________________
[ ર૬૮ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થે?
હેવાથી, નાન, વિલેપન અને શૃંગારને ત્યાગ કરી, હાર વિગેરે ભૂષણના સમૂહને ત્યાગ કરી, ડાબા હસ્તતળ ઉપર મુખકમળને આરોપણ કરી, મલિન દુકૂલ વાવડે મસ્તકમંડળને આચ્છાદન કરી તથા પૃથ્વીતળ ઉપર નિમેષ રહિત શૂન્ય લેચનને સ્થાપન કરી કાંઈપણ મનમાં વિચારતી એવી તેને રાજભવનમાંથી આવેલા મંત્રીએ જોઈ. અને તેને પૂછ્યું કે-“હે સતન! સમય વિના આ દુર્થી અવસ્થાને તું પામી છે, તેનું શું કારણ છે? શું મારાથી અથવા પરિજનથી કાંઈ પણ અપરાધને સંભવ થયો છે? તે તું કહે.” ત્યારે વસંતસેનાએ કહ્યું, કે-“હે આર્યપુત્ર! કેઈનાથી કાંઈ પણ દુરવસ્થા થઈ નથી. કેવળ પોતાના કર્મથી કરેલો જે કઈ વિનિપાત ( દુઃખ) થયો છે, તે ધનના વાપરવાવડે કે સામર્થના વ્યાપારવડે દૂર કરી શકાય તેવું નથી.” ત્યારે અમાત્યે કહ્યું, કે-“તે વિનિપાત કર્યો છે?” વસંતસેનાએ કહ્યું કે-“પુત્રના વિરહ સિવાય બીજે કર્યો વિનિપાત કહું?” મંત્રીએ કહ્યું, કે-“હા. એમ જ છે, પરંતુ અહીં શું કરીએ? કેમકે જે કાર્ય પુરુષાર્થથી સાધી શકાય છે, અથવા જે કાર્ય બુદ્ધિના પ્રગથી સાધી શકાય છે, તે કાર્ય ઉદ્યમી પુરુષને જેમ તેમ (કોઈ પણ પ્રકારે) સિદ્ધ થાય છે. તે પણ હે પ્રિયા ! તું શેકને મૂકી દે. હવે હું કોઈ પણ પ્રકારે તેવું કરીશ, કે જેથી તારો વાંછિત અર્થ હાથમાં જ સફળતાને પામશે.” ત્યારે તે પ્રિયાએ કહ્યું કે “ક્યા ઉપાયવડે થશે?” મંત્રીએ કહ્યું કે “કુળદેવતાની આરાધના કરવાવડે આ અર્થ સાધવા લાયક છે. કેવળ દશ રાત્રિ સુધી તું મારા દર્શનની ઈચ્છા કરીશ નહીં, કેમકે ઇકિયેનું દમન કર્યા વિના ઈચ્છિત કાર્ય સિદ્ધ થતું નથી. ” તે સાંભળીને વસંતસેનાએ તેનું વચન અંગીકાર કર્યું.
આ પ્રમાણે પરસ્પર વચનના ઉપન્યાસ( કહેવા)વડે તેઓને પરસ્પર વિચાર કરતાં મોટો કાળનો વિલંબ થયે. તેવામાં તત્કાળ રાજાને પ્રતિહાર ત્યાં આવ્યું, અને તેને કહ્યું કે “ હે અમાત્ય ! આપણા રાજા ઘણા કાળ સુધી તમારા માર્ગને જોતા જોતા રહ્યા છે અને હમણાં મને જલદીથી તમને બોલાવવા માટે મોકલ્યો છે તેથી શીધ્રપણે ચાલે.” તે સાંભળીને “જેવી દેવની આજ્ઞા.” એમ કહીને અમાત્ય જલદી ચાલ્યો. રાજકુળમાં પહોંચે તથા રાજાને પ્રણામ કરીને સુખાસન ઉપર બેઠો. રાજાએ પૂછયું કે “આટલા કાળનો વિલંબ થયો તેનું શું કારણ?” અમાત્યે કહ્યું કે–“હે દેવ ! કાંઈ પણ ઘરના પ્રજનના પરતંત્રપણુએ કરીને કાળ વિલંબ થયો છે. ” રાજાએ કહ્યું કે –“શું બીજે કાળે ઘરના પ્રજનને અભાવ હતે? કે જેથી હમણાં તેના સંભવમાં આટલે કાળ વિલંબ થયે? તેથી ફુટ રીતે સત્ય કહે.” ત્યારે રાજાના કાનના મૂળમાં રહીને પોતાની સ્ત્રીને યથાર્થ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને રાજાએ કહ્યું કે–“ તારી સ્ત્રીને ઉદ્યમ સ્થાને છે (ગ્ય છે).” ત્યારે અમાત્યે કહ્યું કે “હે દેવ ! મેં પુત્રના લાભને નિમિત્તે દશ રાત્રિ સુધી કુળ દેવતાની આરાધના અંગીકાર કરી છે. તે જે તમે દેવ પ્રસાદ કરીને સર્વ વ્યાપારના ત્યાગની અનુજ્ઞા મને આપે, તે મારું કાર્ય પ્રમાણના શિખર ઉપર આરૂઢ