________________
પાંચમા ગણધરને વૃતાંત.
[ ર૬૭ ].
પ્રાણઘાતવડે કરીને જે કંઈ ઉદય થયું છે, તે એક મારે જ છે. મારા કુળને વિષે પણ તે ન હો.” આ પ્રમાણે નિશ્ચય કરીને રાજાએ તત્કાળ તેને વિદાય કર્યો, અને રેગથી ઉત્પન્ન થયેલા દુઃખને સમ્યફપ્રકારે સહન કરવા લાગ્યો. પછી કઈક દિવસે રાત્રિના પ્રદેષ સમયે અત્યંત દુસહ રોગથી પીડા પામેલા તે રાજાએ વિચાર્યું, કે-“જે કોઈપણ પ્રકારે આ વ્યાધિને સમૂહ શેડો પણ શાંત થાય, તો આ રાજ્યલક્ષ્મીને સર્વથા ત્યાગ કરીને હું પ્રવજયા અંગીકાર કરૂં.” આ પ્રમાણે નિશ્ચય કરીને તે શધ્યામાં રહ્યો. ચિરકાળે નિદ્રા આવી, ક્ષુધા ઉત્પન્ન થઈ, રતિ (પ્રીતિ) ઉત્પન્ન થઈ, દરેક સમયે રોગનો સમૂહ દૂર થવા લાગ્યા. ત્યારે સર્વ પ્રધાન લોકોને બોલાવીને પોતાને સ્થાને કનકવેગ નામના પિતાના પુત્રને સ્થાપન કરીને તથા તેને શિક્ષા આપીને સાઠ વિદ્યાધર રાજપુત્ર સહિત મેઘઘેષ સૂરિની પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી કલંક રહિત ચાગ્નિને ચિરકાળ સુધી પાળીને બ્રહ્મલેક કપમાં દેવલ કમીને પામ્યા. અને ત્યાં દશ સાગરોપમનું આયુષ્ય પાળીને તથા દિવ્ય દેવસુખ ભોગવીને ત્યાંથી ચવીને આ જ ભરતક્ષેત્રને વિષે સુરપુર નામના નગરમાં કનકકેતુ નામના રાજાની શાંતિમતી નામની રાણીની કુક્ષિને વિષે પુત્રપણે ઉત્પન્ન થર્યો. પછી ઉચિત સમયે તેનું બ્રહ્મ નામ સ્થાપન કર્યું. પછી યુવાવસ્થાને પામ્યા છતાં પણ પૂર્વ જન્મમાં અનુભવેલા ચારિત્રગુણવડે સ્ત્રીના પરિગ્રહથી વિરક્ત મનવાળો તે કેટલાક ધર્મમિત્રની સાથે સર્વવિરતિની ઈચ્છાવાળો થઈને મારા કેવળજ્ઞાનને મહિમા જાણીને અહીં આવ્યો છે, તથા પ્રવજ્યા અને ગણધરની લક્ષમીને પામ્યો છે.
આ પ્રમાણે ચોથા ગણધરના વિષયવાળી વક્તવ્યતા કહી. હવે પાંચમા ગણધરના વિષયવાળી તે વક્તવ્યતાને કાંઈક સાંભળે.
પાંચમા ગણધરનો વૃત્તાંત, આ જ જંબુદ્વીપ નામના દ્વીપને વિષે ભરતક્ષેત્રમાં અંગ નામના દેશમાં વાસુપૂજ્ય જિનેશ્વરના જન્મથી ઉત્પન્ન થયેલ મેટા આનંદના પ્રકર્ષવાળી, અત્યંત સમૃદ્ધિવડે
વ્યાસ પ્રધાન કેવડે અધ્યાસિત અનેક પ્રાસાદની પરંપરાવડે સુશોભિત તથા બહુ પુત્રવાળા કમળાવડે અધિષિત(વ્યાસ) સરોવરની પંક્તિ જેવી ચંપા નામની નગરી છે. તેમાં ક્ષત્રિયના કુળરૂપી આકાશતળને વિષે ચંદ્ર જે જિતારિ નામનો રાજા છે. તેને મોટા પ્રસાદનું સ્થાનરૂપ અને સર્વ પ્રજનને વિષે મોટા વિશ્વાસનું પાત્રરૂપ શિવદત્ત નામનો અમાત્ય છે. તેને વસંતસેના નામની ભાર્યા છે. તે પુત્ર વિનાની છે, તેથી તે પુત્રને માટે દેવતાદિકની પૂજામાં તત્પર થઈને મંત્ર, તંત્રમાં કુશળ પુરુષોને પૂછવાવડે દિવસેને નિર્ગમન કરે છે. પછી એક દિવસ કોઈપણ પ્રકારે પુત્રના સંભવને નહીં જોતી