________________
નર્વાહનને સૂરિજીએ પમાડેલ પ્રતિમાષ.
[ ૨૬૧ ]
સાંભળીને રાજાના ચિત્તમાં મેાટા પશ્ચાત્તાપ ઉલ્લાસ પામ્યા, તેથી તે કહેવા લાગ્યા, કે હે ભગવાન ! મેં કેવા પ્રકારની અનર્થની પથારી પ્રાપ્ત કરી છે ?” ત્યારે સૂરિએ કહ્યું કે આનાથી બીજું તને શું કહેવું? તે તે મહાત્મા તપસ્વીને દુચનવર્ડ દુ:ખ કર્યું, અને હાથના પ્રહાર વિગેરેવર્ડ તાડન કર્યું, તેથી કરીને તું રાજ્યથી ભ્રષ્ટ થયા, જિલ્લાએ કરેલી મેટા અંધનાદિક શરીરની પીડાને પામ્યા, અને માટા અપયશનુ ભાજન થયા, તથા પરલેાકમાં ધર્મ વિરુદ્ધ વર્તવાથી અતિ તીક્ષ્ણ દુ:ખની ખાણુરૂપ થઈશ. વળી પરલેાક નથી, પુણ્ય પાપ નથી વિગેરે જે તું કહે છે, તે પણ પ્રત્યક્ષ અનુભવ કરાતા પુણ્ય પાપના ફળપણાને લીધે ઉન્મત્તના પ્રલાપ જેવુ છે. તથા તપ વિગેરેનું નિષ્ફળપણું તું જે કહે છે, તે પણ અત્યંત અનુચિત છે. કેમકે જો તપસ્યાદિકનું ફળ ન હોય, તે અહીં જ રહેલા હું તારા થઇ ગયેલા વૃત્તાંતને શી રીતે જાણું? તેથી કરીને તપસ્યાદિક વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તથા પરલેાકના અસંભવ પણ અનુચિત છે, કેમકે જાતિસ્મરણાદિકવડે તેનું પ્રત્યક્ષપણું જ છે. વળી જે કુંભારના ઘડા, મદિરાપાત્ર વિગેરે દ્રષ્ટાંત તેં કહ્યું, તે પણ તારી સાથે જ વ્યભિચાર હાવાથી અત્યંત અઘટિત ( અનુચિત ) છે. કેમકે તું રાજા થઈને હમણાં રક થયા છે. તેની વિચિત્રતાના કારણથી શુભ અશુભ સ્વભાવવાળું કમ પણ અંગીકાર કરવું જોઇએ કે જે કર્મના વશથી સુખી જીવ પણુ અસુખી થાય છે, અને અસુખી પણ સુખી થાય છે. વળી દીઠેલું મૂકીને નહીં દીઠેલાને વિષે કાણુ પ્રવર્તે ? એમ જે તે કહ્યું, તે પણ શ્વપાક અને પાકના ફળના ઉપપ્લેાગ અને ત્યાગને જોવાથી અટિત( અયેાગ્ય ) છે. જો અષ્ટની કલ્પના અનુચિત છે એમ તારું' કહેવું સત્ય હાય, તેા પ્રારંભમાં મધુર એવું પણ કપાકનુ ફળ ભાવી કાળે વિનાશ કરનાર હાવાથી કેમ ત્યાગ કરાય છે? તથા ધર્મ કરનારા સીદાય છે, અને પાપ કરનારા સુખને અનુભવે છે, એમ તે જે કહ્યું, તે પશુ પૂર્વે કરેલા કર્મોથી ઉત્પન્ન થયેલું જાણવું, પરંતુ તે ( વર્તમાન )કાળના ધર્મ કે અધર્મને આશ્રીને ન જાણવું.
તેથી હે રાજા ! ઈંદ્રિય વિષયના વશ કરવાપણાને અંગીકાર કરીને જેમ તેમ ખેલવાવડે તુ તારા આત્માના નાશ ન કર. સારા માર્ગોમાં પ્રવૃત્તિ કર, મધ, મદિરા અને પ્રાણીઘાતનેા ત્યાગ કર, તુચ્છ સુખના લેશ માટે થનારા માટા દુ:ખને તું અંગીકાર ન કર. સમગ્ર લેાકમાં પ્રસિદ્ધ, સિદ્ધાંતમાં કહેલ, સુખના કારણરૂપ અને જીવદયાની પ્રધાનતાવાળા એક ધર્મને જ તુ સારી રીતે આચરણ કર. જો તુ પેાતાની માટી કલ્યાણની મેાટી પર પરાને ઇચ્છતા હૈાય, તા અતિ કડવા અને કર્કશ( કઠણુ ) ફળવાળા પૂર્વે કરેલા દુષ્કર્માની નિંદા કર. હે રાજા ! જીવહિંસાદિક પાપસ્થાનાને વિષે પ્રવતેલા પ્રાણીઓનુ જે અનિષ્ટ થાય છે, તે અહીં શું કહેવું ? તે આ પ્રમાણે—સન્મુખ રહીને મારવું વિગેરે અન્યના ઘાત કરનારાના સસ્વનું હરણ અને હનન વિગેરે અતિ ભયંકર વિપાક પ્રત્યક્ષ જ દેખાય છે. તથા અસત્ય ખેાલનારની જિલ્લાના છેદ વિગેરે માટા અનર્થા પ્રાપ્ત થાય