત્ર ! આરાધના કરાતી ભગવતીએ શું કર્યું? તે કહેા. ” ત્યારે અમાત્યે કહ્યું કે—“ તારી પુત્રની ઇચ્છા પૂર્ણ કરવાવડે સર્વ કર્યું.. ' વસતસેનાએ કહ્યું કે—“ આ પુત્ર ! તમારા નિશ્ચયને અસાધ્ય શું હાય ? માત્ર તુષારના કાદવથી જાણે વ્યાસ થઇ હાય તેવી કમળની માળાની જેવી શ્યામ તમારા સુખની ક્રાંતિ કાઇ પણ કારણથી દેખાય છે, તે હુ' જાણતી નથી. કેમકે મનવાંછિત અર્થાની સિદ્ધિ થવાથી આવા પ્રકારની શાલા મલિન થાય નહીં. ' ત્યારે અમાત્યે કહ્યું કે—“ ચિરકાળથી ભેાજન, સ્નાન અને વિલેપન વિગેરે શરીરના સત્કાર ત્યાગ કરવાથી આવા પ્રકારની જ કાંતિ સભવે છે. ” ત્યારે “ તમે જે જાણેા તે ખરૂ છે. ” એમ કહીને વસ'તસેના મૌન રહી. પછી અનુક્રમે કમળના વનની જડતાનું ખંડન કરવામાં પ્રચંડ કિરણાવાળા સૂર્ય અસ્ત પામ્યા. તે વખતે પૂર્વ દિશા જાણે સૂર્યના શાકથી રાતા વસ્ત્ર પહેરીને દીક્ષા લેતી હાય તેમ જાવયના રસની જેવા રાતા રંગથી ઉચ્છ્વાસ પામતા સધ્યાના વાદળારૂપી વસ્રના આવરણવાળી થઇ. જેની કાંતિના પ્રસાર અધકારના સમૂહથી વ્યાપ્ત થયા છે એવા તારાઓના સમૂહ જાણે કે દોષાસ’ગ( રાત્રિના” અથવા ઢાષના સંગ )ના વશથી અમનહરપણાને પામ્યા હાય તેમ દેખાવા લાગ્યા. તેવામાં ,, ,, ܕܕ
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy