________________
પઘાના અનુરાગનું પૂર્વવૃત્તત.
[ ર૫ ]
પહેલા પહાને છેડે અર્જુન અને કેલિદત્ત દ્વારને માગે ઘરમાં પ્રવેશ કરતા હતા ત્યારે તેમણે એક પુરુષને કાંઈક વસ્તુ લઈને વેગવડે વંડીને ઉલંઘન કરીને જતે જે. તે વખતે તે ઈર્ષ્યાળુ હોવાથી “ભાને સંકેત કરેલો આ કેઈ પુરુષ છે.” એમ ધારીને કેપ પામેલા તેણે ભુજારૂપી અર્ગલા ગ્રહણ કરી અને સ્ત્રીને પૂછયું કે-“આ કેણ છે?” ત્યારે પિતાના કાર્યમાં વ્યાકુલ હેવાથી તસ્કરને નહીં જાણતી સુષેણાએ કહ્યું કે“કેણ ક્યાં છે?” ત્યારે-“અરે પાપણ ! ઈચ્છા પ્રમાણે આની સાથે તું રહી છે, અને મેં તને પૂછયું કે-આ કોણ છે ? અને ક્યાં છે ? ત્યારે તું અજાણપણને પ્રગટ કરે છે.” આ પ્રમાણે બોલતા અને ભુજારૂપી અર્ગલાને ઘા કર્યો. તે વખતે
હા ! હા! કાર્યનું તત્વ જાણ્યા વિના આ ઘાત કરે અગ્ય છે.” એમ બોલતે કેલિદત્ત તે બંનેની વચ્ચે પડ્યો અને ઘાતવડે પ્રાપ્ત કરાયે, તથા મર્મસ્થાનમાં ઘાત થવાથી તત્કાળ મરણ પામ્યા. તે વખતે-“અહો ! કેમ આ મહાનુભાવ કેલિદત્ત મારે નિમિતે મરણ પામ્યા ?” એમ પશ્ચાત્તાપ કરતી સુષેણા પણ તે પ્રકારે તેણે હણી, જેથી તે પણ પરલોકમાં ગઈ. અર્જુન પણ લેકને વિષે “આ સ્ત્રીઘાતક છે, બ્રાહ્મણઘાતક છે અને આ મહાપાપી છે.” એમ ધિક્કાર કરાતે તે જ ભાવમાં મોટા રેગવડે આયુષ્ય ખાવીને મરણ પામે, અને આવશાત થયેલે તે પહેલી નરકપૃથ્વીમાં ઉત્પન્ન થયે. કેલિદત્ત વ્યંતર થયે, સુષેણ પણે તેવા પ્રકારના સંકલેશવાળી નહીં હોવાથી ફરી પણ બ્રાહ્મણ થઈ. ત્યાં પહેલી વયમાં જ વિધવાપણાથી દુઃખી થઈ તાપસીની દીક્ષા લઈને, અત્યંત ઘેર બાળતપ કરીને તથા મરીને સૌધર્મ દેવકમાં સાત પલ્યોપમના આયુષ્યવાળી દેવી થઈ. કેલિદત્ત પણ ત્યાંથી ચચૅ સતે સિંહપુર નગરમાં સાગર નામને વણિકપુત્ર થયે. પહેલી યુવાવસ્થામાં પણ સંસારના વૈરાગ્યની બુદ્ધિ પ્રાપ્ત થવાથી શ્રમણ થઈને છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે કઠોર તપમાં તત્પર થઈને, કાળ કરીને સૌધર્મ દેવલોકમાં દેવ થયે. અર્જુન પણ નરકમાંથી નીકળીને તિર્યંચ થ. ત્યાંથી મરીને શંખપાલિકા ગામમાં શંખ નામે ગ્રામપુરને પુત્ર થઈને કેઈપણ પ્રકારે ધનશર્મ સાધુની પાસે દીક્ષા ગ્રહણ કરીને અતિ ભયંકર અને સામાન્ય માણસના મને વિકલ્વર કરનાર ચારિત્રનું પાલન કરીને છેવટ મરીને સૌધર્મ દેવલોકમાં દેવ થયે. હવે પિતાના આયુષ્યને ક્ષય થયો ત્યારે કેલિદત્તને જીવ સારા કુળમાં મનુષ્ય થઈને સર્વજ્ઞના ધર્મને યથાર્થ પ્રાપ્ત કરીને દેવલોકમાં ગયે. ત્યાંથી આવીને આ ગગનવલલભ નગરમાં આ મહાવેગ નામને તું રાજપુત્ર થયેલ છે. સુષેણ પણ સૌધર્મ દેવલેથી ચવીને રાજગૃહ નગરમાં કુબેર શ્રેષ્ઠીની શામા નામની પુત્રી થઈ. અર્જુન પણ તે જ નગરમાં ધન નામના શ્રેષ્ઠીને પુત્ર થયે. તેની સાથે તે શામાને વિવાહ થયું. ત્યાં ચિરકાળના વેરભાવથી તેને જોઈને જ રાત્રિએ વિવાહ સમાપ્ત થયા પહેલાં જ એક દિશાને આશ્રીને
૩૪