________________
[ ૨૬૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ? પ્રસ્તાવ ૪
:
નાશી ગઈ અને મહેંદ્રપુરમાં ગઈ. ત્યાં સારી સાથ્વીની પાસે પ્રવજ્યા લઈ તેનું પાલન કરી મરીને જ્યોતિષ્ક દેવને વિષે દેવી થઈ. કાળના ક્રમવડે ત્યાંથી અવીને ભેગપુર નગરમાં ચંડગતિ વિદ્યાધર રાજાની પદ્દમાં નામે પુત્રી થઈ. પૂર્વભવે પતિને ષ કરવાથી પુરુષો ઉપર દ્વેષવાળી થઈ. કેવળ હે મહાવેગ! કેલિદત્તરૂપ થયેલા તે પોતે તેને આપેલ ઘાત અંગીકાર કર્યો. હતું તેથી તેણીનું ચિત્ત જે તેં વશ કર્યું હતું, તેના વશથી તને પતિરૂપે અંગીકાર કર્યો. તથા જે અર્જુન હતું, તે હું અનંગકેતુ થયે છું. પૂર્વભવના મલિન કર્મને પ્રભાવથી તેણીને ગ્રહણ કરવા પ્રાપ્ત થયે, તો પણ તેણીએ મારા ત્યાગ કર્યો, તેથી હે મહાવેગ! તને આશ્રીને પદ્દમા રાજપુત્રીને જે અનુરાગ અને મને આશ્રીને જે વિરાગ થયે, તે સર્વ મેં તેને કહ્યું.” ત્યારે આ સર્વ વૃત્તાંત મનમાં વિચારતા મહાવેગ રાજપુત્રને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પદ્દમા દેવીને પણ તે સર્વ વૃત્તાંત સાંભળીને જાતિસ્મરણના વશથી પૂર્વે અનુભવેલ વ્યતિકર પ્રત્યક્ષ થયા. તેથી જગદગુરુના ધર્મમાં જ એક ચિત્તવાળી થઈ.
આ પ્રમાણે સતજ્ઞાનરૂપી ચક્ષુવડે તેઓનું સર્વ વૃત્તાંત ફુટ રીતે જોઈને તથા કહીને તે મુનિરાજ મૌન રહ્યા. તે સાંભળીને સારી રીતે વૈરાગ્યને પામેલા રાજાએ કહ્યું, કે-“હે ભગવાન! હું તમારી પાસે દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું.” ત્યારે ગુરુએ કહ્યું કે-“હે ખેચરરાજા! ઘણા વિદ્ધના સમૂહથી ભરેલા આ ધમર્થને વિષે કાળના વિલંબનો ત્યાગ કરીને સારી રીતે ઉદ્યમ કર.” ત્યારે ખેચરરાજાએ પિતાને સ્થાને મહાગને સ્થાપન કર્યો, અને પોતે દુઃખને નાશ કરનારી ચારિત્રલક્ષમી અંગીકાર કરી. પછી ગામ, આકર વિગેરેને વિષે ગુરુની સાથે જ ચિરકાળ સુધી અપ્રતિબદ્ધ (અનિયમિત) વિહાર કરીને દેવકની લક્ષ્મીને પામે. હવે અહીં મહાવેગ મનોહર વિદ્યાધરની પદવીને પામીને તેવી રીતે કેઈપણ પ્રકારે પ્રવર્યો, કે જેથી સમગ્ર ખેચરનું બળ પિતાને આધીન કર્યું. ત્યારપછી કઈક દિવસે તે મહાત્મા પૂર્વકાળે ઉત્પન્ન કરેલા કેઈપણ કર્મવડે મોટા વ્યાધિથી વ્યાકુળપણાને પામે. ત્યારે મંત્ર, તંત્ર અને વિજ્ઞાન વડે શોભતા ઘણા વૈદ્યોને બોલાવ્યા. તેઓએ ઘણા ઉપચાર કર્યો, પરંતુ કાંઈપણ ઉપકાર થયે નહીં. મનમાં અત્યંત ખેદ પામતે અને જરા પણ સુખને નહીં પામતે શાંત ચિત્તવાળે તે મહાસત્વ વિચારવા લાગે, કે-“પૂર્વે કરેલા દુષ્કૃત્યને ભેગવ્યા વિના કોઈપણ પ્રકારે તેને મોક્ષ (નાશ) થતો નથી, તેથી હે જીવ! તું કેમ મુંઝાય છે? અને કેમ સંતાપ પામે છે?” આ પ્રમાણે તે વિચારે છે, તે સમયે ઘણા લોકોને ઉપકાર કરનાર એક વિદ્યાધર મહાવૈદ્ય તેની પાસે આવ્યો. તેણે રેગનું ઉત્થાન (ઉત્પત્તિ) પૂછયું, અને તેના ઉપશમ માટે આરંભ કર્યો, અને જાણ્યું કે પશુના આહાર વિના રેગની શાંતિ નહીં થાય. એમ જાણીને તેણે તે વાત ખેચરરાજાને કહી. ત્યારે તેણે પણ કહ્યું, કે-જીવના વધવડે જે સુખ મને થાય, તે સુખવડે મારે સર્યું. આ જન્મને વિષે અને બીજા જન્મને વિષે પણ