________________
શિવદત્તને કુળદેવતાએ આપેલ વરદાન.
[૬૯]
થાયે (સફળ થાય).” ત્યારે રાજાએ કહ્યું કે–“ અમાત્ય ! રાજ્યના કાર્યની ચિંતાને ત્યાગ કરીને દશ રાત્રિ સુધી તે દેવીની આરાધના કર. આ બાબતમાં તારે કાંઈ પણ અપરાધ નથી.” તે સાંભળીને “તમારો માટે પ્રસાદ થયે” એમ અંગીકાર કરી તે જ કાળના કાર્યનું ચિંતવન કરતા તેને રાજાએ વિદાય કર્યો, ત્યારે તે પિતાને ઘેર ગયે. ત્યાં એકાંત સ્થળે એક મંદિર તૈયાર કરાવ્યું. ત્યાં સંમાર્જન કરેલા અને છાણથી લીધેલા એક પ્રદેશમાં ધરા નામની દેવતા સ્થાપન કરી, તેની પૂજા કરી, તથા જ્ઞાન અને વિલેપન કરીને અમાત્યે કહ્યું કે –“ દેવી ! તું મને વરદાન આપીશ ત્યારે જ હું ભેજન કરીશ.” આ પ્રમાણે નિશ્ચય કરીને તે દેવીના પગમાં પડયે. અને ચિરકાળ સુધી તેણીના ગુણની સ્તુતિ કરીને દર્ભાસન ઉપર બેઠે. તથા ભગવતીના મુખકમળ ઉપર નિશ્ચળ નેત્રરૂપી ભમરાને સ્થાપન કરી તેમાં જ એક ચિત્તવાળે રહેવા લાગ્યો. પછી સાતમે અહોરાત્ર (દિવસ) પ્રાપ્ત થયો ત્યારે તેના સત્યની પરીક્ષા કરવા કરવા માટે દેવીએ તેને ક્ષોભ પમાડવાને પ્રારંભ કર્યો. તે આ પ્રમાણે –એક ઠેકાણે શિયાળનાં ક્ષેત્કાર શબ્દ અને મોટા ડમડમ શબ્દને કરતા ડમરૂથી ઉત્પન્ન થયેલ અને પૃથ્વીના આંતરાને ભરી દેનાર ભયંકર શબ્દ નીકળ્યા. બીજે ઠેકાણે તીર્ણ, યમરાજની જિલ્લા જેવી લાંબી અને અતિ કુટિલ કાત્રિકા ( કાતર) જેના હાથમાં છે, એ અતિ ભયંકર અને ઉછળતે પિશાચને સમૂહ વિસ્તાર પામે. બીજે ઠેકાણે ભયંકર, વિસ્તાર પામેલા શરીરવડે સૂર્યના કિરણના વિસ્તારને રૂંધનારા, અને ગાઢ અંધકારની જેવા શ્યામ સપના સમૂહ ઉછળવા લાગ્યા. એક ઠેકાણે કેસરાવડે વ્યાપ્ત કંધરા( ડોક )વડે ભયંકર શરીરવાળા સિંહને સમૂહે સજજ કરેલા મોટા ભયંકર શબ્દ નીકળવા લાગ્યા. બીજે ઠેકાણે તીવ્ર વાળાના સમૂહવડે વનખંડને કેળિયારૂપ કરતા (બાળતા) અને આકાશતળમાં પ્રસરતા ભયંકર અગ્નિ પ્રગટ થયે. આ પ્રમાણે વિવિધ પ્રકારને વિભીષિકા(ભય)ને સમૂહ તે અમાત્યને ભય પમાડવા માટે તે દેવીએ તેવા કેઈ પણ પ્રકારે કર્યો, કે જેનાથી ઇંદ્ર પણ ક્ષોભ પામે. તે પણ તે મહાત્મા અમાત્ય એક રૂંવાડા(લેશ) માત્ર પણ પિતાના કૃત્ય(ધ્યાન)થી કંપે નહીં. કેમકે તેમાં જ એક ચિત્તવાળા સત્વ વાળા પ્રાણુઓને શું અસાધ્ય હોય ત્યારે તુષ્ટમાન થયેલી તે દેવી ઝણું ઝણ શબ્દને કરતા મણિના નૂપુરના શબ્દના મિષથી જાણે તેના સત્ત્વની પ્રશંસા કરતી હોય તેમ પ્રત્યક્ષ થઈને કહેવા લાગી, કે-“હે મહાસત્ત્વવાળા ! તું વરદાન માગ. તારી સારી ચેષ્ટાવડે હું પ્રસન્ન થઈ છું.” ત્યારે પિતાના કપાલતલ ઉપર કેમળ હસ્તકમળને આરોપણ કરીને (મૂકીને) અમાત્યે કહ્યું, કે-“હે દેવી! જેને માટે મેં તારા ચરણકમળની આરાધના કરી છે, તે શું તારું અપાયું છે કે જેથી “વરદાન માગ” એમ તું મને કહે છે?” દેવીએ કહ્યું કે-“હે વત્સ! તું કહે છે તેમ જ છે. પરંતુ મારું ચિત્ત કાંઈક વ્યાકુળ થયું છે, તેથી તેને પૂછવા હું પ્રવૃત્ત થઈ છું. ” ત્યારે મનમાં વિસ્મય પામીને અમાત્યે